Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સિંગદાણામાં મહાશિવરાત્રી માટે માગ વધી દક્ષિણમાં વાવેતરની ડિમાન્ડ પણ નિકળ્યાના નિર્દેશો

- દેશી તથા આયાતી ખાદ્યતેલોમાં નરમ હવામાન

- એરંડા તથા દિવેલ બજારમાં શિપરો ફરી દાખલ થયાની ચર્ચા વચ્ચે ભાવ ઉછળ્યા

વિશ્વ બજારમાં ખાદ્યતેલોમાં ઘટાડાનો માહોલ
મુંબઈ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૂવાર
 
મુંબઈ તેલે-બિયાં બજારમાં આજે ભાવો નરમ હતા.વિશ્વ બજારના સમાચારો  ઘટાડો બતાવતા હતા.  ઘરઆંગણે નવી માગ પાંખી  હતી. વાયદા બજારમાં  પણ માનસ ઉછાળે વેંચવાનું  હતું. મલેશિયામાં આજે પામતેલનો વાયદોે ઘટી છેલ્લે ૪૨, ૪૬, ૪૨ તથા ૪૫ પોઈન્ટ માઈનસમાં બંધ હતો.  ત્યાં   પામ પ્રોડકટના ભાવો  આજે  સાતા સાતથી  ૧૦ ડોલર ઘટયાના સમાચારો હતા.
 
અમેરિકામાં  શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૦ પોઈન્ટ નરમ રહ્યા પછી પ્રોજેકશનમાં  ભાવો સાંજે ૧૮ પોઈન્ટ માઈનસમાં  ચાલી રહ્યા હતા. મુંબઈમાં  પામતેલના ભાવો  આજે ૧૦ કિલોના હવાલા રિસેલના ઘટી રૃ.૬૧૨ તથા જેએનપીટીના રૃ.૬૦૭ હતા. રિફાઈનરીના ભાવો ડાયરેકટ ડિલીવરીના  ઘટી રૃ.૬૨૪ હતા.  નવા કામકાજો નહિંવત હતા. 
 
દરમિયાન, ક્રૂડ પામ ઓઈલ  સીપીઓ કંડલાના ભાવો રૃ.૫૭૬ વાળા રૃ.૫૭૨ હતા.   જયારે  સીપીઓ વાયદાના  ભાવો રૃ.૫૭૦ થઈ સાંજે  રૃ.૫૬૩.૫૦ તથા સોયાતેલ વાયદાના ભાવો રૃ.૬૮૬.૪૦ થઈ સાંજે રૃ.૬૮૧.૫૦ રહ્યા હતા.   મુંબઈમાં હાજર ભાવો  ૧૦ કિલોના  સિંગતેલના રૃ.૯૭૦થી ૯૮૦ના મથાળે સૂસ્ત રહ્યા હતા. 
 
રાજકોટ  બાજુ ભાવો  રૃ.૯૨૦થી ૯૩૦  તથા ૧૫ કિલોના રૃ.૧૪૬૦  હતા.દરમિયાન, સિંગદાણામાં  વિવિધ ઉત્પાદક મથકોએ મહાશિવરાત્રી માટે  મોસમી માગ વધી છે.  દરિયાપારની પૂછપરછો પણ જળવાઈ રહી છે. આના પગલે મથકોએ સિંગદાણાના ભાવો મક્કમ રહ્યાના સમાચારો હતા, સિંગદાણાની ઓલ ઈન્ડિયા  આવકો હાલ દૈનિક સરેરાશ સવા બે લાખ ગુણી જેટલી હાલ આવી રહી છે. દક્ષિણના અમુક મથકોએ વાવેતર  માટેની માગ પણ નીકળી હોવાના   સમાચારો મળ્યા છે.
 
મુંબઈમાં ૧૦ કિલોના ભાવો કોપરેલના રૃ.૧૨૯૦, કપાસિયા તેલના  રૃ.૬૯૨, સોયાતેલ રિફા.ના  રૃ.૬૮૫, સનફલાવરના રૃ.૬૪૫  તથા રિફા.ના  રૃ.૭૦૦ હતા. દિવેલના ભાવો  રૃ.૩  વધી  કોમર્શિયલના  રૃ.૮૨૫,  એફએસજીના  રૃ.૮૩૫ તથા  એફએસજી કંડલાના  રૃ.૭૯૯ હતા. હાજર એરંડાના ભાવો રૃ.૩૯૬૦ વાળા  આજે  ૩૯૭૫ બોલાતા હતા.
 
એરંડાની આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છ બાજુ ૨૩થી ૨૪ હજાર ગુણી આવી હતી ત્યાં હાજર એરંડાના ભાવો ગામંડાના રૃ.૭૫૫થી ૭૫૭  હતા. શિપરો ફરી  દાખલ થવાની ચર્ચા હતી.  એરંડાના વાયદાના ભાવો વધી સાંજે  માર્ચના  ૩૯૭૪ તથા એપ્રિલના  ૪૦૨૪ હતા. 
 
હૈદ્રાબાદ  બાજુ હજાર ગુણીની આવકો  વચ્ચે ભાવો  એરંડાના  રૃ.૩૭૦૦ તથા દિવેલના  રૃ.૭૫૫થી ૭૬૦ના મથાળે મક્કમ બોલાઈ રહ્યા હતા.   મુંબઈ ખોળ બજારમાં   ભાવો  કપાસિયા ખોળના રૃ.૨૦૦ વધી રૃ.૨૪૦૦૦ રહ્યા હતા. અન્ય ખોળો શાંત હતા.
 
અમેરિકા શિકાગો  બજારના ઓવરનાઈટ સમાચારોમં  ત્યાં સોયાખોળના ભાવો  તથા સોયાબીનના  ભાવો વધ્યાના નિર્દેશો હતા.   ઘરઆંગણે   મગફળીની  આવકો ગોંડલ  યાર્ડમાં આશરે ૧૧ હજાર  ગુણી આવી હતી ત્યાં  હાજર ભાવોે  મગફળીના ૨૦ કિલોના જાતવાર રૃ.૭૨૫થી ૮૫૦ હતા.  જયારે  રાજકોટ યાર્ડમાં  મગફળીની આવકો આશરે ૭૫૦૦ ગુણીની  આવી હતી તથા ત્યાં  હાજર ભાવો મગફળીના  ૨૦ કિલોના જાતવાર રૃ.૭૦૦થી ૮૩૫ રહ્યાના નિર્દેશો હતા. મધ્ય-પ્રદેશ બાજુ સોયાબીનની આવકો  આશરે દોઢ લાખ ગુણી આવી હતી તથા  ત્યાં સોયાબીનના ભાવો  રૃ.૨૮૦૦થી ૨૯૦૦ તથા પ્લાન્ટ ડિલીવરીના  રૃ.૨૯૫૦થી ૩૦૨૦ હતા. સોયાબીનની ઓલ ઈન્ડિયા આવકો આજે ૩ લાખ ગુણી આવી હતી.

Post Comments