Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાવ ઘટી જતાં ખરીફ કઠોળની વાવણી મંદ ગતિએ : એકંદર વાવેતરમાં જોવાતો ઉત્સાહ

- ચોમાસું આગળ ધપવા સાથે વાવણીની કામગીરી જોર પકડવા અપેક્ષા

નવી દિલ્હી, તા.17 જૂન, 2017, શનિવાર
 
કઠોળ તથા શાકભાજીના ભાવમાં થઈ રહેલા ઘટાડાને કારણે રોષે ભરાયેલા દેશના ખેડૂતો વર્તમાન ખરીફ મોસમમાં કઠોળનો પાક ઓછો લઈ રહ્યાનું જણાય રહ્યું છે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે ૧૬ જુન સુધીમાં થયેલી વાવણીમાં કઠોળનું વાવેતર ગયા વર્ષના આ સમયગાળાની સરખામણીએ ૩૯ ટકા નીચું રહ્યું છે.
 
જો કે નૈઋત્યનું ચોમાસું હજુ મધ્ય, પશ્ચિમ  તથા ઉત્તર ભારતમાં સક્રિય થયું નહીં હોવાને કારણે ખરીફ મોસમનું વાવેતર હજુ સંપૂર્ણ સ્તરે શરૃ થવાનું બાકી છે આમછતાં પ્રારંભિક આંકડા કઠોળ માટે પ્રોત્સાહક નહીં હોવાનું કૃષિ નિષ્ણાતો માની રહ્યા છે. 
 
કૃષિ વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા પર નજર નાખવામાં આવે તો જણાય છે કે તુવેર, અડદ તથા મગ જેવા ખરીફ કઠોળના વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે. ૧૬ જુન સુધીમાં કુલ ૨.૨૨ લાખ હેકટર વિસ્તાર પર કઠોળનું વાવેતર પૂરું થયું છે જે ગયા વર્ષના આ સમયગાળા સુધીમાં ૩.૬૩ લાખ હેકટર વિસ્તાર રહ્યું હતું. ખરીફ મોસમમાં કઠોળનું વાવેતર એકંદરે ૧.૦૬ કરોડ હેકટર વિસ્તાર પર થાય છે. 
 
૨૦૧૬માં ચોમાસું સારું રહ્યા બાદ કઠોળના થયેલા બંપર પાકને પરિણામે કેટલાક કઠોળના ભાવ લઘુત્તમ ટેકાના ભાવ પણ નીચે ચાલી ગયા છે. આ વર્ષે પણ ચોમાસું રહેવાની આગાહીને પરિણામે ભાવ વધુ દબાયા હોવાથી ખેડૂતો કઠોળનો પાક લેવા ઉત્સુક નથી જણાતા. કઠોળની સરખામણીએ કપાસના વાવેતર વિસ્તારમાં ૩૬ ટકા વધારો થયો છે. એકંદરે ખરીફ વાવેતર અત્યારસુધી કુલ ૯૨.૮૫ લાખ હેકટર વિસ્તાર પર પૂરું થયું છે જે ગયા વર્ષે આ સમયગાળામાં ૮૭.૫૯ લાખ હેકટર વિસ્તાર રહ્યું હતું.

Post Comments