Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દિવેલ-એરંડામાં કંડલા જૂથ આક્રમક બનતા તેજીના સૂસવાટા : વાયદો ઉછળીને રૃ.૪૧૦૦ કુદાવી ગયો!

- ચીન માટે નિકાસ વેપારો થયાની ચગેલી હવા: સિંગતેલમાં ઘટાડો

- વિશ્વ બજાર પાછળ આયાતી ખાદ્યતેલો ઉંચકાયા

મુંબઈ,બુધવાર તા. 11 જાન્યુઆરી 2017
મુંબઈ તેલ-બિયાં બજારમાં  આજે સિંગતેલના ભાવો નરમ હતા. હાજર ભાવો ૧૦ કિલોના રૃ.૧૦૧૦ વાળા રૃ.૧૦૦૦ હતા. જયારે  મથકોએ  રાડકોટ બાજુ ભાવો  રૃ.૯૫૦ વાળા ૯૩૦ તથા ૧૫ કિલોના રૃ.૧૫૦૦ વાળા  રૃ.૧૪૮૦ હતા.  આંધ્ર બાજુ સિંગદાણામાં  નવા શિયાળુ  પાકની  આવકો  શરૃ થયાના નિર્દેશો  હતા.  

મગફળીની આવકો ગોંડલ યાર્ડમાં આશરે ૨૦ હજાર ગુણીની આવી હતી તથા  ત્યાં હાજર ભાવો ૨૦ કિલોના જાતવાર રૃ.૭૨૦થી ૮૬૦  હતા. જયારે  રાજકોટ યાર્ડમાં  મગફળીની આવકો આશરે  ૧૨ હજાર ગુણી આવી હતી તથા ત્યાં હાજરભાવો ૨૦ કિલોના જાતવાર રૃ.૭૨૦થી ૮૬૦  રહ્યા હતા.    દરમિયાન દિવેલ તથા એરંડા બજારમાં તોફાની તેજી આગળ વધી હતી.  દિવેલમાં નિકાસ કામકાજોની  હવા ચગતાં  તથા એરંડામાં શિપરો દાખલ થતાં  એરંડા વાયદાના ભાવો આજે વધુ ૩ ટકા ઉછળી રૃ.૪૧૦૦ની સપાટી પાર કરી ગયા હતા. એરંડા ફેબુ્ર. વાયદાના ભાવો સાંજે  રૃ.૪૧૭૫થી ૪૧૮૦  આસપાસ હતા.  મુંબઈમાં હાજર એરંડાના ભાવો રૃ.૩૯૭૫ વાળા રૃ.૪૦૨૫ હતા. જયારે  દિવેલના ભાવો  વધુ રૃ.૧૦ ઉછળી કોમર્શિયલના રૃ.૮૩૫,  એફએસજીના રૃ.૮૪૫,  તથા એફએસજી કંડલાના રૃ.૮૧૫ બોલાયા હતા.

મુંબઈમાં ૧૫ કિલોના ભાવો પામતેલના હવાલા રિસેલના રૃ.૬૨૬ તથા જેએનપીટીના  રૃ.૬૧૬ હતા. બજાર તેજીમાં હતી. રિફાઈનરીના ભાવો  ડાયરેકટ ડિલીવરીના રૃ.૬૩૫થી ૬૩૬ હતા. જોકે નવી માગ પાંખી હતી. ક્રૂડ પામ ઓઈલ કંડલાના ભાવો  રૃ.૬૦૦ બોલાયા હતા.  સીપીઓ વાયદાના  ભાવો  સાંજે  રૃ.૫૮૭.૯૦ તથા સોયાતેલ  વાયદાના ભાવો  સાંજે રૃ.૭૨૫ હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાદો ઓવરનાઈટ ૧૬ પોઈન્ટ  રહ્યા પછી પ્રોજેકશનમાં  ભાવો સાંજે  ૮ પોઈન્ટ  પ્લસમાં હતા.  મલેશિયામાં  પામતેલનો  વાયદો વધી  છેલ્લે ૪૦, ૫૩, ૫૨ તથા ૫૧૨ પોઈન્ટ પલ્સમાં બંધ  હતો.  ત્યાં પામ પ્રોડકટના ભાવો આજે અઢીથી પાંચ ડોલર ઉંચકાયા હતા.  અમેરિકાના  ઓવરનાઈટ  સમાચારોમાં   સોયાતેલ ઉપરાંત  સોયાબીન તથા સોયાખોળનવા  ભાવો પણ પ્લસમાં  રહ્યા હતા.

મુંબઈમાં બજારભાવો  સોયાતેલ ડિગમના રૃ.૬૭૫થી ૬૮૦,  રિફા.ના રૃ.૭૧૦,  સન ફલાવરના  રૃ.૬૬૦,  રિફા.ના રૃ.૭૦૮, કોપરેલના રૃ.૧૧૪૦,   કપાસિયા તેલના  રૃ.૬૯૦ બોલાયા હતા.   મુંબઈ ખોળ બજારમાં  આજે ભાવો કપાસિયા ખોળના રૃ.૨૩૬૦૦  વાળા ૨૩૯૦૦  હતા.  જયારે સોયાખોળના  ભાવો  ૨૩૪૭૮ વાળા જળવાઈ રહ્યા હતા.    અન્ય ખોળો પણ શાંત હતા.

મધ્ય પ્રદેશ બાજુ સોયાબીનની આવકો આશરે  સવા લાખ ગુણી આવી હતી તથા  ત્યાં સોયાબીનના હાજર ભાવો રૃ.૨૮૦૦થી ૨૯૨૫ તથા પ્લાન્ટ ડિલીવરીના  રૃ.૨૯૨૫થી ૩૦૨૫ હતા. મહારાષ્ટ્રમાં  આવકો સવા લાખ ગુણીની તથા  રાજસ્થાન બાજુ ૨૫ હજાર  ગુણીની આવી હતી.

ઓલ ઈન્ડિયા આવકો આશરે ૩ લાખ ગુણી આવી હતી.  મધ્ય-પ્રદેશમાં આજે  હાજર બજારમાં  સોયાતેલના  રૃ.૬૯૦થી ૬૯૪ તથા  રિફા.ના રૃ.૭૨૫થી ૭૩૦  હતા.   વિશ્વ બજારના સમાચારો  મુજબ આર્જેન્ટીનામાં તાજેતરના પૂરના કારણે ત્યાં વિવિધ વિસ્તારોમાં સોયાબીનનું  વાવેતર ફરીથી કરવું પડશે એવા નિર્દેશો  મળ્યા  છે.

દરમિયાન, ઘરઆંગણે દિવેલમાં ચીન માટે નિકાસ વેપારો થયાની ચર્ચા હતી તેના પગલે એરંડા બજારમાં  હાલ કંડલા જૂથ એકટીવ થયાની હવા ચગી છે.  દરમિયાન,  એરંડાની આવકો  આજે ગુજરાત,  સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ ૧૭થી ૧૮ હજાર ગુણી આવી હતી તથા ત્યાં હાજર ભાવો  એરંડાના ગામડાના  વધી રૃ.૭૭૦થી ૭૭૫ રહ્યા હતા.  હૈદ્રાબાદ  બાજુ ૧૮૦૦થી ૨૦૦૦ ગુણીની  આવકો વચ્ચે ભાવો એરંડાના વધી રૃ.૩૮૫૦ તથા દિવેલના રૃ.૭૭૦થી ૭૭૫ રહ્યા હતા.તેલનો જાન્યુઆરી વાયદો કિલોદીઠ ૯૦ પૈસા વધી રૃ.૧,૦૨૬.૬૦ બંધ રહ્યો હતો. એરંડાનો ફેબ્રુઆરી વાયદો ૧૦૦ કિલોદીઠ રૃ.૧૧૦ અને માર્ચ રૃ.૧૨૧ વધી અનુક્રમે રૃ.૪,૧૬૬ અને રૃ.૪,૧૯૬ રહ્યા હતા.

કોમોડિટી વાયદાનો ઈન્ડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૪.૪૧ પોઈન્ટ વધી ૩૩૫૪.૫૦ બંધ રહ્યો હતો. વિભાગીય આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૮.૫૩ પોઈન્ટ વધી ૪૭૨૪.૫૭ અને એગ્રી ઈન્ડેક્સ ૧૫.૮૯ પોઈન્ટ વધી ૨૭૦૫.૧૨ થયા હતા, જ્યારે એનર્જી ઈન્ડેક્સ ૫ પોઈન્ટ ઘટી ૨૬૪૪.૫૭ બંધ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં ૭,૮૬૫ સોદામાં રૃ.૧,૨૬૧.૫૭ કરોડનાં ૪,૪૬૮ કિલો, ચાંદીમાં ૧૭,૮૪૮ સોદામાં રૃ.૬૭૪.૫૫ કરોડનાં ૧૬૩.૯૫૦ ટન, ક્રૂડ તેલમાં ૧૯,૫૭૯ સોદામાં રૃ.૧,૩૫૧.૮૦ કરોડનાં ૩૮,૬૨,૪૦૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૧૧,૯૯૫ સોદામાં રૃ.૪૯૪.૫૮ કરોડનાં ૨,૨૩,૧૦,૦૦૦ એમએમબીટીયૂ, કોટનમાં ૨,૬૭૯ સોદામાં રૃ.૨૦૪.૧૦ કરોડનાં ૯૯,૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૨,૦૫૮ સોદામાં રૃ.૧૮૧.૬૩ કરોડનાં ૩૧,૦૬૦ ટન, એલચીમાં ૪૪૫ સોદામાં રૃ.૭.૭૨ કરોડનાં ૫૨ ટન, મેન્થા તેલમાં ૧,૭૮૧ સોદામાં રૃ.૭૪.૫૫ કરોડનાં ૭૨૫ ટન અને એરંડામાં ૨૩૧ સોદામાં રૃ.૧૧.૨૫ કરોડનાં ૨,૭૨૦ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં ૧૧,૦૮૪ કિલો, ચાંદીમાં ૫૫૨.૨૯૩ ટન, ક્રૂડ તેલમાં ૧૮,૬૮,૪૦૦ બેરલ્સ, નેચરલ ગેસમાં ૯૦,૩૭,૫૦૦ એમએમબીટીયૂ, કોટનમાં ૩,૧૮,૯૫૦ ગાંસડી, સીપીઓમાં ૬૯,૩૨૦ ટન, એલચીમાં ૧૧૮ ટન, મેન્થા તેલમાં ૧,૭૭૬ ટન અને એરંડામાં ૧,૮૮૦ ટનના સ્તરે રહ્યો હતો.
 

Post Comments