Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિશ્વ બજાર પાછળ આયાતી ખાદ્યતેલોમાં થયેલી પીછેહઠ

- દેશી ખાદ્યતેલોમાં મક્કમ હવામાન સામે

- મલેશિયા દ્વારા ક્રૂડ પામ ઓઇલની નિકાસ પરનો ટેક્સ ઘટાડાશે : અમેરિકાએ આર્જેન્ટીના તથા ઇન્ડોનેશિયાના બાયોડિઝલ પર એન્ટી ડમ્પીંગ ડયુટી લાદી

મુંબઇ, મંગળવાર તા.14 નવેમ્બર 2017

મુંબઇ તેલ-બિયાં બજારમાં આજે વિશ્વ બજાર પાછળ આયાતી ખાદ્યતેલોમાં વેચવાલી વધતા બજારભાવો ઘટાડા પર રહ્યા હતા. નવી માગ પણ પાંખી હતી. જો કે દેશી ખાદ્યતેલો આજે મક્કમ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે મલેશિયામાં પામતેલનો વાયદો ઘટી છેલ્લે ૪૭,૪૩ તથા ૪૩ પોન્ટિના ઘટાડા પર રહ્યો હતો. જ્યારે ત્યાં પામ પ્રોડક્ટના ભાવો પાંચથી સાડા સાત ડોલર ગબડયા હતા.

અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઇટ ૪૮થી ૪૯ પોઇન્ટ ઘટયા પછી આજે પ્રોજેક્ટમાં ભાવો સાંજે ૧૦ પોઇન્ટ નરમ રહ્યા હતા. મુંબઇમાં પામતેલના ભાવો ઘટી ૧૦ ટકાનો હવાલા રિલેસના રૃા. ૬૦૯ તથા જેએનપીટીના રૃા. ૬૦૬ રહ્યા હતા. નવી માગ પાંખી હતી. ક્રૂડ પામ ઓઇલ સીપીઓ કંડલાના ભાવો ઘટી રૃા. ૫૫૫ રહ્યા હતા. જ્યારે સીપીઓ વાયદાના ભાવો આજે સાંજે ૫૬૨/૫૦ તથા સોયાતેલ વાયદાના ભાવો નવા વાયદાના રૃા. ૭૦૯/૮૦ રહ્યાના નિર્દેશો હતા. દરમિયાન, અમેરિકા- શિકાગોના ઓવરનાઇટ સમાચારોમાં સોયાબીનનો વાયદો ૧૩૬, ૧૨૬, ૧૨૪ તથા ૧૨૨ પોન્ટિ ગબડયો હતો જ્યારે ત્યાં સોયાતેલના ભાવો ૩૨ પોઇન્ટ માઇનસમાં રહ્યા હતા. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઇટ ૧૭, ૨૧, ૧૭, ૧૫ તથા ૧૮ પોઇન્ટ માઇનસમાં રહ્યાના સમાચારો હતાં.

મુંબઇમાં કપાસિયા  તેલના ભાવો આજે ૧૦ કિલોના રૃા. ૬૬૦ રહ્યા હતા જ્યારે સિંગતેલના ભાવો રૃા. ૮૭૦ થઇ સાંજે રૃા. ૮૭૫ રહ્યા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવો રૃા. ૮૫૦ તથા ૧૬ કિલોના ભાવો રૃા. ૧૩૭૫ રહ્યા હતા. દરમિયાન, મગફળીની આવકો ગોંડલ બાજુ આશરે ૮૦ હજાર  ગુણીની તથા રાજકોટ બાજુ આશરે ૪૫ હજાર ગુણીની નોંધાઇ હતી તથા ત્યાં હાજર ભાવો મગફળીના જાતવાર ૨૦ કિલોના રૃા. ૬૮૦થી  કરીને ઉંચામાં ભાવો રૃા. ૭૮૦ થી ૭૮૫ રહ્યાના સમાચારો હતા. દરમિયાન મલેશિયામાં ડિસેમ્બર માટે ક્રૂડ પામ ઓઇલ સીપીઓનો નિકાસ ટેક્સ ૬.૫૦ ટકાથી ઘટાડી ૬/૦૦ ટકા કરવા નિર્ણય કરાયાના સમાચારો હતા. મુંબઇમાં આજે સોયાતેલ રિફાઇન્ડના ભાવો રૃા. ૬૭૦, સન ફ્લાવરના રૃા. ૬૩૦ તથા રિફાઇન્ડના રૃા. ૬૯૮ રહ્યા હતા જ્યારે કોપરેલના ભાવો ૧૦ કિલોના રૃા. ૧૬૧૦ રહ્યા હતા. દિવેલના ભાવો એફએસજી કંડલાથી ૯૦૬ વાળા રૃા. ૯૦૫ રહ્યા હતા. દરમિયાન, મુંબઇખોળ બજારમાં આજે ભઆવો સાંકડી વધઘટે શાંત રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સનફ્લાવરના ભાવો સીઆઇએફ ધોરણે ૮૧૫થી ૮૨૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન, અમેરિકામાં આર્જેન્ટીના તથા ઇન્ડોનેશિયાથી આયાત થતા બાયોડિઝલ પર અમેરિકાની સરકારે એન્ટીડમ્પીંગ સ્થળ નક્કી કર્યાના સમાચારો  છે. ઘર આંગણે આજે મધ્ય- પ્રદેશ બાજુ મથકોએ સોયાબીનની આવકો આશરે સવા ત્રણથી સાડા ત્રણ લાખ ગુણી આવી હતી તથા ત્યાં ભઆવો સોયાબીનના ૨૫૨૫થી ૨૬૭૫તથા પ્લાન્ટ ડિલીવરીના ભાવો રૃા. ૨૭૦૦થી ૨૭૬૦ રહ્યા હતા જ્યારે ત્યાં સોયાતેલના ભાવો રૃા. ૬૪૫થી ૬૫૦ તથા રિફાઇન્ડના રૃા. ૬૮૫થી ૬૯૦ રહ્યાના સમાચારો હતા.

Post Comments