Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાલુ વર્ષે સરેરાશ ફુગાવાનો દર ૫.૧ ટકા રહેવાની શક્યતા

- ક્ડ, નબળો રૃપિયો, ટેકાના ભાવ, રોકડનું પ્રમાણ વધતા મોંઘવારી ફરી માંથું ઉચકશે

મુંબઈ, તા. 16 મે 2018, બુધવાર

એચએસબીસીના  એક રિપોર્ટમાં  કહેવામાં આવ્યું છે કે  નાણાકીય વર્ષના બીજા  અર્ધવાષક ગાળામાં ફૂગાવો વધવાની સંભાવના છે. ગયા વર્ષે ફૂગાવો ૩.૬ ટકા હતા જેની સરખામણીએ આ નાણાકીય વર્ષમાં ૫.૧ ટકા રહી  શકે છે. 

ગ્લોબલ ફાઇનાન્સિયલ સવસ મેજરના કહેવા પ્રમાણે,  ફુગાવાના વધતા દર પાછળ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ક્ડ ઓઇલના ભાવ, કમજોર પડી રહેલો રૃપિયો, વધુ એમએસપી અને સર્કુલેશનમા  વધુ રોકડ જવાબદાર છે.

ઓઇલના ભાવમા વધારો, ફેડ રેટમાં વધારો અને અમેરિકન પરિવાહીતામાં ઘટાડો જેવા વૈશ્વિકક પરિબળોને કારણે પણ ભારતની માઇક્રો અર્થવ્યવસ્થા પર અસર પહોંચાડી છે.  તે સિવાય  સ્થાનિક  સ્તરે ખેતી ક્ષેત્રે  ન્યૂનતમ  સપોર્ટ પ્રાઇઝમાં વધારાએ પણ ફુગાવો વધ્યોછે.

એચએસબીસીએ રિપોર્ટમાં કહ્યું કે, અમારા મતે ૨૦૧૮-૧૯મા ફુગાવો ૫.૧  ટકા રહી શકે છે જે  ગયા  વર્ષે ૩.૬  ટકા હતો . સાથે કહેવામાં આવ્યુ હતું કે જો યોગ્ય કાર્યવાહી કરવામાં  આવે તો ફુગાવાનો દરમાં ઘટાડો પણ થઇ શકે છે.આરબીઆઇએ ૨૦૧૯-૨૦માં બીજા અર્ધવાષક ગાળામાં ફુગાવો ૪ ટકા રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી  છે.

એપ્રિલમાં  રિટેલનો ફૂગાવો ઘટીને ૪.૫૮ સુધી પહોંચી ગયો  હતો. ભારતીય રિઝર્વ બેન્ક આગામી  મહિને મોનિટરી પોલીસી રિવ્યૂમાં  સખત વલણ અપનાવશે. સરકાર દ્ધારા  જાહેર કરવામાં આવેલા આંકડા અનુસારસ જથ્થાબંધ ફૂગાવાનો દર એપ્રિલમાં વધીને ૩.૧૮ ટકા થયો હતો. આ પાછળ પેટ્રોલ ડિઝલના  ભાવમાં થયેલા વધારાને જવાબદાર ગણવામાં આવે છે.

Post Comments