Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રૂડ ત્રણ વર્ષની ટોચે પહોંચ્યા પછી તેજીનો પતંગ કપાયો: ૬૯ ડોલરની અંદર ઉતર્યું

- સોના-ચાંદી ઉછળ્યા જ્યારે ડોલરમાં બેતરફી અફડાતફડી

- જર્મનીમાં સ્થિર સરકાર રચાઈ રહ્યાના નિર્દેશોએ વિશ્વ બજારમાં યુરોના ભાવ ઉછળી ત્રણ વર્ષની ટોચે પહોંચ્યા

મુંબઈ,શુક્રવાર તા.12 જાન્યુઆરી 2018

મુંબઈ સોના-ચાંદી બજાર આજે  આંતચકા પચાવી ભાવ ફરી ઉછળ્યા હતા જ્યારે કરન્સી  બજારમાં આજે રૃપિયા સામે ડોલરના ભાવ બેતરફી મોટી વધઘટના અંતે ધીમા ઘટાડા વચ્ચે બંધ હતા.  વિશ્વ બજારમાં  ક્રૂડતેલના ભાવ બેરલદીઠ એક તબક્કે ૭૦ ડોલર પાર કરી ૩ વર્ષની ટોચે પહોંચ્યા પછી તેજી અટકી ભાવ પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યાના સમાચાર હતા.  વિશ્વ બજારમાં  ડોલર ઘટતાં  યુરો ઉછળતાં  વૈસ્વિક સ્તરે  સોનામાં હંજફંડોની  લેવાલી વધ્યાના સમાચારો હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે આજે ઉતરાયણ  પૂર્વે ઝવેરી બજારમાં તેજીનો પતંગ ચગ્યો હતો. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં  ડોલરના ભાવ ૬૩.૬૬ વાળા નીચામાં ૬૩.૪૭ તથા ઉંચામાં  ૬૩.૭૫ રહ્યા પછી છેલ્લે ભાવ રૃ.૬૩.૬૩ બોલાયો હતો. મુંબઈમાં સોનાના ૧૦ ગ્રામના ભાવ ૯૯.૫૦ના  જીએસટી વગર રૃ.૨૯૫૯૫ વાળા આજે રૃ.૨૯૮૩૦ બંધ હતા.  જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે ૩ ટકા જેટલાં ઉંચા હતા.  મુંબઈમાં ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના રૃ.૩૮૫૯૫  વાળા ૩૮૮૫૦ બંધ રહ્યા પછી ભાવ સાંજે ૩૮૮૦૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી આશરે રૃ.૧૩૦૦ જેટલા ઉંચા હતા.

વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૩૧૯.૧૦ ડોલરવાળા ઉંચામાં ૧૩૩૨.૫૦ થઈ સાંજે  ભાવ ૧૩૩૧.૩૦ ડોલર હતા જયારે સોના પાછળ વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૧૭.૦૦ ડોલર વાળા ૧૬.૯૫ રહ્યા પછી  ભાવ ઉંચામાં ૧૭.૧૨ થઈ સાંજે ભાવ ૧૭.૧૨ ડોલર હતા.

દરમિયાન, જર્મનીમાં સ્થિર સરકારની રચના કરવા તખ્તો ગોઠવાઈ રહ્યાના સમાચાર વચ્ચે વિશ્વ બજારમાં યુરોના ભાવ ઉછળી ૩  વર્ષની ટોચે પહોંચ્યો હતો સામે ડોલરના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. યુરોપના શેરબજારો પણ ઉંચકાયા હતા. સોનાના ભાવ આજે વધી ૫ મહિનાની ટોચે પહોંચ્યા હતા. ચીનના આંકડા સારા આવ્યા હતા. ત્યાંથી વિવિધ ચીજોની નિકાસ વધી છે ઉપરાંત આયાત પણ વધી છે. એસએન્ડપીએ બ્રાઝીલનું  રેટીંગ ઘટાડયાના નિર્દેશો હતા.  ડોલર ઈન્ડેક્સના  ભાવ ઘટી આજે વિશ્વ બજારમાં ૧૬ સપ્તાહના તળિયે ઉતર્યા હતા.  બ્રિટીશ પાઉન્ડના ભાવ વધ્યા  હતા. પ્લેટીનમના ભાવ સાંજે ઔંશના ૯૯૫.૩૫  ડોલર તથા પેલેડીયમના ભાવ ૧૦૯૧.૦૦થી ૧૦૯૧.૧૦ ડોલર હતા.  ન્યૂયોર્ક બજારમાં કોપરના ભાવ રતલદીઠ આજે સાંજે ૩૨૨.૪૫ ડોલર હતા. દરમિયાન, ક્રૂડતેલના ભાવ બેરલદીઠ બ્રેન્ટક્રૂડના ઉંચામાં  ૭૦ ડોલર પાર થયા પછી પ્રત્યાઘાતી ઝડપી ઘટી સાંજે ભાવ ૬૮.૮૪ ડોલર રહ્યાના સમાચાર તા જ્યારે  ન્યુયોર્કના ભાવ સાંજે ઘટી ૬૩.૨૭ ડોલર હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં કોપરના ભાવ ૩ મહિનાની ડિલીવરીના ૭૧૨૩ ડોલર, ટીનના ભાવ ૨૦૨૨૨ ડોલર, નિકલના ભાવ ૧૨૭૦૦ ડોલર, એલ્યુ.ના ૨૨૦૭ ડોલર, જસતના ભાવ ૩૩૯૪ ડોલર તથા સીસાના ભાવ ૨૫૫૯ ડોલર   હતા. ત્યાં આજે લંડન એક્સ.માં કોપરનો સ્ટોક  ૨૪૭૫ ટન વધ્યો હતો જયારે અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયો હતો. ટીનનો સ્ટોક આજે ત્યાં ૧૨૦ ટન, નિકલનો સ્ટોક ૨૨૯૮ ટન, એલ્યુ.નો ૧૪૫૦ ટન, જસતનો સ્ટોક  ૨૫ ટન તથા સીસાનો ૫૦૦ ટન ઘટયા હતા. ક્રૂડતેલના ભાવ ઉંચામાં ૩ વર્ષની ટોચે પહોંચ્યા પછી ઉછાળે નફારૃપી વેચવાલી નિકળ્યાના સમાચાર હતા.

Post Comments