Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોના-ચાંદી તેમજ રૃપિયામાં તેજીનો ચમકારો: કોપર ૬૦૦૦ ડોલર નજીક

- વિશ્વ બજારમાં ડોલર ઘટી ૧૦ મહિનાના તળિયે ઉતર્યો

- ચીનના જીડીપીના આંકડા પ્રોત્સાહક આવતાં વિશ્વ બજારમાં ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવો ઉછળ્યા: ક્રૂડતેલમા

મુંબઈ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

મુંબઈ સોના-ચાંદી બજાર આજે તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળ્યાના સમાચારો હતા.   વિશ્વ બજારમાં   ડોલરના ભાવો દબાણ હેઠળ  આવતા સોનામાં  વૈશ્વિક સ્તરે   હેજફંડો ફરી દાખલ થયા હતા. ઘરઆંગણે  આજે  કરન્સી બજારમાં રૃપિયા સામે ડોલરના ભાવો ઘટાડા  પર હતા.   મુંબઈમાં કરન્સી બજારમાં  ડોલરના ભાવો    રૃ.૬૪.૪૫ વાળા નીચામાં  ૬૪.૩૧ થઈ છેલ્લે ભાવો રૃ.૬૪.૩૫  બોલાયા હતા. વિશ્વ બજારમાં ઔંશદીઠ ભાવો સોનાના ૧૨૨૯ ડોલરવાળા  ઉંચામાં ૧૨૩૪.૮૦ થઈ સાંજે ભાવો ૧૨૩૪.૨૦થી ૧૨૩૪.૨૫ ડોલર હતા.

 મુંબઈમાં આજે  સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૨૭૮૬૦ વાળા ૨૮૦૫૫ ખુલી રૃ.૨૮૦૫૦ બંધ હતા.  ૯૯.૯૦ના  ભાવો રૃ.૨૮૦૧૦ વાળા રૃ.૨૮૨૦૫ ખુલી રૃ.૨૮૨૦૦ બંધ હતા.  ચાંદીના ભાવો કિલોના  ૯૯૯ના રૃ.૩૬૪૯૦ વાળા રૃ.૩૭૦૯૦ ખુલી રૃ.૩૭૨૦૦ બંધ રહ્યા પછી  સાંજે ભાવો રૃ.૩૭૨૫૦થી ૩૭૩૦૦ તથા જીએસટી  સાથેના ભાવો આ ભાવોથી  આશરે  રૃ.૧૨૦૦ જેટલા ઉંચા  રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવો ઉછળ્યા હતા.વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ૧૬.૦૦ ડોલરવાળા ઉંચામાં ૧૬.૧૪ થઈ સાંજે ભાવો ૧૬.૧૩થી ૧૬.૧૪  ડોલર રહ્યા  હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે  પણ ઝવેરી બજાર  ઉંચકાઈ હતી. જો કે  કરન્સી  બજારમાં આજે   ડોલર ઘટતાં  તથા રૃપિયો  ઉંચકાતાં  ઘરઆંગણે  સોના-ચાંદીના ભાવોમાં આવેલો  ઉછાળો મર્યાદિત  રહ્યો હોવાનું   બજારે જણાવ્યું હતું.

વિશ્વ બજારમાં  કોપરના ભાવો  ૩ મહિનાની  ડિલીવરીના  ૫૯૮૮ ડોલર,  ટીનના ભાવો  ૨૦ હજાર,  નિકલના ભાવો ૯૬૪૫ ડોલર, એલ્યુ.ના ભાવો ૧૯૩૯ ડોલર, જસતના ભાવો ૨૮૩૩ ડોલર તથા સીસાના ભાવો ૨૩૨૧ ડોલર બોલાયા હતા.  આજે વિવિધ ધાતુઓના સ્ટોકમાં  ઘટાડો નોંધાયો  હતો. કોપરનો સ્ટોક  ત્યાં ૪૧૭૫ ટન, નિકલનો ૧૩૩૫ ટન,  એલ્યુ.નો ૩૭૭૫ ટન, જસતનો  ૨૬૦૦ ટન  તથા સીસાનો  ૧૭૫ ટન  ઘટયો હતો.   ટીનનો  સ્ટોક જળવાઈ રહ્યો હોત.   દરમિયાન, ઘરઆંગણે આજે  હિન્દુસ્તાન ઝીંંકે  સીસાના ભાવો ટનના  રૃ.૧૦૦૦ ઘટાડયા હતા.  જસતના  ભાવો જાળવી  રાખ્યા હતા.

દરમિયાન વિશ્વ બજારમાં  મોડી સાંજે  પ્લેટીનમના ભાવો ૯૨૯.૨૫થી ૯૨૯.૩૦  ડોલર   પેલેડિયમના  ભાવો ૮૬૧.૮૫થી ૮૬૧.૯૦  ડોલર હતા.  ક્રૂડતેલના ભાવો બેરલદીઠ  સાંજે  બ્રેન્ટક્રૂડના    ૪૮.૯૬  ડોલર ન્યુયોર્કના  ભાવો  ૪૬.૫૧  ડોલર હતા.  ચીનના શેરબજારો  નરમ હતા.  સ્મોલ કેપ શેરોના ભાવ ગબડી બે વર્ષના તળિયે ઉતર્યા હતા. ચીનમાં  જોકે સેકન્ડ  કવાર્ટરનો જીડીપી ગ્રોથ  અપેક્ષા કરતાં  સહેજ વધુ ૬.૯૦ ટકા આવ્યા હગતા.  એશિયાના શેરબજારો  એકંદરે  મક્કમ હતા.   અમેરિકાના   અર્થતંત્ર વિષયક વિવિધ આંકડાઓ ગયા સપ્તાહે   નબળા આવતાં  ત્યાં હવે પછી થનારી વ્યાજ વૃદ્ધી  વિશે ફરી અનિશ્ચિતતા સર્જાઈ છે તેના પગલે  ડોલરના ભાવો   દબાણ હેઠળ હતા.

વિશ્વ બજારમાં ડોલરના ભાવો ઘટી  ૧૦ મહિનાના તળિયે ઉતર્યા છે.  ત્યાં  ફુગાવાના  તથા  રિટેલ સેલના આંકડા નબળા આવ્યા છે.ચીનના જીડીપીના  આંકડા પ્રોત્સાહક  આવતાં  વિશ્વ બજારમાં  વિવિધ  ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવોે  ઉછળ્યા હતા.  જસતના ભાવો  તથા આયર્ન ઓરના ભાવો નોંધપાત્ર  વધ્યા હતા.   યુરોપની  સેન્ટ્રલ  બેંકની હવ પછી ગુરૃવારે મળનારી મિટિંગ પર વિશ્વ બજારની નજર રહી છે. આજ દિવસે  બેંક ઓફ જાપાનની મિટિંગ પણ મળવાની છે. વિશ્વ બજારમાં જસતના ભાવો ૧.૪૦ ટકા તથા આયર્ન ઓરના ભાવો ૨.૪૦ ટકા ટકા વધ્યા હતા.

Post Comments