Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શેરોમાં આંચકા પચાવી ફરી વ્યાપક તેજી : ફાર્મા, મેટલ શેરોની તેજીએ સેન્સેક્સ ૧૪૬ પોઈન્ટ ઉછળીને ૨૮૩૦૧

- ટીસીએસના શેર બાયબેક વિચારણાના નિર્ણય સહિતના પોઝિટીવ સમાચારોએ...

- નિફટી સ્પોટ ૫૩ પોઈન્ટ વધીને ૮૭૭૮ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેલ્યુબાઈંગ

FIIની કેશમાં રૃ.૨૧૫ કરોડની વેચવાલી, ફયુચર્સમાં  રૃ.૧૫૯ કરોડની ખરીદી
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
કોર્પોરેટ ઈન્ડિયાના ડિસેમ્બર ૨૦૧૬ના અંતના ત્રિમાસિકના પરિણામોની સીઝન અંતિમ દોરમાં ટાટા મોટર્સ, સન ફાર્મા સહિતના નબળા પરિણામોએ બજારમાં નિરાશા છવાયા સામે આઈટી જાયન્ટ ટીસીએસ દ્વારા શેરોનું બાયબેક કરવા ૨૦,ફેબુ્રઆરી ૨૦૧૭ના બોર્ટ મીટિંગમાં વિચારણા કરવાનો નિર્ણય જાહેર કરતાં અને અમેરિકામાં ટેક્ષમાં ઘટાડો કરવાની ટ્રમ્પ સરકારની તૈયારી અને આઈટી ઉદ્યોગ માટે સારી બિઝનેસ તકોના અંદાજોએ આજે શેરોમાં ઉડાઉડ અટકીને ફરી ઓલ રાઉન્ડ શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગ નીકળ્યું હતું. બેંકિંગ ક્ષેત્રે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે તેની પાંચ સહયોગી બેંકોના મર્જરને ગઈકાલે કેબિનેટ દ્વારા મંજૂરી આપી દીધાની પોઝિટીવ અસર તેમ જ અમેરિકામાં ટ્રમ્પ સરકાર દ્વારા લોકો પરનો વેરા બોજ હળવો કરવાની તૈયારીએ અમેરિકી અર્થતંત્રમાં ઊજળી બિઝનેસ તકોએ અમેરિકી બજારો ગઈકાલે રેકોર્ડ નવી ઊંચાઈએ પહોંચી જતાં વૈશ્વિક બજારો પર આજે પોઝિટીવ અસર જોવાઈ હતી. રૃપિયા સામે અમેરિકી ડોલર પણ ૧૭  પૈસા વધીને રૃ.૬૭.૦૭  થઈ જવાની પણ પોઝિટીવ અસરે આઈટી શેરોમાં તેજી સાથે ફાર્માસ્યુટિકલ્સ, મેટલ, ઓટોમોબાઈલ, ઓઈલ-ગેસ શેરોમાં ફ્રન્ટલાઈન શેરોમાં શોર્ટ કવરિંગ સાથે ફંડોનું વેલ્યુબાઈંગ નીકળતાં સેન્સેક્સ ૧૪૫.૭૧  પોઈન્ટ ઉછળીને ૨૮૩૦૧.૨૭ અને નિફટી સ્પોટ ૫૩.૩૦ પોઈન્ટ ઉછળીને ૮૭૭૮ બંધ રહ્યા હતા.
સેન્સેક્સ ૨૮૦૦૦ની સપાટી અકબંધ રહી : નીચામાં ૨૮૧૪૬ થઈ વધીને ૨૮૩૨૭ સુધી પહોંચ્યો
ટ્રેડીંગની શરૃઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૨૮૧૫૫.૫૬ સામે ૨૮૨૨૩.૮૫ મથાળે ખુલીને  તુરત સાવચેતીમાં આઈટીસી, હિન્દુસ્તાન યુનિલિવર સહિતના એફએમસીજી જાયન્ટ શેરોમાં ઓફલોડિંગ અને લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ, ઓએનજીસી, એચડીએફસી, કોલ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, અદાણી પોર્ટસ, એશીયન પેઈન્ટસમાં વેચવાલીએ એક સમયે ઘટીને ૨૮૧૪૬.૧૯ સુધી આવી ગયો હતો. જે ઘટયામથાળેથી ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં સન ફાર્મામાં કંપનીના જીનેરિક ડ્રગ ટોબ્રામાઈસીન માટે યુ.કે.ના નિયામક દ્વારા મંજૂરી આપ્યાના અહેવાલને રદિયો આપ્યા સામે કંપનીની પોતાની માલિકીઓની સબસીડિયરી કંપનીઓ પૈકી એક દ્વારા યુરોપીયન મેડિસિન્સ એજન્સી તરફથી મંજૂરી મળ્યાની સ્પષ્ટતાએ ફંડોની ફાર્મા શેરોમાં સન ફાર્માની આગેવાનીએ સિપ્લા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, લુપીન સહિતમાં લેવાલી અને ટીસીએસના શેર બાયબેક વિચારણા માટે ૨૦,ફેબુ્રઆરીના મીટિંગમાં વિચારણાના નિર્ણયે આઈટી શેરોમાં તેજી અને ટાટા મોટર્સ, મારૃતી સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ હીરો મોટોકોર્પ સહિતમાં ફંડોની તેજી અને ટાટા સ્ટીલ દ્વારા યુ.કે.માં પેન્શન સ્કીમ બંધ કરવાની સ્પષ્ટતા કરતાં તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હેઈલ ઈન્ડિયા સહિતમાં આકર્ષણે એક તબક્કે ૧૭૨.૨૮ પોઈન્ટ ઉછળીને ઉપરમાં ૨૮૩૨૭.૮૪ સુધી પહોંચી અંતે ૧૪૫.૭૧ પોઈન્ટ વધીને ૨૮૩૦૧.૨૭ બંધ રહ્યો હતો.
નિફટી સ્પોટ ૮૭૦૦ની સપાટી અકબંધ રહી : ફરી ૮૮૦૦ તરફ કૂચ : ૫૩ પોઈન્ટ વધીને ૮૭૭૮
એનએસઈનો નિફટી સ્પોટ ૮૭૨૪.૭૦  સામે ૮૭૩૯ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બાદ તુરત ઘટી આવીને ૮૭૧૯.૬૦ સુધી આવી ફાર્મા શેરોમાં સન ફાર્મા, ઓરોબિન્દો ફાર્મા, સિપ્લા,  ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝમાં આક્રમક તેજી અને આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી સહિતમાં તેજી અને ઓટો શેરોમાં મારૃતી સુઝુકી, આઈશર મોટર્સ, ટાટા મોટર્સ, ટાટા મોટર્સ ડીવીઆર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં લેવાલી સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલ ઈન્ડિયા સહિતમાં આકર્ષણે અને ગ્રાસીમ, બેંક ઓફ બરોડા, એસીસી સહિતમાં લેવાલીએ વધીને ૮૭૮૩.૯૫ સુધી પહોંચી અંતે ૫૩.૩૦ પોઈન્ટ વધીને ૮૭૭૮ બંધ રહ્યો હતો.
નિફટી ૮૮૦૦નો કોલ ૩૬.૬૦ થી વધીને ૪૬.૮૦ : નિફટી ૮૭૦૦નો પુટ ૪૫.૫૦ થી ગબડીને ૨૬.૦૫
ડેરિવેટીવ્ઝમાં આજે નિફટી બેઝડ આંશિક શોર્ટ કવરિંગ જોવાયું હતું. નિફટી ૮૮૦૦નો કોલ ૨,૮૧,૭૨૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૮,૬૮૨.૮૭ કરોડના કામકાજે ૩૬.૬૦ સામે ૩૯.૯૦ મથાળે ખુલીને નીચામાં ૩૦.૧૦ થઈ વધીને ૫૪.૦૫ સુધી ઉછળી અંતે ૪૬.૮૦ રહ્યો હતો. નિફટી ૮૭૦૦નો પુટ ૨,૩૪,૬૫૧ કોન્ટ્રેકટસમાં રૃ.૧૫,૩૬૭.૬૬ કરોડના કામકાજે ૪૫.૫૦ સામે ૩૪.૭૦ મથાળે ખુલીને ઉપરમાં ૪૫ થઈ ઘટીને ૨૪.૨૫ સુધી આવી અંતે ૨૬.૦૫ રહ્યો હતો. નિફટી ૮૯૦૦નો  કોલ ૧,૯૦,૮૧૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૭૫૫.૫૭ કરોડના કામકાજે ૧૨.૯૦ સામે ૧૩.૯૦ મથાળે ખુલીને નીચામાં ૯.૪૫ થઈ વધીને ૧૭.૮૦ સુધી પહોંચી અંતે ૧૪.૧૦ રહ્યો હતો. નિફટી ૮૬૦૦નો પુટ ૧,૪૫,૯૦૨ કોન્ટ્રેકટસમાં રૃ.૯૪૨૫.૭૪ કરોડના કામકાજે ૨૧.૨૫ સામે ૧૭.૪૫ મથાળે ખુલીને ઉપરમાં ૨૦.૨૦ સુધી પહોંચી ઘટીને ૧૦.૫૫ સુધી આવી અંતે ૧૧.૨૦ રહ્યો હતો.
ફેબુ્રઆરી નિફટી ફયુચર ૮૭૪૩ થી વધીને ૮૭૮૫ : બેંક નિફટી ફયુચર૨૦૨૦૪ થી વધીને ૨૦૩૦૨
નિફટી ફેબુ્રઆરી ફયુચર ૧,૦૩,૬૩૨ કોન્ટ્રેકટસમાં રૃ.૬૮૧૮.૪૯ કરોડના કામકાજે ૮૭૪૩.૧૦ સામે ૮૭૬૦ મથાળે ખુલીને નીચામાં ૮૭૩૪ થઈ વધીને ૮૭૯૬.૧૫ સુધી પહોંચી અંતે ૮૭૮૫.૫૫ રહ્યો હતો. બેંક નિફટી ફયુચર ૮૧,૧૨૨ કોન્ટ્રેકટસમાં રૃ.૬૫૬૮.૮૭ કરોડના કામકાજે ૨૦૨૦૪.૪૦ સામે ૨૦૨૭૦ મથાળે ખુલીને નીચામાં ૨૦૧૧૯.૬૫ થઈ વધીને ૨૦૩૨૬ સુધી પહોંચી અંતે ૨૦૩૦૨.૪૫ રહ્યો હતો. નિફટી  ૯૦૦૦નો કોલ ૧,૦૯,૩૭૨ કોન્ટ્રેકટસમાં રૃ.૭૩૮૬ કરોડના કામકાજે ૪.૫૦ સામે ૪.૬૫ મથાળે ખુલીને ઉપરમાં ૫.૭૦ થઈ ઘટીને ૩.૧૫ સુધી આવી અંતે ૩.૯૦ રહ્યો હતો. નિફટી ૮૫૦૦નો પુટ ૧,૧૬,૫૭૩ કોન્ટ્રેકટસમાં રૃ.૭૪૩૭.૨૨ કરોડના કામકાજે ૧૦.૧૦ સામે ૮.૫૦ ખુલીને ઉપરમાં ૯.૧૫ થઈ ઘટીને ૫ સુધી આવી અંતે ૫ રહ્યો હતો.
કેડિલા હેલ્થકેરને USFDA ઈન્સ્પેકશનમાં કલીનચીટે રૃ.૭૧ ઉછળીને રૃ.૪૨૯ : સન ફાર્મા,  કોપરાન, ગ્રેન્યુઅલ્સ, વોક્હાર્ટ, ઉછળ્યા
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ઓવર સોલ્ડ પોઝિશન ફંડો, ખેલંદાઓએ કવર કરવા લાગતાં અને કેટલાક ફંડોએ કંપનીઓના સારા સમાચારોએ વ્યાપક લેવાલી થતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૬૧.૫૪ પોઈન્ટ ઉછળીને ૧૫૦૮૦.૨૨  બંધ રહ્યો હતો. કેડિલા હેલ્થકેરના મોરૈયા સવલતોના યુ.એસ.એફડીએ દ્વારા કરાયેલા ઈન્સ્પેકશનના અંતે નો ઓબ્ઝર્વેશન ઈસ્યુ કરવામાં આવ્યાનું કંપનીએ જાહેર કરતાં શેરમાં ધૂમ લેવાલીએ રૃ.૭૧.૪૦ ઉછળીને રૃ.૪૨૯.૪૫, જયુબિલન્ટ રૃ.૩૫.૪૫ ઉછળીને રૃ.૬૯૫.૫૫, કોપરાન રૃ.૩ વધીને રૃ.૬૬.૪૫, ગ્રેન્યુઅલ્સ રૃ.૫.૫૦ વધીને રૃ.૧૨૭.૬૦, વોક્હાર્ટ રૃ.૨૫.૪૦ ઉછળીને રૃ.૬૮૪.૨૦, બાયોકોન રૃ.૩૭.૬૫ વધીને રૃ.૧૦૯૪.૬૫, ફોર્ટિસ રૃ.૬.૭૫ વધીને રૃ.૧૯૮.૯૫, વીવીમેડ રૃ.૩.૪૦ વધીને રૃ.૧૦૫.૫૫, સિન્જેન રૃ.૧૮.૪૦ વધીને રૃ.૪૯૪.૮૦, ઓરોબિન્દો ફાર્મા રૃ.૨૦.૪૫ વધીને રૃ.૬૫૬.૬૦, ન્યુલેન્ડ લેબ રૃ.૨૨.૨૦ વધીને રૃ.૯૧૯.૧૫, સિપ્લા રૃ.૧૦.૦૫ વધીને રૃ.૫૮૩.૪૦, થેમિસ મેડી રૃ.૮.૯૫ વધીને રૃ.૫૮૨.૫૫, જેબી કેમિકલ્સ રૃ.૬.૫૦ વધીને રૃ.૩૩૧.૭૫, ટોરન્ટ ફાર્મા રૃ.૨૨.૮૦ વધીને રૃ.૧૨૫૬,  અજન્તા  ફાર્મા રૃ.૧૫.૭૫  વધીને રૃ.૧૭૬૮.૩૫ રહ્યા હતા.
TCSમાં શેર બાયબેક માટે ૨૦,ફેબુ્રઆરીના મીટિંગ : શેર રૃ.૩૧ વધીને રૃ.૨૪૪૬ : ઈન્ફોસીસ, માઈન્ડટ્રી, ટેક મહિન્દ્રા વધ્યા
આઈટી-સોફટવેર કંપનીઓના શેરોમાં આજે ટીસીએસ દ્વારા શેરોના બાયબેક માટે ૨૦,ફેબુ્રઆરી ૨૦૧૭ના બોર્ડ મીટિંગમાં વિચારણા કરવાનો નિર્ણય લેવાતાં તેમ જ અમેરિકામાં આઈટી ક્ષેત્રે મોટી બિઝનેસ તકોના પરિણામે  શેરોમાં ફંડોની આક્રમક લેવાલી રહી હતી. ટીસીએસ રૃ.૩૧.૨૦ વધીને રૃ.૨૪૪૬.૯૦, ઈન્ફોસીસ રૃ.૨૯.૫૫ વધીને રૃ.૧૦૧૧.૯૦, માઈન્ડટ્રી રૃ.૧૧.૯૦ વધીને રૃ.૪૬૭.૯૫, ટેક મહિન્દ્રા રૃ.૮.૬૦ વધીને રૃ.૫૦૪.૧૦, એચસીએલ ટેકનોલોજી રૃ.૧૪.૧૦ વધીને રૃ.૮૪૩.૪૦, વિપ્રો રૃ.૬ વધીને રૃ.૪૮૦.૬૦, ઓરેકલ ફિનસર્વ રૃ.૩૦.૭૫ વધીને રૃ.૩૬૨૧.૯૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૦૬.૧૯ પોઈન્ટ વધીને ૧૦૩૩૬.૩૦ બંધ રહ્યો હતો.
ક્રુડ ઓઈલમાં વધ્યામથાળેથી નરમાઈ : આઈઓસી, ગેઈલ, રિલાયન્સ, એચપીસીએલ,, પેટ્રોનેટ વધ્યા
ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ વધતાં અટકીને અમેરિકામાં ક્રુડનો સ્ટોક વધ્યાના અહેવાલ વચ્ચે ભાવ ઘટાડા તરફી રહ્યા હતા. આઈઓસી રૃ.૮.૧૫ વધીને રૃ.૩૭૬, ગેઈલ ઈન્ડિયા રૃ.૮.૩૫ વધીને રૃ.૫૦૨.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૪.૦૫ વધીને રૃ.૧૦૬૪.૯૫, એચપીસીએલ રૃ.૬.૩૦ વધીને રૃ.૫૩૧.૭૦, પેટ્રોનેટ એલએનજી રૃ.૪.૩૫ વધીને રૃ.૩૮૫.૭૫ રહ્યા હતા.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે પાંચ એસોસીયેટ બેંકોના મર્જરને મંજૂરીએ મજબૂતી : ફેડરલ બેંક, બીઓબી, એકસીસ બેંક વધ્યા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે તેની પાંચ  એસોસીયેટ બેંકોનું મર્જર કરવાને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવ્યાના સમાચારે શેરોમાં મજબૂતી જોવાઈ હતી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૧.૭૫ વધીને રૃ.૨૭૦.૪૦, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર રૃ.૨૩.૫૫ વધીને રૃ.૫૮૩.૫૦, સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર રૃ.૨૫ વધીને રૃ.૭૪૩ રહ્યા હતા. અન્ય શેરોમાં આઈઓસી રૃ.૧.૨૫ વધીને રૃ.૨૬.૮૫, ઈન્ડિયન બેંક રૃ.૧૦.૦૫ વધીને રૃ.૨૮૯.૧૫, બેંક ઓફ ઈન્ડિયા રૃ..૧.૯૦ વધીને રૃ.૧૨૫.૪૫, ફેડરલ બેંક રૃ.૧.૬૫ વધીને રૃ.૮૨.૫૫, બેંક ઓફ બરોડા રૃ.૨.૮૫ વધીને રૃ.૧૬૬.૦૫, એકસીસ બેંક રૃ.૫.૦૫ વધીને રૃ.૪૯૩, કોટક મહિન્દ્રા બેંક રૃ.૭.૭૫ વધીને રૃ.૭૯૨.૨૦, પીએનબી રૃ.૧.૦૫ વધીને રૃ.૧૪૦.૮૫, એચડીએફસી બેંક રૃ.૪.૯૦ વધીને રૃ.૧૩૨૭.૩૫ રહ્યા હતા.
વેદાન્તા, જિન્દાલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, સેઈલ, ટાટા સ્ટીલ ઉંચકાયા : મેટલ ઈન્ડેક્સ ૨૨૯ પોઈન્ટ ઉછળ્યો
લંડન મેટલ એક્સચેન્જમાં નોન ફેરસ મેટલના ભાવ વધ્યા સાથે સ્ટીલના ભાવમાં પણ અન્ડરટોન તેજીનો રહેતાં મેટલ શેરોમાં આજે ફંડોના શોર્ટ કવરિંગ સાથે લેવાલીએ બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૨૯.૪૪ પોઈન્ટ વધીને ૧૧૬૯૩.૪૫ બંધ રહ્યો હતો. વેદાન્તા રૃ.૧૫.૦૫ વધીને રૃ.૨૬૨.૬૫, જિન્દાલ સ્ટીલ રૃ.૩ વધીને રૃ.૯૨.૭૫, હિન્દુસ્તાન ઝિંક રૃ.૯.૧૫ વધીને રૃ.૩૦૨.૩૦, સેઈલ રૃ.૧.૩૫ વધીને રૃ.૬૦.૩૫, ટાટા સ્ટીલ રૃ.૯.૭૦ વધીને રૃ.૪૬૯.૮૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૩.૭૫ વધીને રૃ.૧૮૭.૩૦, હિન્દાલ્કો રૃ.૩.૨૦ વધીને રૃ.૧૮૭.૭૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક તેજી : ૧૮૦૩ શેરો પોઝિટીવ બંધ : ૨૧૪ શેરોમાં તેજીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે ફરી વ્યાપક લેવાલી નીકળતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૭૮ સ્ક્રીપોમાંથી વધનારની સંખ્યા ૧૮૦૩ અને ઘટનારની સંખ્યા ૯૯૮ રહી હતી. ૨૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે  ૨૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.
 FIIની કેશમાં રૃ.૨૧૫ કરોડની વેચવાલી, ફયુચર્સમાં રૃ.૧૫૯ કરોડની ખરીદી : DIIની રૃ.૮૪૬ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારોની આજે-ગુરૃવારે કેશમાં રૃ.૨૧૫.૬૯ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૃ.૫૦૪૩.૧૦  કરોડની ખરીદી સામે કુલ રૃ.૫૨૫૮.૭૯ કરોડની વેચવાલી રહી હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની કેશમાં રૃ.૮૪૬.૧૧ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૃ.૨૮૭૬.૬૦ કરોડની ખરીદી સામે કુલ રૃ.૨૦૩૦.૪૯ કરોડની વેચવાલી રહી હતી. એફઆઈઆઈની ફયુચર્સમાં આજે ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૧૦૨.૮૪ કરોડની ચોખ્ખી ખરીદી સામે સ્ટોક ફયુચર્સમાં રૃ.૫૬.૪૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
Keywords business,share,market,

Post Comments