Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચોમાસુ ફરી સક્રિય બનવા છતાં નીચા ભાવને પગલે તેલીબિયાંનું વાવેતર કરવામાં ખેડૂતો અનુત્સાહી

- દેશના મોટાભાગના વિસ્તારોમાં ખરીફ વાવણી જોર પકડે તેવી અપેક્ષા

નવી દિલ્હી, તા. 15 જુલાઇ, 2017, શનિવાર

તેલીબિયાંના ભાવમાં ઘટાડાને પરિણામે વર્તમાન ખરીફ મોસમમાં ખેડૂતો મગફળી તથા સોયાબીનનો વધુ પાક લેવાથી દૂર રહેવાનું પસંદ કરી રહ્યા હોવાનું પ્રાપ્ત આંકડા પરથી જણાય છે.

તેલીબિયાં સિવાયના અન્ય પાક લેવામાં ખેડૂતો હકારાત્મક હોવાનું કૃષિ મંત્રાલય દ્વારા ૧૪ જુલાઈ સુધીના જારી કારાયેલા વાવેતર વિસ્તારના આંકડા પરથી સમજી શકાય છે. એકંદર વાવેતર વિસ્તાર પણ ગયા વર્ષની સરખામણીએ ૭.૯૦ ટકા વધુ રહ્યો હોવાનું જણાય છે.

ગયા વર્ષના ૧૪ જુલાઈ સુધીમાં ૧૧૫ લાખ હેકટરની સામે આ વર્ષના આ ગાળા સુધીમાં ૧૦૪ લાખ હેકટર વિસ્તાર પર તેલીબિયાંનુ વાવેતર થયું છે. દેશના મોટાભાગના રાજ્યોમાં મળીને મગફળી તથા સોયાબીનના એકંદર વાવેતરમાં અનુક્રમે ૭.૬૦ ટકા અને ૧૧.૬૦ ટકા ઘટાડો થયો છે.

મુખ્ય તેલીબિયાંના ભાવ આકર્ષક નહીં રહેતા ખેડૂતો તેનો વધુ પાક લેતા ખચકાઈ રહ્યા છે એમ સોલવન્ટ એકસટ્રેકટર્સ' એસોસિએશન ઓફ ઈન્ડિયા (સી)ના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

તેલીબિયાંની સરખામણી કઠોળના વાવેતરમાં ખેડૂતો વધુ ઉત્સાહી  હોવાનું પણ આંકડા પરથી સંકેત મળી રહ્યા છે. ગયા વર્ષના ૧૪ જુલાઈ સુધીમાં ૬૦.૨૮ લાખ હેકટર વિસ્તારની સરખામણીએ આ વર્ષે આ ગાળા સુધીમાં ૭૪.૬૦ લાખ હેકટર વિસ્તાર પર કઠોળનું વાવેતર પૂરું થયું છે જે ૨૩.૮૦ ટકાનો વધારો સૂચવે છે.

કપાસનું વાવેતર ૨૨.૯૦ ટકા વધીને ૭૩.૯૩ લાખ હેકટર વિસ્તારની સરખામણીએ ૯૦.૮૮ લાખ હેકટર વિસ્તાર રહ્યું છે.

સપ્તાહના અંતથી દેશભરમાં ચોમાસુ ફરી સક્રિય બનતા આગામી સપ્તાહમાં ખરીફ વાવણી જોર પકડે તેવી શકયતા હોવાનું કૃષિ મંત્રાલયના સુત્રોએ જણાવ્યું હતું.પંદર દિવસના ઈન્ટરવલ બાદ ચોમાસાએ પાછું જોર પકડતા ખરીફ વાવણી માટે સ્થિતિ સાનુકૂળ બની હોવાનું પણ જણાવાયું હતું.

Post Comments