Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોટા લેણદારોની લોન પ્રક્રિયામાં ફેરફાર, RBIએ નવી ગાઇડલાઇન જાહેર કરી

- બેન્કિંગ સેક્ટરમાંથી કાર્યકારી નાણાં પ્રાપ્ત કરનારા લોનધારકો માટે સિસ્ટમને સુધારાશે

મુંબઈ,તા. 12 જૂન 2018, મંગળવાર

રિઝર્વ બેન્કે (આરબીઆઇ) મોટા લેણદારો માટે લોન સિસ્ટમમાં ફેરફારની દિશામાં મોટી પહેલ કરી છે. આ ક્રમમાં આરબીઆઇએ  લોન સિસ્ટમ પર ડ્રાફ્ટ ગાઇડલાઇન જાહેર કરી છે.

જેનો હેતુ બેન્કિંગ સિસ્ટમથી વકગ કેપિટલ ફેસિલિટી પ્રાપ્ત કરનારા મોટા લોનધારકો માટે સિસ્ટમને સુધારવાનો છે. આરબીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે ડ્રાફ્ટમાં મોટા લેણદારો માટે વકગ કેપિટલ ફાઇનાન્સ બેઝ્ડ ફંડમાં લોન કમ્પોનન્ટ માટે લઘુત્તમ સ્તરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ ક્રેડિટ/ઓવરડ્રાફ્ટ લિમિટના અનડ્રોન પોર્શન માટે ક્રેડિટ કન્વર્ઝન (સીસીએફ) અનિવાર્ય બનાવવાનો પ્રસ્તાવ છે.

આરબીઆઇ તરફથી મોટા લોનધારકો માટે બેન્ક ક્રેડિટ વિતરણ સિસ્ટમને સંશોધિત કરવાના આ ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે બેંકિંગ સિસ્ટમથી ૧૫૦ કરોડ રૃપિયા અને તેનાથી વધુના કુલ ફન્ડ આધારિત વકગ કેપિટલ લિમિટવાળા લોનધારકો માટે લઘુત્તમ સ્તર ૪૦ ટકા લોન કમ્પોનન્ટ જ ૧ ઓક્ટોબર, ૨૦૧૮થી લાગુ થશે. આ ઉપરાંત, એમ પણ કહેવામાં આવ્યું છે કે ૧ એપ્રિલ, ૨૦૧૯થી ૪૦ ટકા લોન કમ્પોનન્ટને ૬૦ ટકા સુધી સંશોધિત કરવામાં આવી શકે છે.

આરબીઆઇએ ૨૬ જૂન સુધી બધી બેન્કો અને અન્ય સ્ટેક હોલ્ડર્સ પાસેથી આ ડ્રાફ્ટ પર ટિપ્પણીઓ આમંત્રિત કરી છે, જેથી જલદીમાં જલદી તેનું નિરાકરણ આવી શકે. ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેશ ક્રેડિટ અને લોન કમ્પોનન્ટને વહેંચવા માટે કન્સોટયમ તરફથી નિયમ નક્કી કરવામાં આવી શકે છે. 

Post Comments