Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બિલ્ડરો ફ્લેટ ખરીદનારને પહેલી જુલાઈ પૂર્વે પૂરા પેમેન્ટની ફરજ ન પાડે

-જીએસટીમાં બાંધકામ પરનું ટેક્સનું ભારણ ઘટી જશે:CBEC

-બિલ્ડરો ફ્લેટના ખરીદનારને પૂરું પેમેન્ટ કરવાની ફરજ પાડશે તો તેને નફાખોરી ગણીને પગલાં લેવાશે

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.17 જુન 2017, શનિવાર

મકાનનું બુકિંગ કરાવ્યું હોય તેવા ખરીદદારોને પહેલી જુલાઈ પૂર્વે તેમના ફ્લેટ પેટે સંપૂર્ણ રકમ ચૂકવી દેવાની ફરજ પાડવામાં આવશે તો તેને બિલ્ડર દ્વારા કરવામાં આવેલી નફાખોરી ગણવામાં આવશે તેવી સૂચના સેન્ટ્રલ બોર્ડ ઑફ એક્સાઈઝ એન્ડ કસ્ટમ્સે બિલ્ડરોને આપી છે. પહેલી જુલાઈ પછી પેમેન્ટ કરનારાઓ પર ટેક્સનું ભારણ વધી જશે એવો ડર બતાવીને તેમને વહેલું પેમેન્ટ કરવાની બિલ્ડરો દ્વારા ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદને આધારે આ પગલું લેવામાં આવ્યું છે.

સીબીઈસીએ જણાવ્યું છે કે કોઈપણ બિલ્ડર આ રીતરસમ અપનાવશે તો તેને નફાખોરી કરવાનું વલણ ગણાવીને તેમની સામે એન્ટિ પ્રોફિટિયરિંગની જોગવાઈ હેઠળ પગલાં લેવામાં આવશે. આ જોગવાઈ અંગે આવતીકાલે મળનારી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ચર્ચા પણ કરવામાં આવી શકે છે.

સીબીઈસીએ જણાવ્યું છે કે બાંધકામ હેઠળના ફ્લેટ પર જીએસટીની વ્યવસ્થા હેઠળ ૧૨ ટકાના દરે ટેક્સ લગાડવામાં આવશે. વર્ક્સ કોન્ટ્રાક્ટની સેવા માટે આ દર લગાડવામાં આવ્યા છે. પરંતુ આ અગાઉ જ ફ્લેટનું બુકિંગ કરાવી લેનારાઓને બિલ્ડરો પહેલી જુલાઈ પૂર્વે સંપૂર્ણ પેમેન્ટ કરી દેવા માટે ફરજ પાડી રહ્યા હોવાની ફરિયાદો તેમને મળી રહી છે. પહેલી જુલાઈ પછી પેમેન્ટ કરનારાઓએ નિર્ધારિત જૂના દર કરતાં ઊંચા અને નવા વેરાના દર પ્રમાણે ટેક્સ ભરવાની તૈયારી રાખવાની સૂચના બિલ્ડરો તરફથી ફ્લેટ બુકિંગ કરાવનારાઓને આપવામાં આવી છે.
સીબીઈસીનું કહેવું છે કે જીએસટી પૂર્વેની પરિસ્થિતિમાં મકાનના બાંધકામ પર જાતજાતના ટેક્સની જવાદબારી આવતી હતી. હવે માત્ર જીએસટી આવતા તેના પરનું ટેક્સનું ભારણ ઓછું થઈ જવાની સંભાવના રહેલી છે. સીબીઈસીએ ઉદાહરણ આપતા જણાવ્યું છે કે મોટાભાગની બાંધકામસામગ્રી પર ૧૨.૫ ટકાના દરે સેન્ટ્રલ એક્સાઈઝ ભરવી પડે છે. સિમેન્ટ પર તો તેનાથીય વધુ એક્સાઈઝ ડયૂટી લાગે છે. તદુપરાંત બાંધકામની સામગ્રી પર ૧૨.૫ ટકાથી ૧૪.૫ ટકાના દરે વેટ પણ ભરવો પડી રહ્યો છે. દેશના મોટાભાગના રાજ્યોમાં આ સ્થિતિ પ્રવર્તી રહી છે. તદુપરાંત અન્ય વેરાનો બોજ પણ તેના પર આવે છે. તેમાં કેટલાક રાજ્યોમાં એન્ટ્રી ટેક્સ લાગે છે. તેના પર અત્યારે ૪.૫ ટકાના દરે સર્વિસ ટેક્સ પણ લગાડવામાં આવી રહ્યો છે. સર્વિસ ટેક્સની વ્યવસ્થા હેઠળ આ તમામ વેરાઓમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ આપવાની કોઈ જ જોગવાઈ નથી.

આ બધાં ઉપરાંત કોમ્પોઝિશનની સ્કીમમાં એક ટકાના દરે બીજો વેટ પણ વસૂલવામાં આવી રહ્યો છે. કેટલાક શહેરોમાં કોમ્પોઝિશન હેઠળ ૨ ટકાના દરે પણ વેટ લેવામાં આવી રહ્યો છે.

Post Comments