Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધી બાદ ફેરીયાઓના ધંધામાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો

- રૃ. ૨૫૦૦૦થી વધુના કેશના સોદા હવે ડિજિટલ મોડથી થાય છે: અભ્યાસ

નવી દિલ્હી, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
નોટબંધીના અમલ બાદ દેશભરના વિવિધ ધંધા-રોજગાર પર ગંભીર અસર થઈ છે. જેમાં ફેરી કરીને ધંધો-રોજગાર કરી ગુજરાન ચલાવતા ફેરીયાઓના ધંધામાં ૫૦ ટકાથી વધુનો ઘટાડો થયો છે તેમ સ્ટેટ બેંકે હાથ ધરેલા એક અભ્યાસના તારણમાં જણાવ્યું છે.
 
આ અભ્યાસમાં જણાવ્યા મુજબ દેશમાં નોટબંધી બાદ રૃ. ૨૫૦૦૦થી વધુના કેશથી થતા સોદા ડિજિટલ મોડથી થયા છે. આ સોદા એમ-વોલેટસ અથવા તો પીઓએસ મશીન થકી નોંધાયા છે.
 
જોકે, આ મુદ્દાની બીજી તરફ વેપારીઓ નાની રકમના વ્યવહાર રોકડમાં જ કરવાનો આગ્રહ જ રાખે છે. આ ઉપરાંત સંખ્યાબંધ વેપારીઓ પીઓએસ મશીનની કનેકટીવીટી અંગે બારે તકલીફ અનુભવતા હોવાનું જણાવ્યું છે.
 
આ અભ્યાસના તારણમાં જણાવ્યા મુજબ ૬૯ ટકા વેપારીઓએ જણાવ્યું હતું કે નોટબંધીના કારણે તેમના બિઝનેસ પર ૫૦ ટકા આસપાસ પ્રતિકુળ અસર થઇ છે. જયારે ૭૧ ટકા પ્રતિસાદ આપનારાઓએ જણાવ્યું હતું કે આ પગલાથી તેમના ધંધા રોજગાર પર ૫૦ ટકાથી વધુ અસર થઇ છે. જયારે બાંધકામ ક્ષેત્રે ૫૫ ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમના બિઝનેસ પર ૫૦ ટકાથી વધુ પ્રતિકૂળ અસર થઇ છે. 
 
ઓટોમોબાઈલ અને કેમિસ્ટસની દુકાનો જ્યાં અગાઉથી જ ડિજિટલ ટ્રાન્ઝકશન્સ થતા રહ્યા છે તેમને ખાસ અસર થઈ નહોતી, એમ સર્વે પર તૈયાર કરાયેલા અહેવાલમાં જણાવાયું હતું. ૩૦ ડિસેમ્બરથી ૩ જાન્યુઆરી દરમિયાન હાથ ધરાયેલા સર્વેમાં ભાગ લેનારામાંથી ૬૩ ટકા લોકોએ નોટબંધીના નિર્ણયને આવકાર્યો હતો. મુંબઈ તથા પૂણે ખાતે સંગઠીત તથા અસંગઠીત વેપાર ગૃહોને સર્વે હેઠળ આવરી લેવાયા હતા. 
 

Post Comments