Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઉબેરના CEO બધી રીતે હોંશિયાર પણ સ્ત્રી દાક્ષિણ્યમાં 'ઢ' પુરવાર થયા

- રોકાણકારોના પ્રેશરને પગલે ટ્રેવિસે રાજીનામું આપ્યું હતું

- ટ્રેવિસની લીડરશીપ પ્રોફીટેબલ હતી એટલે સ્ટાર્ટઅપ ઉબેરની ગાડી સડસડાટ ચાલતી હતી પણ સર્વાંગી લીડરશીપનો

ક્રોસ બાર
ઉબેરના સીઇઓ પાસેથી રાજીનામું લઈ લેવાની ઘટના કોર્પોરેટ જગતમાં ઠેર ઠેર ચર્ચાઈ રહી છે. રાજીનામું આપનાર CEO ટ્રેવિસ ક્લાનિકની લીડરશીપના કારણે ઉબેરનો ડંકો વાગવા લાગ્યો હતો. આજે ઉબેર લોકજીભે ચઢેલું નામ છે તેની પાછળ ટ્રેવિસ ક્લાનિક છે પરંતુ આ ટ્રેવિસ સામે જાતિય સતામણીની ઘટનાઓ પર ઢાંકપિછોડો કરવાનો આક્ષેપ હતો. ટ્રેવિસ એ સ્ટાર્ટઅપ ઉબેરનો ફાઉન્ડર હતો. તેમના કારણે જ ઉબેરનો ઉદય થયો હતો. જેણે કંપની ઉભી કરી હતી તેણે જ રાજીનામું આપવું પડયું હતું. જો કે ટ્રેવિસના રાજીનામાથી સિલિકોન વેલીની કંપનીઓએ બોધપાઠ લેવાની જરૃર છે. સિલિકોન વેલીની ઘણી બધી કંપનીઓમાં મહિલા કર્મચારીઓ જાતીય સતામણી કે મશ્કરીનો ભોગ બનતી આવી છે. કેટલીક યુવતીઓ જોબ છોડીને બીજે જાય છે પરંતુ 'કાગડા બધે કાળા'નો તેને અનુભવ થાય છે.
 
ઉબેરની વાત અલગ છે વિશ્વમાં તેનું નામ છે આ સ્ટાર્ટ અપને મોટું ફંડ આપીને રોકાણ કરીને ઊંચી કરનાર કંપનીઓ માને છે કે ઉબેરનું મેનેજમેન્ટ બધી રીતે સારું છે, ટ્રેવિસ ઉત્તમ લીડર છે પણ તેની સામેના જાતીય સતામણીના આરોપથી કંપનીની ઇમેજને ઘક્કો પહોંચ્યો છે. મોટા રોકાણકારોએ કહ્યું કે ટ્રેવિસને સીઇઓ પદેથી ઉતરી જવું જોઈએ શરૃઆતમાં ટ્રેવિસે આનાકાની કરી હતી. જો કે અહીં મહત્ત્વની વાત એ છે કે ક્લાનિકે ડીરેક્ટરોને કહ્યું કે કંપની મેં ઉભી કરી છે, તે આઇડિયા મારો છે માટે તેને જીવતી રાખવા હું રાજીનામું આપુ છું. હકીકત એ છે કે મોટા રોકાણકારો વધુ પૈસા આપવા તૈયાર ન થતા ઉબરના CEO એ ફરજીયાત પણે સત્તા છોડવી પડી હતી.
 
ક્લાનિકની જગ્યાએ જે આવશે તેણે કાંટાળો તાજ પહેરવાનો છે. ક્લાનિકની લીડરશીપ સારી હતી પણ તેણે બધાની સાથે ઝઘડા કર્યા હતા. સમસ્યાઓ સામે લડવું અને બાથ ભરવી તેમાં આસમાન જમીનનો ફેર છે. કંપની સામેના કાયદેસરના કેસો, સ્થાનિક સત્તાવાળાઓ સાથે શિંગડા ભરાવવા વગેરે કલાનિક્સની લીડરશીપનો એક ભાગ હતો. તેની લીડરશીપમાં સ્ત્રી સન્માનની વાતો ઓછી હતી. પોતાના સ્ટાફ માટે વલ્ગર શબ્દો વાપરવા, તું- તારી પર ઉતરી આવવું વગેરે લીડર ક્લાનિકની ખાસિયત હોવાનું મનાય છે.
ઉબરની સફળતાથી CEO ટ્રેવિસ ક્લાનિક દંભ સાથે ફરતા થઈ ગયા હતા. તે જાહેરમાં પોતાની કંપની "Uber" ને Boob-er તરીકે ગણાવતા હતા તે માનતા હતા કે પોતે આટલી સફળ કંપની ચલાવે છે માટે સ્ત્રીઓ તેની તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે.
 
જો કે આ માણસને તેના અભિમાને જ પછાડયો હતો. ઉબરના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઉબરની ઓફિસોમાં ચાલતી કામગીરી પર રિપોર્ટ તૈયાર કરવાનું કામ અમેરિકાના ભૂતપૂર્વ એટર્ની જનરલ એરીક હોલ્ડર જુનિયરને સોંપ્યું હતું. એક મહિનામાં આવેલા રિપોર્ટની વિગતો બહાર આવી પણ તેમાં એકમાત્ર સૂચન એ હતું કે, કંપનીના CEO ટ્રેવિસ ક્લાનિકને લાંબી રજા પર ઉતારી દો. કંપનીમાં જાતીય સતામણી, ભેદભાવ ભરેલી નીતિ અને મહિલા કર્મચારીઓની આસપાસ ફરવાની ફરિયાદ હેઠળ ૨૦ કર્મચારીઓને કાઢી મૂકાયા હતા.
 
જેમ જેમ ઉબરની ફરિયાદો સપાટી પર આવવા લાગી એમ એમ ઉબરની સૌથી નજીકની પ્રતિસ્પર્ધી 'લાયફ્ટે' ઉબરના ડ્રાઇવરો તોડવાનું શરુ કર્યું હતું. વિશ્વની કોઈ કંપનીનો CEO તેના સ્ટાફને સેક્સ માટેના કોઈ નિયમો બનાવતો નથી. સ્ટાફમાં નો-સેક્સવાળો મંત્ર હોય છે. પરંતુ ઉબરના CEO સ્ટાફને ઇ-મેલ કરીને સેક્સના રૃલ બનાવ્યા હતા તેમાં સ્ટાફને જણાવ્યું હતું કે, ઓફિસમાં રોમાન્સની કોઈ છૂટ નથી પણ માનવ સ્વભાવ સહજ રોમાન્સ થઈ જાય તો લીગલ અને હ્યુમન રીસોર્સીઝ  (HR)ડિપાર્ટમેન્ટને જણાવવું. અમારા HR મેનેજરો આગળ ડિલિંગ કરી લેશે. એક ઇમેલ દ્વારા ટ્રેવિસ ક્લાનિક સ્ટાફને જણાવ્યું હતું કે, જ્યાં સુધી સ્ટાફનો કોઈ કર્મચારી તમને ખોંખારીને એમ ના કહે કે, મારે તમારી સાથે સેક્સ એન્જોય કરવી છે ત્યાં સુધી સેક્સ કરવી નહિ.
 
ઉબરના ભૂતપૂર્વ કર્મચારીએ ફરિયાદ કરી હતી કે હું બહુ હોંશે હોંશે ઉબરમાં જોડાઈ હતી પરંતુ મારા બોસે મને ત્રણ- ચાર દિવસ પછી ઉપરા છાપરી આડા તેડા મેસેજ મોકલીને છેલ્લે સેક્સ માટે ઓફર કરી હતી. યુવતી હિંમતવાળી હતી એટલે તેણીએ કંપનીના એચ.આર. ડીપાર્ટમેન્ટને ફરિયાદ કરી હતી. યુવતીના આશ્ચર્ય વચ્ચે HR ડિપાર્ટમેન્ટે જવાબ આપ્યો કે, અમારા ઉબરના મુખ્ય રોકાણકારોએ ઉબરના ડીરેક્ટરોનો નાક દબાવતા જ CEOએ રાજીનામું આપી દીધું હતું. અધિકારીઓ સામે ફરિયાદ કરવી નહીં સેક્સ ઓફરની ફરિયાદની સમસ્યા તમારે જાતે જ ઉકેલવાની છે.
 
ક્યાં તો તમે કંપનીમાં એડજસ્ટ થતા શીખો નહીંતર તમારી ટીમ બદલી નાખો ! અહીં એડજેસ્ટ કરવું એટલે નોકરી કરવી હોય તો માની જાવ ! આવી વાતો સોશ્યલ નેટવર્ક પર ફરતી થતા ઉબેરની ઇમેજને મોટો ફટકો પહોંચ્યો હતો. મોટી કંપનીઓ મહિલા કર્મચારીઓના હિતોનું રક્ષણ કરે છે પણ ઉબર જેવા મહિલાની છેડતીને સામાન્ય ગણતા હતા. ભારતમાં પણ ઉબરના ડ્રાઇવર એક મહિલાએ કરેલા બળાત્કારના આરોપ અંગેના અહેવાલો એ ઉબરની ઇમેજને બહુ મોટા પાયે ધક્કો આપ્યો હતો. આ મહિલાના ડોક્યુમેન્ટ્સ સાથે પણ ચેડાંનો આક્ષેપ ઉબેરના મેનેજમેન્ટ પર છે.
 
ટ્રેવિસ ઇમેલ પર સ્ટાફને સૂચના આપતા કે 'પ્રેસવાળાથી દૂર રહેજો !...'
કેટલાક મેનેજરો પોતાના કામમાં સફળ હોય છે પરંતુ પોતાની મહિલા કર્મચારીઓને તે પગાર પણ ઓછો આપે છે, કામ પણ વધુ કરાવે છે અને અપમાન પણ કરે છે. આ બધાની વચ્ચે જાતીય સતામણીની તક પણ તે છોડતા નથી. કંપની કેટલું કમાય છે તેનું મહત્ત્વ નથી પણ પોતાને ત્યાં કામ કરતી મહિલાઓનું કેટલું સન્માન કરે છે તે મહત્ત્વનું છે. કોર્પોરેટ કંપનીની કિંમત તેના ટર્નઓવર પરથી નથી અંકાતી પણ તેના સ્ટાફની ક્રિએટીવીટીનો કેટલો ઉપયોગ કરે છે અને સ્ટાફની સલામતી માટે શા પગલા ભરે છે તેના પરથી અંકાય છે. ઉબરના CEO એ તેમના સ્ટાફને એવી સૂચના આપી હતી કે અંદરની કોઈ વાત બહાર જવી જોઈએ નહીં. તેમણે સ્ટાફને લેખિતમાં સૂચના આપી હતી કે "Do not talk to Press" કંપનીની કોઈ પણ વિગતો અંગે બહારના સાથે ચર્ચવાની નહીં જો કેેે લીડરશીપના તમામ ગુણ ધરાવતા ઉબરના CEO માં સ્ત્રી-દાક્ષિણ્યનો ગુણ નહોતો એટલે જાહેરમાં તેની પાઘડી ઉતરી ગઈ હતી.
Keywords business,cross,bar,

Post Comments