Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પીએસયુ બેંકોના રીકેપિટલાઈઝેશન સાથે મોટા રીફોર્મ્સ હાથ ધરાશે : ઉર્જિત પટેલ

- મજબૂત બેંકોને પ્રાથમિકતા મળશે

- રીકેપિટલાઈઝેશન બોન્ડસની દરેક બેંકની રકમ નક્કી કરવા રિઝર્વ બેંક ફાઈનાન્શિયલ સર્વિસિઝ ડીપાર્ટમેન્ટ સાથે કામ કરી રહી છે

મુંબઈ, તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

કેન્દ્ર સરકારના પીએસયુ-જાહેર ક્ષેત્રની બેંકો માટે ૩૨ અબજ ડોલરના રીકેપિટલાઈઝેશન-મૂડીકરણ માટેની મેગા યોજના-પ્રોગ્રામમાં મજબૂત બેંકોને પ્રાથમિકતા આપવામાં આવશે અને આ સાથે બેંકોમાં વ્યાપક સ્તરે રીફોર્મ્સ-સુધારા લાગુ કરવામાં આવશે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે જણાવ્યું હતું.

સરકારના મહત્તમ હોલ્ડિંગ ધરાવતી ૨૧ જાહેર ક્ષેત્રની પીએસયુ બેંકો દેશની બેંકિંગ અસ્ક્યામતોના ૬૬ ટકાથી વધુ ધરાવે છે. ૧૪૭ અબજ ડોલરની રેકોર્ડ બલ્ક એનપીએ-ડૂબત એસેટ્સના મોટો હિસ્સો આ બેંકોનો છે.  જેના પરિબળના કારણે નવું ધિરાણ અટક્યું છે. ઓકટોબરમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકો માટે રૃ.૨.૧૧ ટ્રીલિયન(૩૨.૭૧ અબજ ડોલર) રીકેપિટલાઈઝેશન યોજનાને મંજૂર કરી હતી. જેમાં રૃ.૧.૩૫ ટ્રીલિયન રીકેપિટલાઈઝેશન બોન્ડસ થકી ફાઈનાન્સ કરાશે, જે બોન્ડસ બેંકોએ સબસ્ક્રાઈબ કરવાના રહેશે. બેંકોને આ ઉપરાંત બહારના રોકાણકારોને શેરો વેચીને રૃ.૫૮,૦૦૦ કરોડ ઊભા કરવાના રહેશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે વધુ જણાવ્યું હતું કે, આરબીઆઈ દરેક બેંક માટે રીકેપિટલાઈઝેશન બોન્ડસની રકમ નક્કી કરવા અને તેમની બેલેન્સ શીટમાં મૂકવા માટે તેમ જ બહારથી ફંડ ઊભું કરવા માટે ફાઈનાન્શિયલ સર્વિસિઝ ડીપાર્ટમેન્ટ સાથે કામ કરી રહી છે. આ ઉપરાંત ગવર્નરે અન્ય બેંકોને ચેતવતા જણાવ્યું હતું કે, નોંધનીય અને સમયાવધિમાં રીફોર્મ્સ તરફ ઉકેલ અને આગળ વધવા માટેના આ બેંકોના અભિગમ મુજબ સરકારનો ઈક્વિટી હિસ્સો મેળવશે.

Post Comments