Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કંપની પરિણામ

થોમસ કુકના નફામાં ઊછાળો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં થોમસ કુકનો નફો ૫૬ ટકા વધીને રૃા. ૬૨ કરોડ થયો હતો જ્યારે વેચાણ ૬૧ ટકા વધીને રૃા. ૨૪૩૧ કરોડ રહ્યું હતું.

ભારત ફોર્જનો નફો ઘટયો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ભારત ફોર્જનો નફો ૩૮ ટકા ઘટીને રૃા. ૧૨૨.૦૬ કરોડ થયો હતો. જ્યારે વેચાણ ૨૦ ટકા ઘટીને રૃા. ૮૮૮.૭૬ કરોડ રહ્યું હતું.

ફોર્ટીસની ખોટ ઘટી
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ફોર્ટીસ હેલ્થકેરની ખોટ ઘટીને રૃા. ૭.૦૫ કરોડ રહી હતી. જ્યારે વેચાણ ૯ ટકા વધીને રૃા. ૧૬૪ કરોડ રહ્યું હતું.  

GSK કન્ઝ્યુ.નો નફો વધ્યો
જૂન અંતે પૂરા થતા ત્રિમાસિકમાં ગ્લેક્સો સ્મીથક્લાઈન કન્ઝ્યુમર હેલ્થકેરનો નફો ૩ ટકા વધીને રૃા. ૧૬૦.૬૧ કરોડ થયો હતો. જ્યારે આવકો ૧ ટકા જેટલી ઘટીને રૃા. ૧૧૧૮.૫૬ કરોડ રહી હતી.

રેલવેને રૃા. ૧૬૦૨ કરોડનું નુકસાન
નવી દિલ્હી, શુક્રવાર
વિતેલા ૨૦૧૫-૧૬ દરમિયાન ભારતીય રેલવેએ પેસેન્જર ભાડામાં આપેલ કન્સેશનના કારણે રૃા. ૧૬૦૨ કરોડની ખોટ થવા પામી છે.

રેલવે દ્વારા સીનીયર સિટીઝન, પેશન્ટ, શારીરિક ક્ષતિ ધરાવતા તેમજ મન્થલી સિઝન ટિકિટમાં અપાયેલ કન્સેશનના કારણે ૨૦૧૫-૧૬માં ૧૬૦૨.૯૪ કરોડનું નુકસાન થયેલ છે.

FPIનું રોકાણ ચાર માસની ઊંચી સપાટીએ
નવી દિલ્હી, શુક્રવાર
વિતેલા જુલાઈ માસ દરમિયાન વિદેશી પોર્ટફોલીયો ઇન્વેસ્ટરોએ ઇક્વિટી માર્કેટમાં રૃ. ૧૨૬૧૨ કરોડનું રોકાણ કર્યું છે. જે ચાર માસની ઊંચી સપાટી છે. આ ઉપરાંત તેઓએ ડેટ માર્કેટમાં રૃ. ૬૮૪૫ કરોડની ખરીદી કરી હતી.

આમ, ઇક્વિટી અને ડેટ મળીને એફપીઆઈએ કુલ રૃ. ૧૯૪૫૭ કરોડનું રોકાણ કર્યું હતું. જે અગાઉ માર્ચ ૨૦૧૬માં રૃ. ૨૧૧૪૩ કરોડ પછીનું સૌથી વધુ રોકાણ છે.

Post Comments