Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદી આંચકા પચાવી ઉંચકાયા જ્યારે રૃપિયાના ભાવમાં પીછેહઠ નોંધાઈ

- વિશ્વ બજારમાં ડોલર ઘટયો જ્યારે ઘરઆંગણે ડોલર ઉછળ્યો!

- કસ્ટમના એક્સચેન્જ દરોમાં સરકારે આયાતકારો તથા નિકાસકારો માટે ડોલરના ભાવ ઘટાડયા

સોનાની આયાત ૩૦ ટકા ઘટી: આજથી અમલ
મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
મુંબઈ સોના-ચાંદી બજાર આજે આંચકા પચાવી ભાવો ફરી ઉછળ્યા હતા જયારે કરન્સી બજારમાં ડોલર ઉછળથાં  રૃપિયોે ઘટાડા પર હતો.  વિશ્વ બજારમાં   સોના-ચાંદીમાં   તેજી અટકી હતી.  વિશ્વ બજાર વધતા તથા ઘરઆંગણે  કરન્સી બજારમાં ડોલર ઉછળતાં  ઘરઆંગણે  કિંમતી ધાતુઓની   આયાત પડતર વધી ગઈ છે અને  તેના પગલે  મુંબઈ હાજર બજારમાં   સોના-ચાંદીમાં ઘટાડે નવી વેચવાલી અટકી માનસ લેવાનું  હતું.
 
  મુંબઈ કરન્સી બજારમાં આજે  ડોલરના  ભાવો રૃ.૬૬.૯૦ વાળા ઉંચામાં રૃ.૬૭.૦૮ થઈ  છેલ્લે રૃ.૬૭.૦૭  હતા.   દરમિયાન,   મુંબઈમાં  સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના  સરૃ.૨૯૦૬૫ વાળા ૨૯૨૭૫ ખુલી રૃ.૨૯૩૫૦ બંધ હતા જયારે  ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૨૧૫ વાળા રૃ.૨૯૪૨૫ ખુલી રૃ.૨૯૫૦૦  બંધ હતા.  
 
ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૪૨૯૧૦ વાળા આજે  ૪૩૧૫૦ ખુલી રૃ.૪૩૨૭૦  બંધ રહ્યા પછી સાંજે ભાવો  રૃ.૪૩૩૦૦ થી ૪૩૩૫૦ તથા કેશમાં  ભાવો આ ભાવોથી  રૃ.૨૦૦થી ૨૫૦ જેટલા  નીચા હતા.  વિશ્વ બજારમાં  સોનાના ભાવો  ઔંશના ૧૨૨૬.૧૦ ડોલર વાળા ઉછળી ઉંચામાં  ૧૨૩૮.૫૦ થઈ સાંજે  ૧૨૩૬.૯૦ ડોલર હતા.  સોના પાછળ વિશ્વ બજારમાં  ચાંદીના ભાવો પણ ઔૅશના ૧૭.૮૭  ડોલરવાળા  ઉછળી ઉંચામાં   ૧૮.૧૧ થઈ  સાંજે ૧૮.૦૩   ડોલર રહ્યા હતા.
 
કોપરના ભાવો આજે વિશ્વ બજારમાં  ૬૦૩૩  ડોલર, ટીનના ૧૯૯૫૦  ડોલર, નિકલના   ૧૦૯૩૫  ડોલર, એલ્યુ.ના ૧૮૯૪  ડોલર, જસતના ૨૮૫૧   ડોલર તથા સીસાના ૨૩૦૮ ડોલર હતા.  લંડન એક્સ.માં આજે  કોપરનો સ્ટોક ૯૦૦ ટન વધ્યો હતો.  ટીનનો સ્ટોક ૫૦ ટન વધ્યો.  જોકે આ સિવાયની   ધાતુઓનો સ્ટોક ત્યાં ઘટયાના સમાચારો  હતા.  નિકલનો સ્ટોક  ૫૧૦ ટન, એલ્યુમિનિયમનો સ્ટોક ૩૯૫૦ ટન જસતનેો ૧૮૦૦ ટન તથા સીસાનો  ૨૫ ટન ઘટયો હતો. દરમિયાન ઘરઆંગણે આજે  હિન્દુસ્તાન ઝીંકે જસતના ભાવો  ટનના રૃ.૩૫૦૦ વધાર્યા   હતા જયારે  સીસાના ભાવો જાળવી રાખ્યાના સમાચારો  હતા.
 
દરમિયાન ભારતમાં કસ્ટમ એક્સ.ના દરોમાં ૧૭મી ફેબુ્રઆરીથી અમલમાં આવે એ રીતે  આયાતકારો માટે ડોલરના ભાવો રૃ.૬૮.૪૦થી ઘટાડી  ૬૭.૮૫   કરાયા  છે જ્યારે  નિકાસકારો માટે આવા દરો  રૃ.૬૬.૭૦ વાળા રૃ.૬૬.૧૫ કરવામાં આવ્યા છે.  ભારતમાં  સોનાની  આયાત જાન્યુ.માં આશરે ૩૦ ટકા ઘટી  ૨.૦૪ અબજ  ડોલર થઈ છે એ ૨૦૧૬ના  જાન્યુ.માં  ૨.૯૧  અબજ ડોલર નોંધાઈ  હતી,
 
વિશ્વ બજારમાં આજે  યુરોપિયન શેરબજારો   ઘટાડા પર  હતા. જાપાનની કરન્સી  યેનના ભાવ  ઉછળતાં  વિશ્વ બજારમાં  સોનામાં  હેજફંડો   ફરી લેવા  આવ્યાના નિર્દેશો હતા. ભારતમાં  કરન્સી બજારમાં  ડોલરના ભાવો વધ્યા હતા. વિશ્વ બજાર આજે વિવિધ કરન્સીઓ  સામે ડોલરના ભાવો ઘટાડા પર હતા. અમેરિકામાં  જોકે ફુગાવાનો દર અપેક્ષાથી  વધુ ઉંચો  આવતાં  માર્ચ મહિનામાં વ્યાજના દરો વધવાની  શક્યતા વધુ બળવત્તર બની છે. ત્યાં  હાઉસિંગ સ્ટાર્ટમાં  આંકડાઓ  તથા જોબલેસ કલેઈમ્સના  આંકડાઓની   રાહ બજારમાં   જોવાઈ હતી.
 
વિશ્વ બજારમાં  આજે ક્રૂડતેલના ભાવો સાંજે  બેરલના બ્રેન્ટક્રૂડના વધી ૫૬.૦૩ ડોલર થા  ન્યુયોર્કના  ૫૩.૩૪  ડોલર હતા.  આંચકા પચાવી સાંજે ભાવો  વધ્યા હતા.  સોનાના ભાવો મોડી સાંજે  ૧૨૩૮.૪૦થી ૧૨૩૮.૫૦ ડોલર તથા ચાંદીના ભાવો ૧૮.૦૭થી ૧૮.૦૮ ડોલર, પેલેડિયમના ભાવો ૭૯૩.૧૦થી  ૭૯૩.૧૫ ડોલર તથા પ્લેટીનમના ભાવો વધી ૧૦૧૫.૭૫  થી ૧૦૧૫.૮૦ ડોલર રહ્યા હતા.  અમેરિકામાં   ક્રૂડતેલનો સ્ટોક ૯૯ લાખ  બેરલ્સ વધ્યાના આંકડા  અમેરિકાના  પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે બહાર પાડયા પછી  સરકારી એજન્સી એનર્જી  ઈન્ફર્મેશન  એડ મિનિસ્ટ્રેશનના આંકડાઓની  રાહ બજારમાં  જોવાઈ રહી હતી.

Post Comments