Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એરંડા વાયદામાં તેજીને બ્રેક લાગી પ્રત્યાઘાતી ઘટાડો:પામતેલની આયાતમાં થયેલો ઘટાડો

- મલેશિયાએ નિકાસ ટેક્સમાં ઘટાડો કર્યો:સિંગખોળના તથા સોયાખોળના ભાવ ઉછળ્યા જ્યારે સનફલાવર ખોળમાં પીછેહ

મુંબઈ, તા.17 જુલાઇ, 2017, સોમવાર

મુંબઈ તેલ-બિયાં બજાર આજે નવી માગ ધીમી રહી હતી. ગયા સપ્તાહમાં  પામતેલમાં હજારો ટનના નોંધપાત્ર વેપારો થયા પછી આજે  સપ્તાહમાં પ્રથમ દિવસે નવા કામકાજો પાંખા હતા.  ગયા સપ્તાહમાં  ખાદ્યતેલોની આયાત જકાત   વધશે એવી હવા ચગી હતી અને તેના પગલે  માગમાં ખાસ્સી વૃદ્ધી જોવાયા પછી આજે નવી માગ પાંખી રહી હોવાનું   બજારે જણાવ્યું હતું. દરમિયાન, ગુજરાત-સૌરાષ્ટ્ર બાજુ વિવિધ મંડીઓ આજે  ફરી શરૃ થયા હતા.  ગોંડલ બાજુ   મગફળીની આવકો ૯ હજાર ગુણીની હતી તથા  મગફળીના હાજર ભાવો ૨૦  કિલોના રૃ.૬૮૦થી  ૭૮૦ રહ્યા  હતા. રાજકોટ  મંડીમાં  મગફળીની આવકો આશરે હજાર ગુણી આવી હતી.  ત્યાં મગફળીના ભાવો ૨૦ કિલોના ૬૫૦થી ૭૮૦ હતા. 

રાજકોટ બાજુ  સિંગતેલના ભાવો રૃ.૮૮૦થી ૮૯૦ તથા ૧૫ કિલોના  ભાવો ૧૪૧૫થી ૧૪૨૦ બોલાયા હતા.  મુંબઈમાં  સિંગતેલના ભાવો ૧૦ કિલોના  રૃ.૯૩૦ હતા.  વિશ્વ બજારમાં  મલેશિયા ખાતે  પામતેલનો  વાયદો આજે ઘટી છેલ્લે ૨૪, ૧૩, ૧૨ તથા ૧૫ પોઈન્ટ  માઈનસમાં  હતો જ્યારે  પામ પ્રોડકટના ભાવો અઢી ડોલર ઘટયા હતા.   અમેરિકામાં  શિકાગો સોયાતેલ વાયદાનું પ્રોજેકશન આજે સાંજે ધીમો સુધારો બતાવતું  હતું. મુંબઈમાં  પામતેલના ભાવો ૧૦ કિલોના હવાલા રિસેલના ઘટી  રૃ.૫૨૩ તથા જેએનપીટીના  રૃ.૫૨૨  હતા. નવા વેપારો  ધીમા હતા. નવા વેપારો ધીમા હતા.

ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવો રૃ.૪૯૪ વાળા  રૃ.૪૯૦ હતા.  સીપીઓ વાયદાના  ભાવો સાંજે  રૃ.૪૮૨.૮૦  તથા સોયાતેલ  વાયદો  રૃ.૬૪૧.૨૫ બોલાયો હતો.  મલેશિયાથી મળતા સમાચારો  મુજબ ત્યાં  સરકારે  ક્રૂડ પામ ઓઈલ  સીપીઓની  નિકાસ પરનો ટેક્સ ઓગસ્ટ  મહિના  માટે  ૬.૫૦ ટકાથી ઘટાડી ૫.૫૦  ટકા કરવાનો   નિર્ણય કર્યો છે. આના માટે  ત્યાં રેફરન્સ દરો ટનના  ૨૬૯૯.૫૪ રિંગીટ નક્કી કરવામાં  આવ્યા છે. 

એસજીએસના આજે બહાર પડેલા આંકડા  મુજબ મલેશિયાથી  પામતેલની કુલ નિકાસ  ચાલુ મહિનાના પ્રથમ ૧૫ દિવસમાં ૧૭.૬૦ ટકા  વધી ૬૧૫૬૭૧ ટન થઈ છે જે પાછલા મહિને  આ ગાળામાં  ૫૨૩૫૦૫ ટન થયાના  સમાચારો હતા.   આ ગાળામાં  મલેશિયાથી  ભારત તરફ  નિકાસ જોકે  ૧૦૩૨૫૦ ટનથી ઘટી  ૮૫૮૦૦ ટન  થયાના સમાચારો હતા.

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવો સોયાતેલ  રિફા.ના રૃ.૬૩૨,   સનફલાવરના રૃ.૬૦૦ તથા  રિફા.ના  રૃ.૬૬૦ વાળા  રૃ.૬૫૫ હતા.  કપાસિયા તેલના ભાવો રૃ.૬૮૦ તથા   કોપરેલના ભાવો  ૧૦ કિલોના રૃ.૧૨૮૦ વાળા રૃ.૧૩૦૫  બોલાયા હતા.  મુંબઈ દિવેલના ભાવો આજે ૧૦ કિલોના રૃ.૨થી ૫ વધી કોમર્શિયલના રૃ.૯૮૦, એફએસજીના  ૯૯૦ તથા એફએસજી કંડલાના રૃ.૯૬૫  હતા  મુંબઈ  એરંડાના હાજર ભાવો  રૃ.૪૭૨૫ વાળા રૃ.૪૭૫૦  બોલાયા હતા.

મુંબઈ ખોળ બજારમાં ભાવો  સિંગખોળના  રૃ.૧૮૫૦૦ વાળા રૃ.૧૯૦૦૦ જયારે  સનફલાવર ખોળના ભાવો  ૧૭૦૦૦ વાળા ૧૬૫૦૦ હતા. સોયાખોળના ભાવો રૃ.૨૫૫૬૫  વાળા રૃ.૨૫૭૭૦ થી ૨૫૭૭૫ બોલાયા હતા. અન્ય  ખોળો શાંત હતા.મધ્ય પ્રદેશ બાજુ આજે મથકોએ સોયાબીનની આવકો  આશરે ૩૪થી ૩૫ હજાર  ગુણી આવી હતી  ત્યાં  સોયાબીનના  હાજર ભાવો રૃ.૨૮૦૦થી ૨૯૨૫ તથા પ્લાન્ટ  ડિલીવરીના  ભાવો રૃ.૨૯૦૦થી ૨૯૭૫ હતા.  સોયાતેલના ભાવો ૫૯૫થી ૬૦૦ તથા  રિફા.ના રૃ.૬૩૫થી ૬૪૦ હતા.  મલેશિયામાં  ૧૫ દિવસમાં  પામતેલનું ઉત્પાદન ૧૮.૦૭ ટકા વધ્યું છ.ે દરમિયાન,  વિશ્વ બજારમાં  સનફલાવરના ભાવો ૭૯૫થી ૮૦૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન વિવિધ મથકોએ  વરસાદના પગલે  એરંડા વાયદાના ભાવો આજે વધતા  અટકી પ્રત્યાઘાતી  ધીમા ઘટાડા વચ્ચે  સાંજે એરંડા  ઓગસ્ટ વાયદાના  ભાવો રૃ.૪૫૯૨ તથા સપ્ટે.ના ૪૬૫૯ બોલાયા હતા.   હૈદ્રાબાદ બાજુ ભાવો દિવેલના રૃ.૮૯૦ તથા  એરંડાના રૃ.૪૪૨૫ રહ્યાના નિર્દેશો હતા.

Post Comments