Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોનાના ભાવ ઉછળી રૃ.૨૯૦૦૦ને પાર: ચાંદી વધીને રૃ.૪૧૦૦૦ નજીક

- વિશ્વ બજારમાં ડોલર ઘટતાં

- દુબઈએ જ્વેલરી પર ઈમ્પોર્ટ ડયુટી લાદતાં હવે ભારતથી થતી નિકાસને મોટો ફટકો પડશે

મુંબઈ, તા. 10 જાન્યુઆરી, મંગળવાર, 2017
 
મુંબઈ સોના-ચાંદી બજાર આજે  તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચારો  નવો ભાવ ઉછાળો બતાવી રહ્યા હતા.  વિશ્વ બજારમાં સોનાના ભાવો   વધી  પાંચ સપ્તાહની  ટોચે પહોંચ્યા  હતા. મુંબઈમાં   સોનાના ભાવો  ૧૦ ગ્રામના ૯૯.૫૦ના  રૃ.૨૮૩૯૫  વાળા આજે  રૃ.૨૮૫૫૦  ખુલી રૃ.૨૮૫૬૦   બંધ હતા જયારે  ૯૯.૯૦ના ભાવો રૃ.૨૮૫૪૫ વાળા રૃ.૨૮૭૦૦ ખુલી  રૃ.૨૮૭૧૦  બંધ હતા. વિશ્વ બજારમાં  સોનાના બાવો ઔંશના  ૧૧૭૮.૩૦  ડોલરવાળા   ઉંચામાં  ૧૧૮૬.૮૦ થઈ સાંજે  ૧૧૮૩.૬૦  ડોલર રહ્યા હતા.  
 
વિશ્વ બજારમાં ડોલર ઘટતાં સોનામાં  હેજફંડોની  લેવાલી વધી   હતી. મુંબઈમાં  કરન્સી  બજાર પણ આજે ડોલરના ભાવો રૃ.૬૮.૨૧   વાળા નીચામાં ૬૭.૯૮   થઈ છેલ્લે  રૃ.૬૮.૧૮   બંધ હતા.   મુંબઈમાં ચાંદીના  ભાવો આજે   ઉછળી કિલોના  ૪૧ હજાર  નજીક પહોંચ્યા  હતા. દિલ્હી બજારમાં આજે  સોનાના ભાવો   વધી રૃ.૨૯ હજારની  સપાટી પાર કરી  ગયા હતા.  દરમિયાન,  દુબઈથી  મળતા સમાચારો મુજબ ત્યાં આયાત થતી ગોલ્ડ તથા  ડાયમંડ જવેલરી પર ત્યાંની સરકારે  ૫ ટકા  ઈમ્પોર્ટ  ડયુટી નાંખી છે.  
 
આના પગલે  ભારતથી  દુબઈમાં થતી નિકાસને ફટકો પડવાની શક્યતા  જાણકારોએ  બતાવી હતી.   જોકે આના પગલે   ભારતમાં   લગ્નપ્રસંગે   ખરીદાતી જ્વેલરી ની માગ   ઘરઆંગણે વધવાની  શક્યતા છે.  દુબઈમાં આવી ડયુટી ન હતી.   ત્યારે ઘણા કુટુંબો  દુબઈ જઈ આવી  ખરીદી  કરી ભારતમાં   લાવતા હતા.  તેના બદલે   હવે ડયુટીના   કારણે ભાવ તફાવત  સંકડાતા ભારતમાં ઘરઆંગણે  માગ  વધવાની   શક્યતા જાણકારો  બતાવતા હતા.   દુબઈમાં  આયાતી થતી કુલ જ્વેલરી  પૈકી ભારતથછી આયાત  ૪૦થી ૪૫ ટકા  જેટલી  થાય છે.
 
જોકે ભારતતી  દુબઈમાં  નિકાસ થયા પછી  દુબઈઊથી  આવી જ્વેલરી  ફરી અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે તો ડયુટી લાગશે નહીં એવી  શક્યતા બજારના અમુક વર્ગમાં બતાવાતી  હતી. આ વિશે  વધુ સ્પષ્ટતાની રાહ જોવાઈ   રહી હતી.   ભારતમાં બ્રાઈજડસ  જ્વેલરીની   માગ રૃ.૪થી ૫  હજાર કરોડ જેટલી  રહી છે.  દરમિયાન,  બજાર માં   ચાંદીના ભાવો  સોના પાછળ ઔંશના  ૧૬.૪૬  ડોલરવાળા  ઉછળી  ૧૬.૬૬  થઈ સાંજે   ૧૬.૫૭ ડોલર  હતા.   મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના   ૯૯૯ના  રૃ.૪૦૬૪૦   વાળા રૃ.૪૦૯૩૦   ખુલી   રૃ.૪૦૯૧૦  બંધ હતા અને  ત્યારબાદ ભાવો  સાંજે  રૃ.૪૦૯૦૦ થી ૪૦૯૨૫  તથા કેશમાં ભાવો આ ભાવોથી  રૃ.૨૫૦થી ૩૦૦ જેટલા નીચા   હતા.
 
દિલ્હી બજારમાં  સોનાના ભાવો વધી ૧૦ ગ્રામના  ૯૯.૫૦ના  રૃ.૨૮૮૮૦ તથા ૯૯.૯૦ના   રૃ.૨૯૦૩૦  હતા જયારે    ત્યાં હાજર   ચાંદી વધી   રૃ.૪૦૭૫૦   તથા વિકલી  ડિલીવરી વધી રૃ.૪૦૬૦૦ રહી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં   કોપરના  ભાવો ૫૫૮૯ ડોલર,   ટીનના ૨૧૦૧૦ ડોલર,  નિકલના  ૧૦૩૨૫ ડોલપર, એલ્યુ.ના  ૧૭૧૭  ડોલર,  જસતના ૨૬૪૦   ડોલર તથા  સીસાના ૨૦૮૦  ડોલર હતા.    વિશ્વ બજાર આજે  સાંજે ક્રૂડતેલના  ભાવો બેરલના  બ્રેન્ટક્રૂડના   ૫૫.૦૪  ડોલર તથા ન્યુયોર્કના   ૫૨.૧૦  ડોલર હતા.   પ્લેટીનમના   ભાવો ૯૭૦.૦૫  ડોલર તથા  પેલેડિયમના  ભાવો  ૭૫૬ય.૯૫  ડોલર હતા.

Post Comments