Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચીન ખાતેથી સસ્તી આયાત ટાયર ઉદ્યોગ પર દબાણમાં વધારો કરાવશે

- હરિફાઈને કારણે ઊંચા માર્જિનના દિવસોનો અંત આવી ગયાનો દાવો

ચેન્નાઈ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

બજારમાં તીવ્ર હરિફાઈને કારણે ઉદ્યોગમાં ઊંચા મારજિનના દિવસોનો લગભગ અંત આવી ગયો છે એમ મોટી ટાયર કંપનીઓ માની રહી છે.  ઉદ્યોગોમાં વધુ પડતી ક્ષમતા અને કાચા માલની કિંમતોમાં  ઉછાળાને કારણે સ્પર્ધામાં વધારો થવાની અપેક્ષા છે. કંપનીઓ દ્વારા ભાવમાં કરાયેલા વધારાને બજાર દ્વારા ગ્રહણ કરાયા નથી.

આ હકીકતને ધ્યાનમાં રાખી કમર્સિઅલ કંપનીઓ  તથા ટુ વ્હીલર સેગમેન્ટ માટે તેમની સ્થિતિનું રક્ષણ કરવાનું મહત્વનું બની રહે છે. આવનારા વર્ષોમાં આ ક્ષેત્રની કંપનીઓ ભારે દબાણ હેઠળ આવી જશે.

 ટાયર ઉદ્યોગમાં ક્ષમતાનો ઉમેરો કરવા રૃપિયા ૩૬૦૦૦ કરોડનું ઈન્વેસ્ટમેન્ટસ આવ્યું હોવાનું આ ક્ષેત્રના એક વિશ્લેષકે જણાવ્યું હતું. ક્ષમતામાં ઉમેરો અને ચીનની આયાતમાં થઈ રહેલી વૃદ્ધિ ટાયર ઉત્પાદકો પર દબાણ લાવશે.

ડામાડોળ આર્થિક પ્રવૃતિ ઉપરાંત બીએસ ૩માંથી બીએસ ૪ ધોરણમાં પ્રયાણ તથા  ડીમોનિટાઈઝેશન જેવા પગલાંને કારણે  ઘરેલું ટાયર ઉદ્યોગ માટે હાલમાં કપરાં સમય ચાલી રહ્યા છે.

કાચા માલની કિંમતોમાં ખાસ કરીને કુદરતી રબરની કિંમતોમાં વધારાને કારણે ઉત્પાદન ખર્ચમાં વધારો થવાનો મુદ્દો કેટલોક સમય ચાલુ રહેશે. ખર્ચમાં વધારો થતાં મારજિન દબાણ હેઠળ આવશે, એવો પણ તેમણે મત વ્યકત કર્યો હતો.

Post Comments