Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોચની છ સિમેન્ટ કંપનીઓના કાર્ટેલ સામે CCIની લાલ આંખ

- તપાસમાં કાર્ટેલ રચ્યો હોવાના પુરાવા મળ્યાં

નવી દિલ્હી,તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર

કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (સીસીઆઇ)ની પ્રારંભિક તપાસમાં છ અગ્રણી સિમેન્ટ કંપનીઓએ કાર્ટેલ રચી હોવાનું માલૂમ પડયું છે. આ વખતે સિમેન્ટ કંપનીઓએ ઉત્તરપૂર્વમાં આ પ્રકારની કાર્ટેલ રચી છે.

નવી તપાસમાં છ અગ્રણી સિમેન્ટ ઉત્પાદક એકમોએ કાર્ટેલ રચી હોવાનું જણાઈ આવ્યું છે, એમ આ હિલચાલની નજીકના સૂત્રએ જણાવ્યું હતું. આના પગલે અન્ય ભૌગોલિક ક્ષેત્રની સિમેન્ટ કંપનીઓ પણ તપાસ હેઠળ આવી શકે છે.

સીસીઆઇએ ગ્રાહકો પર સીધી અસર થતી હોય તેવા ક્ષેત્રો પર ધ્યાન આપતી હોવાની સાથે આ વાત પ્રકાશમાં આવી હતી. ઓટો એન્સિલરીઝ કાર્ટેલમાં સંકળાયેલાઓને દંડિત કર્યા પછી સીસીઆઇ હવે હેલ્થકેર પર નજર માંડી રહી છે અને સિમેન્ટ સેક્ટર પર તો આમ પણ તેની ચાંપતી નજર રહે છે. કમિશને ૨૦૧૨માં સિમેન્ટ કંપનીઓને ૬૦ અબજ રૃપિયાથી વધારે દંડ ફટકાર્યો હતો. ૨૦૧૬માં કંપનીઓ અને સિમેન્ટ એસોસિયેશનોને ૬૭ અબજ રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ૨૦૧૬માં સિમેન્ટ ઉત્પાદકોને ૨૦૧૨ના ઓર્ડરની જેમ જ ચોખ્ખા નફા પર ૦.૫ ટકા પેનલ્ટી લાદવામાં આવી હતી. આ આદેશોના પગલે સિમેન્ટ ઉત્પાદકો અને તેના સહયોગીઓ પર ભાવમાં ગેરરીતિ આચરવા કોમન પોર્ટલ અપનાવવાનો આરોપ લાગ્યો હતો.

Post Comments