Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

RILનું માર્કેટ કેપિટલાઈઝેશન પ્રથમ વખત રૃા.પાંચ લાખ કરોડની સપાટીને પાર

- અગાઉ ટીસીએસે આ સિદ્ધિ હાંસલ કરી હતી : આગામી સમયમાં વૈશ્વિક સ્તરે કરેક્શનની સંભાવના

અમદાવાદ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે જ રિલાયન્સ ઇન્ડ.ના શેરમાં ચાલુ રહેલ નવી લેવાલીના પગલે તે વધીને ૧૫૫૧ની સપાટીએ પહોંચતા જ તેના માર્કેટ કેપ રૃા. પાંચ લાખ કરોડની સપાટી કૂદાવી એક નવો વિક્રમ રચ્યો હતો.

ભારતીય શેર બજારોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધુ વેલ્યુએશન ધરાવતી કંપની તરીકે આગળ વધતી રહી આજે કંપનીના ટ્રેડીંગ ઈતિહાસમાં પ્રથમ વખત કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૃ.પાંચ લાખ કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર આજ ઈન્ટ્રા-ડે રૃ.૧૫૫૮.૮૦ની વર્ષની નવી ઊંચાઈએ પહોંચીને અંતે રૃ.૨૦.૩૦ વધીને રૃ.૧૫૫૧ રહ્યો હતો.

હમણાં સુધી દેશની માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે ટોચની કંપની રહેલી ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(ટીસીએ) રિલાયન્સ બાદ બીજા સ્થાને રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ આજે ઈન્ટ્રા-ડે રૃ.૧૫૫૮.૮૦ની ઊંચાઈને આંબ્યો ત્યારે રૃ.પાંચ લાખ કરોડને આંબી જઈ રૃ.૫,૦૫,૯૭૦ કરોડ રહ્યું હતું. કઉલ્લેખનીય છે કે ટીસીએસ રૃ.૪,૫૯,૬૩૯ કરોડ માર્કેટ કેપિટલાઈઝેશન સાથે બીજા સ્થાને રહી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના એપ્રિલ થી જૂન ૨૦૧૭ના પ્રથમ ત્રિમાસિકના પરિણામ ચાલુ સપ્તાહમાં ગુરૃવારે જાહેર થનારા છે અને ત્યાર બાદ શુક્રવારે કંપનીની એજીએમ યોજાનાર છે. ચાલુ જુલાઈ માસમાં રિલાયન્સનો શેર ૧૧ ટકા વધ્યો છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં તેમાં ૪૧ ટકાનો વધારો થવા પામ્યો છે.

દરમિયાન બજારના એનાલીસ્ટોએ જણાવ્યું હતું કે, ૯૫૦૦- ૯૭૦૦ની આસપાસ કંસોલીડેશનની સ્થિતિ બાદ નિફ્ટીમાં મજબૂત બ્રેકઆઉટ થવા સાથે સાથે નિફ્ટી પ્રથમ વખત આજે ૯૯૦૦ ઉપર બંધ આવ્યો છે. જો કે, બજારના હાલના વલણને લઈને હર્ષ સાથે સાવચેતીનું વલણ અપનાવવું જરૃરી છે.

હાલ કોર્પોરેટ પરિણામની સિઝન શરૃ થઈ ગઈ છે પણ બજાર બેફામપણે વધારો દર્શાવી રહ્યું છે. વૈશ્વિક સ્તરની વાત કરીએ તો અમેરિકામાં બોન્ડની ઉપજમાં વધારો જોવા મળી રહ્યો છે. જો આ સિલસિલો આગામી બે-ત્રણ સપ્તાહ સુધી જારી રહેશે તો આગામી સમયમાં વૈશ્વિક સ્તરે કરેક્શનની સંભાવના છે. આમ, હાલના સમયમાં બજારમાં સાવચેતીનું વલણ અપનાવવું અત્યંત જરૃરી છે.

Post Comments