Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ સોનું પુન: રૃ.૩૧૦૦૦ને આંબી ગયું

- ઝવેરી બજારમાં ઉતરાયણ પૂર્વે તેજીનો પતંગ પૂરજોશમાં ચગ્યો

- કમૂરતા પુરા થતાં સોમવારથી માંગ વધવાની આશા : વિશ્વબજારમાં તીવ્ર ઉછાળો ક્રુડતેલ પણ ફરી ઉંચકાયું : દિલ્હી બજારમાં સિક્કા ચાંદીમાં રૃ.૧૦૦૦ની તેજી આવી

મુંબઈ,  તા. ૧૩ જાન્યુઆરી 2018, શનિવાર
 

મુંબઈ સોના- ચાંદી બજાર આજે શનિવારના કારણે સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે જોકે ભાવમાં તેજી આગળ વધ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારના સમાચાર ઉછાળો બતાવી રહ્યા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૧૩૩૧.૫૦થી ૧૩૩૨ ડોલરવાળા ઉછળી ૧૩૩૮.૫૦ થઈ છેલ્લે ભાવ ૧૩૩૭.૬૦થી ૧૩૩૭.૬૫ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વબજાર ઉછળતાં ઘરઆંગણે ઉતરાયણ પૂર્વે કિંમતી ધાતુઓની આયાત પડતર વધી જતાં ઝવેરીબજારમાં ભાવ ઉંચા બોલાઈ રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૃ.૨૯૯૦૦ આસપાસ તથા ૯૯.૯૦ના ભાવ વધી રૃ.૩૦૦૫૦ આસપાસ બોલાઈ રહ્યા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ત્રણ ટકા જેટલા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈમાં આજે બંધ બજારે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૃ.૩૮૮૫૦ વાળા રૃ.૩૯૦૦૦ને આંબી ગયા હતા જ્યારે જીએસટી સાથેના ભાવ ઉછળી રૃ.૪૦ હજાર પાર કરી રૃ.૪૦૨૦૦થી ૪૦૩૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૧૭.૩૦ ડોલર થઈ છેલ્લે ભાવ ૧૭.૨૦થી ૧૭.૨૧ ડોલર રહ્યા હતા. પેલેડિયમના ભાવ ઉછળી ઔંશના ૧૧૨૫ ડોલર પાર કરી જતાં નવો રેકોર્ડ થયો હતો જ્યારે પ્લેટીનમના ભાવ વધી વિશ્વબજારમાં છેલ્લે ૯૯૪.૩૦થી ૯૯૪.૩૫ ડોલર રહ્યાના સમાચાર હતા. પેલેડીયમના ભાવ ૩થી ૪ ટકા ઓવરનાઈટ ઉછળ્યા હતા.

અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૯૯.૯૦ના રૃ.૨૦૦ ઉછળી રૃ.૩૧૦૦૦ને આંબી ગયા હતા. દિલ્હી ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ વધી સાત સપ્તાહની ટોચે પહોંચ્યા હતા જ્યારે વિશ્વબજારમાં સોનાના ભાવ વધી ચાર મહિનાની ટોચે બોલાઈ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવ વધી રૃ.૩૦૭૫૦ તથા ૯૯.૫૦ના રૃ.૩૦૬૦૦ રહ્યા હતા. નવેમ્બર ૨૦૧૭ પછીના ગાળાની આ નવી ટોચ મનાઈ રહી છે.  ત્યાં આજે ચાંદીના હાજર ભાવ વધી કિલોના રૃ.૩૯૯૦૦ તથા વિકલી ડિલીવરીના ભાવ રૃ.૩૯૧૨૦ રહ્યા હતા. ત્યાં ચાંદી સિક્કા (૧૦૦)ના ભાવ આજે  રૃ.૧૦૦૦ વધી રૃ.૭૪થી ૭૫ હાજર રહ્યાના સમાચાર હતા. ઘરઆંગણે ઉતરાયણ પછી ઝવેરીબજારમાં લગ્નસરાની માગ વધવાની આશા જાણકારો બતાવી રહ્યા હતા.

દરમિયાન, દેશમાં ૨૦૧૭-૧૮ના વર્તમાન નાણાવર્ષમાં  સોનાની સત્તાવાર આયાત ઘટી ૬૫૦ ટન જેટલી થવાની શક્યતા તજજ્ઞાોએ બતાવી છે. ૨૦૧૬-૧૬માં આવી આયાત ૬૬૦ ટન તથા ૨૦૧૫-૧૬માં ૯૬૮ ટન આવી હતી. દેશમાં આયાત જકાત તથા  જીએસટીનો બોજ હોતાં ઘરઆંગણે તાજેતરમાં સોનાની દાણચોરી વધી છે. વિશ્વબજારમાં આ સપ્તાહના અંતે ડોલરના ભાવ ઘટતાં તથા યુરો ઉછળતાં સોનાના વૈશ્વિક ભાવ સપ્તાહના અંતે ઉછળ્યા છે. જોકે અમેરિકાના છેલ્લા સમાચાર મુજબ ત્યાં રિટેલ સેલ તથા ફુગાવો વધ્યો છે એ જોતાં ત્યાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દરો વધવાની શક્યતા બળવત્તર બની છે અને તેના પગલે આવતા સપ્તાહમાં વિશ્વબજારમાં ડોલરના ભાવ ઉંચા જવાની તથા સોનાના ભાવ ફરી દબાણ હેઠળ આવવાની શક્યતા જાણકારો આજે બતાવી રહ્યા હતા.

દરમિયાન, ક્રુડતેલના ભાવ વિશ્વબજારમાં આંચકા પચાવી ફરી ઉછળી બેરલના ભાવ બ્રેન્ટ ક્રુડના છેલ્લે ૬૯.૮૭ ડોલર રહ્યાના સમાચાર હતા જ્યારે ન્યુયોર્કના ભાવ ફરી ઉંચકાઈ છેલ્લે ૬૪.૩૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. જોકે અમેરિકામાં ક્રુડતેલનું ઉત્પાદન કરતી ઓઈલ રિગ્સની સંખ્યા વધ્યાના સમાચાર હતા. વિશ્વબજારમાં ચીનની કરન્સી યુઆનના ભાવ વધી ચાર મહિનાની ટોચને આંબી ગયા હતા. વિશ્વબજારમાં કોપરના ભાવ ન્યુયોર્ક બજારમાં છેલ્લે રતલદીઠ ૩૨૧.૮૫ ડોલર રહ્યા હતા. જ્યારે લંડન એક્સચેન્જમાં ભાવ ત્રણ મહિનાની ડિલીવરીના છેલ્લે ટનદીઠ કોપરના ૭૧૧૦ ડોલર, એલ્યુમિનિયમના ૨૨૧૪ ડોલર, જસતના ભાવ ૩૩૮૩થી ૩૩૮૪ ડોલર તથા ટીનના ભાવ ૨૦૨૭૫ ડોલર રહ્યાના સમાચાર હતા.

Post Comments