Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રૃપિયામાં નબળાઈને પરિણામે દેશની પામ ઓઈલની આયાતમાં જોવાઈ રહેલો ઘટાડો

- ઈમ્પોર્ટ ડયૂટીમાં વાૃધારાને કારણે પણ ખાધ્ય તેલની આયાત પર અસર

મુંબઈ, તા. 16 મે 2018, બુધવાર

ઓકટોબર ૨૦૧૮ના અંતે પૂરા થનારા વર્ષ દરમિયાન દેશની ખાધ્ય તેલની આયાત પાછલા વર્ષના સ્તરે જ રહેવાની ધારણાં છે. દેશમાં ખાધ્ય તેલની આયાત પરના ટેકસમાં વધારા ઉપરાંત રૃપિયામાં નબળાઈએ આયાતને વધુ મોંઘી બનાવી છે, એમ સોલ્વન્ટ એકસટ્રેકટર્સ' એસોસિએશન (સી)ના સુત્રોએ જણાવ્યું હતું.

રિફાઈનરો હજુ પણ સોયા ઓઈલ તથા સનફલાવર ઓઈલ જેવા તેલની આયાત પર નફો કરી શકે છે પરંતુ પામ તેલની આયાત કરવાનું કઠીન બની ગયું છે. પામ તેલ પર જંગી આયાત ડયૂટી લાગુ કરવામાં આવી છે.
ટ્રેડરો ઘણી મુશકેલીઓનો સામનો કરી રહ્યા છે અને આયાતમાં ઘટાડો થઈ રહ્યો છે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું. ઓકટોબરના અંતે પૂરા થનારા વર્તમાન માર્કેટિંગ વર્ષમાં એસોસિએશને દેશના ખાધ્ય તેલના આયાત અંદાજોમાં સાધારણ ઘટાડો કર્યો છે.

પાછલા વર્ષમાં ખાધ્ય તેલની આયાતનો આંક ૧.૫૧ કરોડ ટન રહ્યો હતો. આ વર્ષે આ આંક સહેજ ઊંચો રહેવાની અપેક્ષા છે. દેશની ખાધ્ય તેલની કુલ આયાતમાં પચાસ ટકા આયાત પામ તેલની થાય છે.
સ્થાનિક ખેડૂતોને ટેકો પૂરો પાડવા ભારત સરકારે માર્ચમાં ક્રુડ તથા રિફાઈન્ડ પામ ઓઈલ પરની આયાત ડયૂટી વધારીને છેલ્લા એક દાયકાની સૌથી ઊંચી કરી છે. મલેશિયાથી ભારત ખાતે પામની નિકાસ એપ્રિલમાં માસિક ધોરણે ૪૦ ટકા ઘટી છે. જ્યારે મેના પ્રથમ ૧૫ દિવસમાં માત્ર ૧૫૦૦૦ ટન જ નિકાસ થઈ છે.

એપ્રિલથી દેશનો રૃપિયો ડોલર સામે ચાર ટકા આસપાસ તૂટી ગયો છે. કેટલાક મોટા આયાતકારો પામ ઓઈલની આયાતમાં ઘટાડો કરી રહ્યા છે. નાના ખેલાડીઓએ ક્રુડ પામ ઓઈલની  ખરીદી લગભગ અટકાવી દીધી હોવાનું પણ સુત્રોએ ઉમેર્યું હતું.

Post Comments