Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂતોનો રોષ ખાળવા તુવેર, મગ, અડદ જેવા કઠોળના ટેકાના ભાવમાં વધારો

- વિશ્વબજારમાં સોયાતેલના ભાવમાં ઉછાળો

મુંબઈ, તા.17 જૂન, 2017, શનિવાર
 
મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે ભાવોમાં ધીમો ચમકારો જોવા મળ્યા હતો. સરકારે સોયાબીન સીડના ટેકાના ભાવો રૃ.૨૭૭૫થી વધારી રૃ.૩૦૫૦ કર્યાના સમાચારો હતા. આના પગલે તેલિ-બિયાં બજારમાં આજે ઘટયા મથાળે આંતરપ્રવાહો મક્કમ બતાવાતા હતા. સોયાતેલ વાયદો ટેકાના ભાવો વધ્યા પછી રૃ.૬૪૦ થઈ છેલ્લે રૃ.૬૩૬.૭૦ બોલાતો હતો.
સરકારે તૂવેર, મગ, અડદ વિ. કઠોળના ટેકાના ભાવો પણ વધાર્યા છે. બોનસ સાથે ભાવો ગણતાં તૂવેરના ટેકાના ભાવો રૃ.૫૦૫૦થી વધી રૃ.૫૪૫૦, મગના ટેકાના ભાવો રૃ.૫૨૨૫થી વધી રૃ.૫૫૭૫ તથા અડદના ટેકાના ભાવો રૃ.૫૦૦૦થી વધી રૃ.૫૪૦૦ કરાયાના સમાચારો હતા. વિશ્વબજારના સમાચારો પ્રોત્સાહક હતા. અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૩૭થી ૪૧ પોઈન્ટ વધ્યાના સમાચારો હતા જ્યારે ત્યાં સોયાખોળના ભાવો પણ વધ્યા છે. ઉપરાંત ત્યાં સોયાબીનના ભાવો વાયદાના ઓવરનાઈટ ૪૨થી ૬૦ પોઈન્ટ ઉછળ્યાના સમાચારો હતા. દરમિયાન, ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ માઈન્સમાં બોલાઈ રહ્યો હતો.
મુંબઈમાં આજે પામતેલના ભાવો ૧૦ કિલોના હવાલા રિસેલના રૃ.૫૪૬ વાળા રૃ.૫૪૭ જ્યારે જેએનપીટીના ભાવો રૃ.૫૪૨ રહ્યા હતા. રૃ.૫૪૩માં ૫થી ૧૫ જુલાઈની ડિલીવરીની શરતે આજે આશરે ૫૦૦થી ૧૦૦૦ ટનના વેપારો થયા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવો જે તાજેતરમાં રૃ.૫૦૦ની અંદર જતા રહ્યા હતા તે આજે ફરી રૃ.૫૦૦ને આંબી ગયા હતા. સિંગતેલના ભાવો રૃ.૯૪૦, કપાસીયા તેલના રૃ.૬૪૦, સનફલાવરના ભાવો રૃ.૫૯૫ તથા રિફાઈન્ડના રૃ.૬૫૨, સોયાતેલના ભાવો ડિગમના રૃ.૫૮૫ તથા રિફાઈનરીના રૃ.૬૨૫ બોલાતા હતા. ભાવો એકંદરે ઉંચા બોલાઈ રહ્યા હતા.
કોપરેલ નરમ હતું. ભાવો ૧૦ કિલોના રૃ.૧૨૩૦ વાળા રૃ.૧૨૨૦ રહ્યા હતા. દરમિયાન, રાજકોટ બાજુ આજે ભાવો સિંગતેલના રૃ.૯૦૦ તથા ૧૫ કિલોના રૃ.૧૪૨૦થી ૧૪૩૦ રહ્યા હતા જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવો રૃ.૬૦૫ રહ્યા હતા. દિવેલના ભાવો એફએસજી કંડલાના રૃ.૯૧૮ વાળા રૃ.૯૧૬ રહ્યા હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો તથા ખોળ બજારમાં ભાવો આજે શાંત રહ્યા હતા.
દેશમાં તાજેતરમાં વિવિધ ખાદ્યતેલોની આયાતમાં વૃધ્ધિ નોંધાઈ છે. દરમિયાન, દેશમાં હવે વરસાદની ચાલ પર બજારોની નજર રહી છે. જોકે વિવિધ રાજ્યોમાં વરસાદ ખેંચાતા કૃષી બજારો તથા કૃષી જગતમાં હાલ ચિંતાની લાગણી દેખાઈ છે.
 ઘરઆંગણે મગફળીની આવકો ગોંડલ યાર્ડમાં આશરે નવ હજાર ગુણી આવી હતી તથા ત્યાં ભાવો ૨૦ કિલોના જાતવાર રૃ.૭૦૦થી ૮૩૦ રહ્યા હતા. રાજકોટ બાજુ ભાવો રૃ.૬૮૦થી ૮૭૫ રહ્યા હતા. સિંગદાણાની ઓલ મિડિયા આવકો હાલ દૈનિક સરેરાશ બેથી અઢી લાખ ગુણી આવી રહી છે. આર્જેન્ટીનામાં હડતાલના પગલે પોર્ટ પર આશરે ૩૦ જહાજો અટવાયા છે. ભારતમાં વિવિધ ખાદ્યતેલો પર આયાત જકાત વધારવા તાજેતરમાં માગણી વધી છે પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ હાલ તુરત આયાત જકાત વધારવાની કોઈ દરખાસ્ત નથી.

Post Comments