Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશી-આયાતી ખાદ્યતેલોના ભાવ ઘટતા અટકયા : સારા વરસાદના કારણે રાહત

- દિવેલમાં શિપરોની પૂછપરછો વચ્ચે બજારમાં ચમકારો

મુંબઈ, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી રહી હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્યતેલો પરની આયાત જકાત વધારવામાં આવશે એવી હવા ચગતાં બજારમાં શુક્રવારે પામતેલમાં છેક ૧૫ ઓગસ્ટ સુધીની ડિલીવરીમાં મળીને કુલ આશરે ૭થી ૮ હજાર ટનના વેપારો થયા હતા પછી આજે નવી માગ ધીમી પડી હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. હવે દિલ્હી પર બજારની નજર રહી છે.

દરમિયાન, વિશ્વબજારના સમાચારો વિવિધ તેલ તથા તેલિબિયામાં આંચકા પચાવી પ્રત્યાઘાતી ઉછાળો બતાવી રહ્યા હતા. મુંબઈમાં આજે  સિંગતેલના ભાવો રૃ.૯૩૦, સનફલાવરના ભાવો રૃ.૬૦૦ તથા રિફાઈન્ડના રૃ.૬૬૦ રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવો રૃ.૬૭૮ બોલાતા હતા. મસ્ટર્ડના ભાવો વધી રૃ.૭૨૦ રહ્યા હતા.

પામતેલના ભાવો હવાલા રિસેલના રૃ.૫૨૩ વાળા રૃ.૫૨૬ જ્યારે જેએનપીટીના ભાવો રૃ.૫૨૨ વાળા રૃ.૫૨૪ રહ્યા હતા. દિવેલના ભાવો આજે ઝડપી રૃ.૨૦ ઉછળી કોમર્શિયલના રૃ.૯૭૫, એફએસજીના રૃ.૯૮૫ તથા એફએસજી કંડલાના રૃ.૯૬૩ બોલાયા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૬૨૫ વાળા રૃ.૪૭૨૫ બોલાઈ ગયા હતા.

વિશ્વબજારના આઈટીએસના બહાર પડેલા આંકડા મુજબ મલેશિયાથી પામતેલની કુલ નિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં આશરે ૧૭.૮૦ ટકા વધી ૫૯૯૪૧૪ ટન થઈ છે જે પાછલા મહિને આ ગાળામાં ૫૦૮૯૬૦ ટન થઈ હતી. ઘરઆંગણે આજે મધ્ય- પ્રદેશમાં મથકોએ સોયાબીનની આવકો આશરે ૨૪થી ૨૫ હજાર ગુણી આવી હતી તથા ત્યાં હાજર બજારમાં સોયાબીનના ભાવો રૃ.૨૮૦૦થી ૨૯૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૃ.૨૯૦૦થી ૨૯૫૦ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવો રૃ.૫૯૫થી ૬૦૦ તથા રિફાઈન્ડના રૃ.૬૩૨થી ૬૩૫ રહ્યા હતા.

દરમિયાન, દેશમાં વિવિધ ઉત્પાદક રાજ્યોમાં તાજેતરમાં વરસાદ ખેંચાયા પછી હવે ૨-૩ દિવસથી ચોમાસું ફરી સક્રિય બન્યાના સમાચારોના પગલે વિવિધ કૃષિ બજારો તથા કૃષિ વિશ્વમાં ચિંતા દૂર થઈ રાહતની લાગણી દેખાયાનું જાણકારએ જણાવ્યું હતું.

Post Comments