Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બેન્કોની એનપીએ ખરીદવા માટે એઆરસી નજીકના સમયમાં આક્રમક બને તેવી ધારણા

- આગામી દિવસોમાં ૪૦૦ અબજ રૃપિયાની એનપીએના વેચાણની વકી

મુંબઈ, તા. ૧૩ જાન્યુઆરી 2018, શનિવાર

રિકવરીના વાતાવરણમાં થઈ રહેલા સુધારા અને વ્યવયાસીક કારણો બેન્કોને તેમના ચોપડા સ્વચ્છ કરવા દબાણ કરી રહ્યા હોવાનું ધ્યાનમાં રાખતા એસેટ રિકન્સ્ટ્રકશન કંપનીઓ (એઆરસી) વર્તમાન નાણાં વર્ષના હાલમાં ચાલી રહેલા ચોથા ત્રિમાસિક ગાળામાં બેડ લોન્સની ખરીદીમાં આક્રમકતા અપનાવે તેવી ધારણાં રખાઈ રહી છે.

ચોથા ત્રિમાસિક ગાળામાં બેન્કો અંદાજે ૪૦૦ અબજ રૃપિયાની એનપીએ વેચવા કાઢે તેવી શકયતા છે. વર્તમાન નાણાં વર્ષમાં બેન્કોએ અત્યારસુધી એઆરસીને રૃપિયા ૪૦૦ અબજની એનપીએ વેચવાનું યા તો જાહેર કર્યું છે અથવા વેચી દીધી છે, એમ બેન્કિંગ સુત્રોએ જણાવ્યું હતું.

નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં એઆરસીએ બેન્કો પાસેથી રૃપિયા ૩૭૦ અબજની એનપીએની ખરીદી કરી હતી. આમાંની ૪૦ ટકા તો જાન્યુઆરી-માર્ચ ૨૦૧૭માં ખરીદાઈ હતી. આવનારા દિવસોમાં બેન્કો વધુને વધુ એનપીએ વેચવા કાઢે તેવી ધારણાં છે અને વિવિધ એઆરસી પણ તે માટે સજજ્ થઈ રહીછે.

નેશનલ કંપની લો ટ્રીબ્યુનલ સમક્ષ ઈન્સોલવન્સીના ૪૦૦ કેસોની સુનાવણી ચાલુ છે. સપ્ટેમ્બર ૨૦૧૭ના અંતે પૂરા થયેલા ૬ મહિનામાં એઆરસીએ રૃપિયા ૯૦ અબજની એનપીએ ખરીદી કરી હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે.

Post Comments