Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઝવેરીબજારમાં ચમકારો : દિલ્હી સોનું ઉછળી રૃ.૨૯,૦૦૦ તથા ચાંદી રૃ.૩૮ હજાર બોલાઈ

- ક્રુડતેલ ઉંચેથી ઘટી ૪૯ ડોલરની અંદર ઉતર્યું

- અમેરિકામાં નવા વ્યાજ દર વધારા અંગે અનિશ્ચિતતાનું વાતાવરણ

મુંબઈ, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

મુંબઈ સોના-ચાંદી બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે ભાવો વધ્યા મથાળે અથડાતા રહ્યા હતા. વિશ્વબજારના સમાચારો મક્કમ હતા. અમેરિકામાં ફુગાવાના આંકડા નબળા આવ્યા છે. ત્યાં ફુગાવો બે ટકા ઉપર જાય તો વ્યાજના દરો વધારવા માટે અનુકુળ સ્થિતિ સર્જાશે એવી ગણતરી તાજેતરમાં અમેરિકાના ફેડરલ રિઝર્વ દ્વારા બતાવાઈ હતી.

પરંતુ તાજેતરના આંકડા મુજબ અમેરિકામાં ફુગાવો વધવાના બદલે રિવર્સ ગાડીમાં રહ્યો છે જેના પગલે અમેરિકામાં વ્યાજના દરો વધવા વિશે ફરી અનિશ્ચિતતા ઉભી થઈ હોવાનું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. ત્યાં રિટેલ સેસના આંકડા પણ નબળા આવ્યાના સમાચારો હતા. આના પગલે વિશ્વબજારમાં ડોલરના ભાવો દબાણ હેઠળ આવ્યા છે અને તેના પગલે વિશ્વબજારમાં સોાના- ચાંદીના ભાવો શુક્રવારે ઉછળ્યા હતા.

દરમિયાન, આજે દિલ્હી ઝવેરીબજારમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૧૯૦ ઉછળી ૯૯.૫૦ના રૃ.૨૮૯૦૦ તથા ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૦૫૦ બોલાયાના સમાચારો હતા. ત્યાં આજે ચાંદીના ભાવો હાજરમાં કિલોના રૃ.૬૦૦ વધી રૃ.૩૮ હજારને આંબી ગયા હતા જ્યારે ચાંદીની વિકલી ડિલીવરીના ભાવો રૃ.૬૨૫ વધી રૃ.૩૭૦૦૦ રહ્યાના નિર્દેશો હતા. ત્યાં આજે ચાંદી સિક્કી (૧૦૦)ના ભાવો હજાર રૃપિયા ઉછળી રૃ.૭૦થી ૭૧ હજાર બોલાયા હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશદીઠ ઉંચામાં ૧૨૩૨.૫૦ થઈ છેલ્લે ભાવો ૧૨૨૮.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા જ્યારે ચાંદીના ભાવો ઉંચામાં ૧૬.૦૬ ડોલર થઈ છેલ્લે ભાવો ૧૫.૯૯ ડોલર રહ્યાના સમાચારો હતા.

મુંબઈમાં આજે બંધ બજારે સોનાના ભાવો ૧૦ ગ્રામના રૃ.૨૮૦૫૦ થઈ રૃ.૨૭૯૭૫થી ૨૮૦૦૦ બોલાતા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો આ ભાવોથી રૃ.૧૫૦ ઉંચા રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૬૯૫૦થી ૩૭૦૦૦  રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવો આ ભાવોથી આશરે રૃ.૧૨૦૦ જેટલા ઉંચા બોલાતા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવો ઔંશના ૯૦૦ ડોલર પાર કરી છેલ્લે ૯૨૧થી ૯૨૧.૫૦ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવો છેલ્લે ૮૬૦.૫૫થી ૮૬૦.૬૦ ડોલર રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવો ઉંચેથી સાધારણ ઘટી બેરલના ભાવો બ્રેન્ટક્રુડના જે ઉંચામાં ૪૯ ડોલર ઉપર જતા રહ્યા હતા તે ભાવો છેલ્લે ૪૮.૯૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા જ્યારે ન્યુયોર્કના ભાવો ૪૬.૫૪ ડોલર બોલાઈ રહ્યા હતા.

Post Comments