આઈટી ક્ષેત્રમાં કર્મચારીઓની મોટેપાયે છટણીના અહેવાલને નાસ્કોમે ફગાવી દીધા
- ૨૦૨૫ સુધીમાં ૩૦ લાખ નવા રોજગાર ઊભા થવાનો દાવો

ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રમાં કર્મચારીઓની છટણીના તાજેતરના અહેવાલોને આઈટી ઉદ્યોગની સંસ્થા નાસ્કોમે ફગાવી દીધા છે અને જણાવ્યું હતું કે, ઉદ્યોગ આ વર્ષે દોઢ લાખ કર્મચારીઓની ભરતી કરશે, જો કે રોજગારને સુસંગત બનવા એન્જિનિયરોએ નવેસરથી તાલીમ લેવી પડશે.
દેશની અનેક મોટી આઈટી કંપનીઓ કર્મચારીઓની છટણી કરવાની વેતરણમાં હોવાના અહેવાલ પ્રકાશિત થયા હતા. મોટેપાયે છટણીના અહેવાલને અમે નકારી કાઢીએ છીએ. નાણાં વર્ષ ૨૦૧૭માં ૧.૭૦ લાખ કર્મચારીઓનો ઉમેરો થયો હતો જ્યારે ચોથા ત્રિમાસિક ગાળામાં દેશની ટોચની પાંચ આઈટી કંપનીઓનું ગ્રોસ હાયરિંગ ૫૦,૦૦૦થી વધુ રહ્યું હતું એમ નાસ્કોમના પ્રમુખ આર. ચન્દ્રશેખરે જણાવ્યું હતું.
ઓટોમેશનના વધેલા પ્રવાહ, આર્ટિફિસિઅલ ઇન્ટેલિજન્સના ઉપયોગ અને અમેરિકા દ્વારા રોજગારના નવા ધોરણોને કારણે આઈટી ક્ષેત્રમાં થઈ રહેલા ફેરબદલો ૧૦થી ૧૫ વર્ષના અનુભવ સાથેના મધ્યમ કદના કર્મચારીઓને અસર કરી શકે છે કારણ કે આ સ્તરના કર્મચારીઓ નવી તાલીમ લેવાનું ટાળે છે એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ આજે ઓટોમેશન, રોબોટિકસ, એનાલિટિકસ અને સાઈબર સિક્યુરિટીની નવી ટેકનોલોજીઓ તરફ વળી રહ્યું હોવાનું ધ્યાનમાં રાખતા કર્મચારીઓએ નવેસરથી તાલીમ લેવી પડશે નહીંતર તેઓ માટે સ્થાન નહી ંરહે એમ નાસ્કોમે જણાવ્યું હતું. નાસ્કોમે પોતાના સભ્યોનો સંપર્ક સાધ્યો હતો અને તેમણે નવી ભરતી કરવાનું ચાલુ રહેશે એવી ખાતરી પણ આપી હતી.
આ વર્ષમાં દોઢ લાખ નવી ભરતી થવાનો અંદાજ મળી રહ્યો છે. ટેક સ્ટાર્ટઅપ્સ, ઈ-કોમર્સ, ડિજિટલ ઈન્ડિયા અને ડિજિટલ પેમેન્ટસ જેવા ક્ષેત્રોમાં નવી તકો ઊભરી રહી છે. ૨૦૨૫ સુધીમાં ૩૦ લાખ નવા રોજગાર ઊભા થવાની ધારણાં છે.
આઈટી કંપનીઓએ કર્મચારીઓની વાર્ષિક કામગીરીની સમીક્ષા કરવાનું ચાલુ કર્યું છે અને આ સમીક્ષામાં નબળી કામગીરી સાથેના કર્મચારીઓને પાણીચું આપવામાં આવે છે. આ વર્ષે છટણીના મુદ્દે શા માટે આટલી બુમાબુમ થઈ રહી છે તે બાબતમાં નોસ્કોમ કોઈ સ્પષ્ટતા કરી શકી નથી. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં વર્ક પરમિટ સખત બનતા આ ક્ષેત્ર સામે ઊભા થયેલા પડકાર વચ્ચે આવી પડેલા આ અહેવાલે વધુ ગભરાટ ફેલાવી દીધો છે.
Post Comments
ભારત ૨૦૩૨ની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે દાવેદારી કરશે
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના વડા થોમસ બાચ ભારતની મુલાકાતે આવી પહોંચ્યા છે, ત્યારે ભારતીય ..
More...
કિંગ્સ ઈલેવન પંજાબને આજે કોલકાતા સામે પણ વિજય મેળવવાની આશા
ક્રિસ ગેલની તોફાની સદીને સહારે કિંગ્સ ઈલેવન પંજાબે હૈદરાબાદને સિઝનનો પ્રથમ પરાજય આપ્યો હતો. હવે..
More...
IPLની આ સિઝનને બચાવી લીધી ગેલને હરાજીમાં કોઇ ખરીદનાર જ નહતું
ગેલે ગઇકાલે સનરાઇઝર્સ હૈદ્રાબાદ સામે ૬૩ બોલમાં ૧૦૪ અણનમ વિજયી સદી ફટકારીને આઇપીએલમાં ..
More...
વોટસનના ૫૭ બોલમાં ૧૦૬ રન આઇપીએલ કારકિર્દીની ત્રીજી સદી
ચેન્નાઈ સુપર કિંગ્સના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વોટસને ૫૧ બોલમાં સદી પુરી કર્યા બાદ ૯ ચોગ્ગા..
More...
વોર્નર હાલ નવા મકાનના બાંધકામમાં વ્યસ્ત
બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ એક વર્ષનો પ્રતિબંધ ભોગવી રહેલો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર હાલમાં પોતા..
More...
એર્સેન વેંગર આર્સેનલ ફૂટબોલ કલબના કોચ તરીકેના ૨૨ વર્ષના કાર્યકાળનો અંત આણશે
ઈંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં આર્સેનલ કલબના કોચ - મેનેજર તરીકે છેલ્લા ૨૨ વર્ષથી જવાબદારી સંભાળી..
More...
ચેરિટી ટી-૨૦ : વર્લ્ડ ઈલેવનમાં આફ્રિદી અને પરેરાનો સમાવેશ
વેસ્ટ ઈન્ડિઝ સામેની ચેરિટી ટી-૨૦ માટેની વર્લ્ડ ઈલેવનમાં પાકિસ્તાનના ઓલરાઉન્ડર આફ્રિદી અને શ્રીલંકાના..
More...
રાધિકા ફરી હોલિવૂડમાં અભિનયના ઓજસ પાથરશે
યંકા ચોપરા અને દીપિકા પાદુકોણ પછી હવે અભિનેત્રી રાધિકા આપ્ટે પણ હવે હોલિવૂડના પડદે ચમકવા..
More...
બાહુબલી-૨ હવે ચીનમાં રિલિઝ થશે
ભારતમાં ૨૦૧૭માં રિલિઝ થયેલી બાહુબલી ૨એ રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. ફક્ત આ ફિલ્મનો રેકોર્ડ..
More...
ત્રણ વર્ષે રણબીર-દીપિકા રેમ્પ પર સાથે દેખાયા
એક સમયના લવબર્ડ્ઝ રણબીર કપૂર અને દીપિકા પાદૂકોણ તાજેતરમાં એક ફેશન શોમાં હાથમાં હાથ પકડીને..
More...
કોરિયોગ્રાફર ગીતા ગરોળીથી ડરીને સેટ છોડી જતી રહી
એક ટેલીવિઝન રિયાલિટી શોના સેટ પર બોલિવૂડ કોરિયોગ્રાફર ગીતા કપૂર જોડે મજાક કરવામાં આવી હતી..
More...
સુનિલને સલમાનની ફિલ્મમાં કામ મળ્યું
કપિલ શર્મા સાથેના વિવાદોને કારણે ચર્ચામાં રહેતા કોમેડિયન સુનિલ ગ્રોવરની કારકિર્દીની ગાડી ધીરે-ધીરે ઝ..
More...
સલમાન પરના કાનૂની કેસનાં ભાવિને લઈ ખાન પરિવારમાં ટેન્શન
સલમાન ખાન જે રીતે શિકારના કેસના ચુકાદા વિશે ઉદાસીન વલણ દાખવી રહ્યો છે ..
More...
જ્હોન અબ્રાહમની 'પરમાણુ'નો વિવાદ થંભવાનું નામ નથી લેતો
જોન અબ્રાહમ અભિનિત પરમાણુ ફિલ્મ હવે નવા વિવાદમાં ફસાઈ છે. હજી ૩ દિવસ અગાઉ..
More...
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
Religion & Astro
-
NRI News