Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગયા વર્ષની દિવાળી બાદ આઈપીઓ મારફત રૃ.૪૫૦૦૦ કરોડનું ભડોળ ઊભું કરાયું

- સેકન્ડરી પાછળ પ્રાઈમરી માર્કેટમાં પણ ધમધમાટ

- ૮ જેટલા આઇપીઓમાં ૩૩ ટકા જેટલું નકારાત્મક વળતર

મુંબઈ,ગુરૃવાર તા.12 ઓક્ટોબર 2017

ગઈ દિવાળીથી આ દિવાળી દરમિયાનના ગાળામાં એટલે કે છેલ્લા એક વર્ષમાં સેકન્ડરી માર્કેટની સાથોસાથ પ્રાઈમરી માર્કેટમાં પણ નોંધપાત્ર નાણાં ઠલાવાયાનું જોવા મળ્યું છે. ૩૦ જેટલા આઈપીઓ મારફત કંપનીઓએ મૂડી બજારમાંથી રૃપિયા ૪૫,૦૦૦ કરોડથી વધુ  નાણાં ઊભા કર્યા હોવાનુું એક વિશ્લેષણમાં જણાયું છે.

૨૦૧૭ની દિવાળીને એક સપ્તાહ જ બાકી છે ત્યારે ગયા વર્ષના ઓકટોબરમાં દિવાળી બાદ આજ સુધી એસએમઈને બાદ કરતા ૩૦ જેટલી કંપનીઓએ રૃપિયા ૪૫૦૦૦ કરોડથી વધુની રકમ ઊભી કરી છે. આમાંથી એકલા ઓકટોબરમાં જ રૃપિયા ૧૪૦૦૦ કરોડ ઊભા થયા છે.

૩૦ કંપનીઓમાંથી ૨૬ આ અગાઉ જ શેરબજારો પર લિસ્ટેડ થઈ ગઈ છે અને તેમાંથી ૧૮ કંપનીઓમાં શેરધારકોને ઈશ્યુ ભાવથી પોઝિટિવ રિટર્ન્સ મળી રહ્યા છે જ્યારે ૮ ભરણાંમાં ૩૩ ટકા જેટલું નકારાત્મક વળતર મળી રહ્યું છે.હકારાત્મક વળતર આપી રહેલી કંપનીઓમાંથી ૬ સ્ટોકસ એવા છે જેમાં રોકાણકારોને એક જ વર્ષમાં ૧૦૦ થી ૩૦૦ ટકા જેટલું વળતર છૂટી રહ્યું છે. આ શેરોમાં એવેન્યુ સુપરમાર્કેટસ, શંકરા બિલ્ડિંગ પ્રોેડકટસ, સાલસર ટેકનો, સીડીએસએલ, એપેકસ ફ્રોઝન ફૂડસ અને શીલા ફોમનો સમાવેશ થાય છે.ભારતની આઈપીઓ માર્કેટ આ વર્ષે ઘણી જ સક્રિય રહી છે અને આવનારા દિવસોમાં બીજા અનેક આઈપીઓ પાઈપલાઈનમાં હોવાનું જોવા મળી રહ્યું છે.

આઈપીઓની દ્રષ્ટિએ ૨૦૧૭નું વર્ષ મજબૂત રહેવાની અપેક્ષા છે અને અગાઉના ૨૦૧૦ના રૃપિયા ૩૭૫૩૪.૭૦ કરોડના રેકોર્ડને તોડી નાખશે એમ જણાય રહ્યું છે. વર્તમાન કેલેન્ડર વર્ષમાં આઈપીઓ મારફત ભંડોળ ઊભું કરવાનો આંક રૃપિયા ૫૦,૦૦૦ કરોડને આંબી જવાની ધારણાં રખાઈ રહી છે.

Post Comments