Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આરોગ્ય વીમાના ખોટા દાવામાં સાથ આપતી હોસ્પિટલો પર નજર રખાશે

- દાવાઓની સંખ્યા વધી જતા વીમા કંપનીઓને પ્રીમિયમના દર વધારવા ફરજ પડે છે

મુંબઈ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

ખોટા દાવાઓને પ્રોત્સાહન આપતી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ પર નજર રાખવા ભારતની આરોગ્ય વીમા કંપનીઓ એકત્રિત આવી છે અને ખાસ ડેટાબેઝ તૈયાર કરશે. વીમા કંપનીઓની મુખ્ય સંસ્થા જનરલ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલે (જીઆઈ કાઉન્સિલ) આરોગ્ય વીમા વેચતી કંપનીઓને તેમના દ્વારા ઓળખી કઢાયેલા ગેરરીતિભર્યા દાવાની માહિતી સુપરત કરવા સૂચના આપી છે.

હોસ્પિટલો દ્વારા વધુ પડતા અથવા દાવા મેળવવા ખોટા બિલ પૂરા પડાતા હોવાના આક્ષેપો સામે સાથે મળીને લડત ચલાવવા વીમા કંપનીઓ એકત્રિત થાય તે માટે કાઉન્સિલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પ્રયાસો હાથ ધરાયા હતા.

કાઉન્સિલે સ્વતંત્ર રીતે આ નિર્ણય લીધો છે અને નાણાં મંત્રાલય તરફથી તેમને કોઈ નિર્દેશ અપાયો નથી એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. નાણાં મંત્રાલય હેઠળના નાણાંકીય સેવા વિભાગે પણ આવા જ પ્રકારની કવાયત હાથ ધરવા જાહેર ક્ષેત્રની દરેક વીમા કંપનીઓને લખી જણાવ્યું છે.કેન્દ્ર સરકાર એક તરફ દેશભરમાં આરોગ્ય વીમાનું વેચાણ કરવા ખાસ કરીને ગરીબોને તે મળી રહે માટે ઘણી મહેનત કરી રહી છે ત્યારે આ દેખરેખ મહત્વની બની રહે છે. આરોગ્ય વીમાનું ગેરરીતિભર્યું વેચાણ એક મોટું જોખમ હોવાનું સરકારે ઓળખી કાઢયું છે.

વીમા કંપનીઓએ તેમણે કરેલી તપાસની માહિતી દસ્તાવેજી પુરાવા સાથે કાઉન્સિલને પૂરી પાડવાની રહેશે એમ કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું. દેશમાં આરોગ્ય વીમા કવચ પૂરા પાડતી અને ઈરડા દ્વારા લાયસન્સ પ્રાપ્ત ૨૮ વીમા કંપનીઓને કાઉન્સિલે પત્ર પાઠવ્યો છે. પ્રાપ્ત થનારી માહિતીને આધારે આરોગ્ય વીમા મેળવવા માટે કેવા પ્રકારની ગેરરીતિ થાય છે તેની માહિતી સંબંધિતોને પૂરી પાડવાની યોજના છે.

વીમા ક્ષેત્રે ગેરરીતિભર્યા દાવા પર અંકૂશ આવશે તો વીમા પ્રીમિયમ નીચા રાખવામાં મદદ મળી રહેશે અને પ્રમાણિક વીમાધારકોએ તેનો ભોગ નહીં બનવો પડે એવો પણ પગલાં પાછળનો હેતુ હોવાનું સુત્રોએ ઉમેર્યું હતું.

Post Comments