Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાદાર કંપનીઓમાં બેન્કોને થયેલું બેથી ૮૫ ટકા સુધીનું જંગી નુકસાન

- જ્યોતિ સ્ટ્રક્ચર્સમાં બેન્કોએ સૌથી વધારે મૂડી ગુમાવી

- ખરીદદારીના મોરચે ગંભીર હોય તેવી કંપનીઓ પણ પછી ભાવ વધશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચા દરે બિડિંગ નહીં કરે

અમદાવાદ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર

નાદાર કંપનીઓ પાસેથી મળેલી બિડ મુજબ બેન્કોએ બે ટકાથી લઈને ૮૫ ટકા સુધીનો હેરકટ વેઠવો પડે તેવી શક્યતા છે. ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડના રિઝોલ્યુશન પ્લાન હેઠળ બિનાની સિમેન્ટે સૌથી ઓછો બે ટકાનો હેરકટ વેઠવો પડયો છે. જ્યારે જ્યોતિ સ્ટ્રક્ચર્સમાં બેન્કોએ ૮૫ ટકા સુધીનો હેરકટ વેઠવો પડયો છે.

કંપની માટે પ્રોફેશનલોનું એક જૂથ મળ્યુ છે જેણે ૧૫ વર્ષ માટે ૩,૦૦૦ કરોડ રૃપિયા ઓફર કર્યા હોવાનું માનવામાં આવે છે. લેણદારોએ આલોક ઇન્ડસ્ટ્રીઝની તે દરખાસ્ત નકારી કાઢી છે તે મુજબ તેને જંગી હેરકટ આપવાનો થતો હતો. જંગી હેરકટ મેળવનારી કંપનીઓ કોસ્ટલ પ્રોજેક્ટ્સ, એસ્સાર પ્રોજેક્ટ્સ, આઇવીઆરસીએલનો સમાવેશ થાય છે, જેઓ ૯૦ ટકા સુધીનો હેરકટ મેળવનારા છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે બિનાની ઇન્ડસ્ટ્રીઝની અરજીની પ્રક્રિયામાં દરમિયાનગીરી માંગતી અરજી નકારી કાઢતા આઇબીસીને પ્રોત્સાહન મળ્યુ છે, જેમા બિનાની સિમેન્ટનો રિઝોલ્યુશન પડતો મૂકવાની માંગ કરવામા આવી હતી. કાનૂની નિષ્ણાતોનું માનવું છે કે સુપ્રીમ કોર્ટના વલણના લીધે ખરીદદારો હવે આઉટ-ઓફ-ટ્રિબ્યુનલ સેટલમેન્ટ નહીં કરી, જે બિનાની ઇન્ડસ્ટ્રીઝે અલ્ટ્રાટેક સાથે કર્યુ હતુ, જ્યારે દાલમિયા સિમેન્ટ સૌથી મોટી બિડર હતી. તેની સાથે ખરીદદારીના મોરચે ગંભીર હોય તેવી કંપનીઓ પણ પછી ભાવ વધશે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને નીચા દરે બિડિંગ નહીં કરે. દાલમિયા ભારતે બિનાની સિમેન્ટ માટે ૬,૭૦૦ કરોડ રૃપિયા ઓફર કર્યા હતા, જેમાથી ૬,૩૦૦ કરોડનો ઉપયોગ બિનાની સિમેન્ટ માટે કરવામાં આવ્યો હતો.

Post Comments