Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આગામી વર્ષોમાં બેંકોએ NPA કરતા પણ મોટા પડકારોનો સામનો કરવો પડશે

- ક્રેડિટ રીસ્ક મેનેજમેન્ટ સિસ્ટમને પણ વધુ મજબૂત બનાવવી પડશે

નવી દિલ્હી, તા. 12 જૂન 2018, મંગળવાર

આગામી વર્ષોમાં દેશની બેંકોએ એનપીએ કરતા પણ મોટા પડકારાનો સામનો કરવો પડશે તેમ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ૨૦૧૭-૧૮ના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યું હતું.

સ્ટેટ બેંકના આ રીપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આગામી વર્ષોમાં દેશની બેંકિંગ સિસ્ટમ સામે પડકારજનક સમય ઉદ્ભવશે. દેશની બેંકિંગ સિસ્ટમ સામે એનપીએ કરતા પણ જે મોટા પડકારો ઉભા થશે તેમાં છેતરપીંડી, સાઈબર સિક્યુરીટી અને ગર્વનન્સ જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે દેશની ૨૧ પીએસયુ બેંકોમાંથી ૧૯ બેંકોએ રૃા. ૮૭૩ અબજની ખોટ નોંધાવી છે. જે પૈકી પીએનબી રૃા. ૧૨૨.૮૩ અબજની ખોટ સાથે પ્રથમ ક્રમાંકે છે. એનપીએનો બોજો હળવો થવાની હાલ કવાયત ચાલુ જ છે અને તેના સારા પરિણામ આગામી સમયમાં જોવા મળશે.

બીજી તરફ આગામી સમયમાં બેંકિંગ સિસ્ટમ સામે છેતરપીંડી, સાઈબર સિક્યુરીટી, ગુડ ગવર્નન્સ, હ્યુમન રીસોર્સીસ તેમજ કસ્ટમર રીલેશન અને સર્વિસીસ ક્ષેત્રે અનેક પડકારોનો સામનો કરવો પડશે અને આ માટે બેંકોએ અલાયદી સિસ્ટમ વિકસાવવી પડશે.

આ ઉપરાંત સ્થાનિક બેંકોએ તેમના વિદેશ વેપારની નીતિમાં બદલાવ લાવવો પડશે. વૈશ્વિક સ્તરે વેપારમાં વધતા જોખમો સામે બેંકોએ નવી સ્ટ્રેટેજી અપનાવવી પડશે. જો કે, આ મુદ્દો વિદેશની બેંકોને પણ લાગુ પડે છે અને તેમણે પણ આ મુદ્દે નવેસરથી નીતિ ઘડવી પડશે.

સ્થાનિક સ્તરે બેંકોએ કોર્પોરેટ ક્રેડિટ સ્ટ્રક્ચર અને સિસ્ટમ અંગે પણ બદલાવ લાવીને નાવીન્યસભર કરવા પડશે. આ ઉપરાંત ક્રેડિટ રીસ્ક મેનેજમેન્ટ સિસ્ટમને પણ વધુ મજબૂત બનાવવી પડશે.

Post Comments