Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમેરિકા અને ઉત્તર કોરિયા શિખર મંત્રણાની સાથોસાથ ડોલરમાં સુધારો

- ડોલર વધતા સોનાચાંદીના ભાવમાં ઉછાળો જ્યારે ક્રુડ ઓઈલના ભાવમાં સ્થિરતા

મુંબઈ, તા. 12 જૂન 2018, મંગળવાર

અમેરિકા-ઉત્તર કોરિયા વચ્ચેની શિખર મંત્રણાના દિવસે રૃપિયા સામે ડોલરમાં સાધારણ વધારા સાથે સ્થાનિક  સોનાચાંદી બજારમાં  બન્ને કિંમતી ધાતુના ભાવમાં  સુધારો જોવા મળ્યો હતો. અમેરિકા ખાતે તેલ ખોદકામ પ્રવૃતિમાં વધારો થવાના અહેવાલ વચ્ચે ઓઈલના ભાવ ટકેલા જોવા મળ્યા હતા. રૃપિયા સામે ડોલર આજે સાધારણ ઊંચો બંધ રહ્યો હતો.

સ્થાનિક  બુલિયન માર્કેટમાં ૯૯.૫૦ સોનાના દસ ગ્રામના જીએસટી વગરના ભાવ જે   સોમવારે રૃપિયા  ૩૦૮૩૦  બંધ રહ્યા હતા તે આજે સવારે રૃપિયા ૩૦૮૭૦  ઊંચા ખૂલી માગ વચ્ચે   વધીને રૃપિયા ૩૦૮૭૫  બંધ રહ્યા હતા. ૯૯.૯૦ ગોલ્ડના જીએસટી વગરના ભાવ જે    સોમવારે  રૃપિયા ૩૦૯૮૦  બંધ રહ્યા હતા તે આજે   સવારે  રૃપિયા ૩૧૦૨૦  ઉપર ખુલી  રૃપિયા  ૩૧૦૨૫ બંધ રહ્યા હતા. સ્થાનિક જ્વેલર્સ  તથા રિટેલરો તરફથી માગ  નીકળતા અને ડોલરમાં સાધારણ સુધારો રહેતા ભાવ ઊંચકાયા  હતા.   ૯૯.૯૦ સોનામાં જીએસટી વગરના ભાવ  ફરી રૃપિયા ૩૧૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.

સોનાની સાથે ચાંદીમાં  આજે   નોંધપાત્ર સુધારો  જોવાયો હતો. સોમવારે  ચાંદીના ભાવ જે એક કિલોના  જીએસટી વગરના રૃપિયા  ૪૦૨૫૫  બંધ રહ્યા હતા તે આજે રૃપિયા ૪૦૪૫૫ ઉપર ખૂલી રૃપિયા   ૪૦૩૯૫ બંધ  રહ્યા હતા. ચાંદીએ જીએસટી વગરના ભાવમાં રૃપિયા ૪૦,૦૦૦ની સપાટી  જાળવી  રાખી છે.

ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની શિખર મંત્રણા શાંતિપૂર્વક પાર પડયાના અહેવાલ વચ્ચે વિશ્વ બજારમાં સોનાના ભાવ ૧૩૦૦ ડોલરની સપાટીની અંદર જળવાઈ રહ્યા હતા.આજે   મોડી સાંજે  એક ઔંસ દીઠ  ભાવ ૧૨૯૪.૮૦  ડોલર  આસપાસ બોલાતા હતા જ્યારે ચાંદી ઔંસ દીઠ ૧૬.૮૨  ડોલર બોલાતી હતી. એક તબક્કે ચાંદી ૧૭.૦૧ ડોલર બોલાતી હતી.

ઓપેક દેશોના ઉત્પાદન કાપ સામે  અમેરિકાએ તેલ ખોદકામ પ્રવૃતિ  વધારી દેતા  ક્રુડ ઓઈલના ભાવ ટકેલા જોવા મળ્યા હતા. વૈશ્વિક  બજારમાં ક્રુડ તેલના ભાવ આજે મોડી સાંજે  સોમવારના સ્તરની આસપાસ જ બોલાતા હતા.  બ્રેન્ટનો ભાવ પ્રતિ બેરલ  ૭૬ ડોલરની  અંદર રહીને  ૭૫.૯૦  ડોલર બોલાતો હતો.   નાઈમેક્સ બેરલ દીઠ ૬૬.૦૧ ડોલર બોલાતું  હતું.  

રૃપિયા સામે ડોલર  સાધારણ મજબૂત રહ્યો હતો. સોમવારનો ૬૭.૪૨ બંધવાળો ડોલર આજે રૃપિયા સામે ૬ પૈસા  સુધરીને રૃપિયા ૬૭.૪૮ બંધ રહ્યો હતો. ડોલર સામે રૃપિયાને ટકાવી રાખવા રિઝર્વ બેન્કે એપ્રિલમાં ૨.૪૮ અબજની કિંમતના ડોલરનું વેચાણ કર્યું હતું. આ અગાઉ માર્ચમાં સ્પોટ માર્કેટમાં રિઝર્વ બેન્કે ૯૯.૬૦ કરોડ ડોલરની ખરીદી કરી હતી. ૧ જુનના રોજ દેશનું ફોરેકસ રિઝર્વ ૪૧૨.૨૩ અબજ ડોલર રહ્યું હતું. 

Post Comments