Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંગતેલમાં આંચકા પચાવી ફરી ચમકારો એરંડા તથા દિવેલમાં પચાવાતો ઉછાળો

- કપાસિયા ખોળ તથા સનફલાવર ખોળમાં ઘટાડો

- પામતેલમાં ૩૦૦ ટનના વેપાર : સોયાખોળના ભાવ ઉંચકાયા

મુંબઈ, તા. 20 માર્ચ, 2017, સોમવાર
 
મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સિંગતેલના  ભાવો આંચકા પચાવી  ફરી વધી આવ્યા હતા. મથકોના સમાચારો પ્રોત્સાહક હતા. મુંબઈમાં સિંગતેલના ભાવો ૧૦ કિલોના રૃ.૯૯૦ થઈ સાંજે રૃ.૧૦૧૦ બોલાતા હતા.  રાજકોટ બાજુ ભાવો રૃ.૯૫૦ થઈ રૃ.૯૭૦ તથા ૧૫ કિલોના ભાવો રૃ.૧૫૧૦ થઈ રૃ.૧૫૨૦થી ૧૫૩૦ બોલાયા  હતા.  મગફળીની આવકો ગોંડલ યાર્ડમાં આશરે  ૧૧ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં હાજર ભાવો મગફલીના ૨૦ કિલોના જાતવાર રૃ.૭૦૦થી ૮૫૦ રહ્યાના સમાચારો હતા.
 
રાજકોટ યાર્ડમાં મગફળીની આવકો  આશરે ૧૩ હજાર ગુણી નોંધાઈ હતી તથા ત્યાં મગફળીના હાજર ભાવો  ૨૦ કિલોના જાતવાર રૃ.૭૦૦થી ૮૬૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં હવામાન મિશ્ર હતું. મલેશિયામાં   પામતેલનો વાયદો આજે ઘટી છેલ્લે ૨૮,૩૩, ૨૫ તથા ૨૨ પોઈન્ટ માઈનસમાં બંધ રહ્યો હતો જયારે ત્યાં  પામ પ્રોડકટના ભાવો અઢી ડોલર ઘટયા હતા.
 
જોકે અમેરિકાના શિકાગો સોયાતેલ વાયદા બજારના સમાચારો આજે  સાંજે પ્રોજેકશનમાં  ૨૪થી ૨૫ પોઈન્ટ  પ્લસમાં હતા. દરમિયાન, મુંબઈમાં પામતેલના ભાવો હવાલા રિસેલના ૧૦ કિલોના રૃ.૫૭૮ તથા જેએનપીટીના  રૃ.૫૭૩ હતા. રૃ.૫૮૦માં રિફાઈનરીના ડાયરેકટ  ડિલીવરીના  આશરે ૩૦૦ ટનના વેપારો હતા.
 
દરમિયાન,  ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવો રૃ.૫૪૨ બોલાતા  સીપીઓ વાયદાના ભાવો આજે સાંજે રૃ.૫૩૧.૪૦  તથા સોયાતેલ વાયદાના ભાવો સાંજે રૃ.૬૪૪.૫૦ બોલાયા હતા.
 
મુંબઈમાં ૧૦ કિલોના ભાવો સોયાતેલ રિફા.ના  રૃ.૬૪૭, સન ફલાવરના રૃ.૬૧૦,  રિફા.ના રૃ.૬૬૫  હતા. જયારે  કપાસિયા તેલના ભાવો રૃ.૬૪૯ તથા કોપરેલના રૃ.૧૨૬૦  બોલાતા હતા. દિવેલના ભાવો વધતા અટકી ૧૦ કિલોના પ્રત્યાઘાતી રૃ.૩થી ૧૦ ઘટી કોમર્શિયલના  રૃ.૯૬૭,  એફએસજીના રૃ.૯૭૭  તથા એફએસજી કંડલાના રૃ.૯૩૮ બોલાયા હતા જયારે  એરંડાના હાજર ભાવોે રૃ.૪૭૦૦ વાળા રૃ.૪૬૮૫ હતા. મુંબઈ ખોળ બજારમાં આજે  ભાવો કપાસિયા ખોળના રૃ.૨૩૬૦૦ વાળા રૃ.૨૩૫૦૦ જયારે સનફલાવર ખોળના ભાવો રૃ.૧૭૦૦૦ વાળા રૃ.૧૬૮૦૦ હતા. સોયાખોળના ભાવો રૃ.૨૪૫૨૫ વાળા ઉછળી રૃ.૨૪૭૩૦  હતા.  અન્ય ખોળો શાંત હતા.
 
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ આશરે ૫૮થી ૬૦ હજાર ગુણી આવી હતી તથા એરંડાના હાજર ભાવો  રૃ.૮૮૫થી ૯૦૦ના મથાળે મક્કમ રહ્યા હતા જયારે  વાયદા બજાર વધ્યા મથાળે   અથડાતી હતી. એરંડાના વાયદાના રૃ.૪૫૬૪ તથા મે વાયદાના રૃ.૪૬૩૨  હતા.  હૈદ્રાબાદ  બાજુ ૧૪૦૦થી ૧૫૦૦  ગુણીની આવકો વચ્ચે ભાવો એરંડાના  રૃ.૪૨૦૦ તથા  દિવેલના રૃ.૮૯૦ રહ્યાના સમાચારો હતા.
 
મધ્ય પ્રદેશ બાજુ આજે મથકોએ સોયાબીનની  આવકો આશરે ૩૫ હજાર ગુણી આવી હતી ત્યાં હાજરભાવો સોયાબીનના રૃ.૨૮૦૦થી ૨૯૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના રૃ.૨૯૨૫થી ૩૦૦૦ હતા ત્યાં  સોયાતેલના હાજર ભાવો  ૬૨૫થી ૬૩૦ તથા રિફા.ના રૃ.૬૫૮થી ૬૬૨ રહ્યાના સમાચારો હતા. મલેશિયાથી પામતેલની કુલ લનિકાસ ચાલુ મહિનાના પ્રથમ ૨૦ દિવસમાં ૭.૯૦ ટકા ઘટી ૬૮૬૭૪૧ ટન થઈ છે જે પાછલા  મહિને આ ગાળામાં ૭૪૫૫૬૪ ટન થયાના સમાચારો હતા. મલેશિયાથી  ભારત તરફ નિકાસ  આ ગાળામાં  ૮૧૨૯૦ ટનથી સહેજ વધી ૮૧૫૦૦ ટન થયાના નિર્દેશો હતા.

Post Comments