Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTના અમલ બાદ M&Aના સોદાના મૂલ્યમાં નોંધાયેલો ૪૬ ટકાનો ઘટાડો

- ક્રોસ બોર્ડરના થતા કામકાજમાં ઘટાડો તેમજ મોટી રકમના સોદાના અભાવે ચિત્ર ખરડાયું

નવી દિલ્હી, બુધવાર તા. 13 સપ્ટેમ્બર 2017

જીએસટીના અમલના પગલે કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા 'વેઇટ એન્ડ વોચ'ની નીતિ અપનાવવાના પગલે વિતેલા ઓગસ્ટ માસ દરમ્યાન મર્જર એન્ડ એક્વિઝીશનની કામગીરીમાં ઘટાડો થવા પામ્યો હતો.

કોર્પોરેટ ક્ષેત્રે થતા મર્જર એન્ડ એક્વિઝિશન અંગે તાજેતરમાં જાહેર થયેલા રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઓગસ્ટ માસ દરમિયાન એમ એન્ડ એના સોદાના મૂલ્યમાં ૪૬ ટકાનો ઘટાડો થતા તે ૯૩.૯ કરોડ ડોલર ઉતરી આવ્યું હતું. જે ગત વર્ષે સમાન સમય દરમિયાન ૧.૭ અબજ ડોલરના સોદા થયા હતા.

સૂચિત સમય દરમિયાન કોર્પોરેટ ક્ષેત્ર એમ એન્ડ એના મોટા રકમના સોદા નોંધાયા ન હતા. આ ઉપરાંત ક્રોસ બોર્ડરના થતા કામકાજમાં પણ ૬૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો જે તેનું ઓગસ્ટ ૨૦૧૬નું લેવલ હતું.

આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ એમ એન્ડ એના સોદાની સંખ્યા જળવાઈ રહી હોવા છતાં ઇનબાઉન્ડ સોદાની સંખ્યા ઘટતા તેના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.

Post Comments