Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વૈશ્વિક બજારમાં ડેરી પ્રોડકટસના ભાવ ઊંચકાતા ભારતીય કંપનીઓને એડવાન્ટેજ

- ન્યુઝીલેન્ડ ખાતેથી દૂગૃધ પદાર્થોની પૂરવઠા ખેંચ ઊભી થતા કિમતોમાં વધારો

મુંબઈ, તા.13 જૂન 2018, બુધવાર

ચીઝ, બટર તથા સ્કીમ્ડ મિલ્ક પાવડર (એસએમપી) જેવા વેલ્યુ એડેડ પ્રોડકટસના વપરાશ તથા કિંમતમાં વધારો થતાં દેશના ડેરી ઉદ્યોગને તેનો લાભ મળી રહેવાની શકયતા જોવાઈ રહી છે. ડેરી કંપનીઓની તેમના ઉત્પાદનોની નિકાસ મારફતની આવકમાં પણ વધારો થવાની એક એનાલિસ્ટે ધારણાં વ્યકત કરી હતી.

સંયુકત રાષ્ટ્રના ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન દ્વારા એકત્રિત કરાયેલા આંકડા પ્રમાણે, તેનો ડેરી પ્રાઈસ ઈન્ડેકસ મેમાં ૨૧૫.૨૦ પોઈન્ટ રહ્યો હતો જે એપ્રિલની સરખામણીએ ૧૧ પોઈન્ટસ વધુ છે.

ન્યુઝીલેન્ડ ખાતેથી પૂરવઠો તંગ રહેતા ઈન્ડેકસ સતત ચાર મહિનાથી વધી રહ્યો છે.મે ૨૦૧૭ની સરખામણીએ ઈન્ડેકસની વેલ્યુ ૧૧.૫૦ ટકા વધુ હતી પરંતુ ફેબુ્રઆરી ૨૦૧૪ના ટોચના સ્તરની સરખામણીએ મે ૨૦૧૮નો ઈન્ડેકસ ૨૨ ટકા નીચો રહ્યો હતો એમ એનાલિસ્ટે જણાવ્યું હતું.

ડેરી પ્રોડકટસના ભાવ ભારતમાં ભલે સ્થિર રહ્યા હોય પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં પૂરવઠા ખેંચને કારણે તેના ભાવ વધ્યા છે. સારી આવક મેળવવા ભારતીય કંપનીઓ પોતાના ડેરી પ્રોડકટસની નિકાસ વધારી શકે છે.

બટરનો ભાવ જે ભારતમાં કિલોના રૃપિયા ૨૫૦ આસપાસ છે તે આંતરરાષ્ટ્રીય બજારમાં રૃપિયા ૩૮૦થી રૃપિયા ૩૮૫ બોલાઈ રહ્યા છે. ચીઝના ભાવ પણ જે ભારતમાં કિલોના રૃપિયા ૪૦૦થી નીચે છે તે વિદેશ બજારમાં રૃપિયા ૪૫૫ આસપાસ બોલાય છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના ડેરી પ્રોડકટસે વિશ્વસ્નિયતા મેળવી છે જેને કારણે તે અન્ય દેશો સાથે સ્પર્ધા કરી શકે છે. દેશના ડેરી પ્રોેડકટસની નિકાસ  રશિયા, મધ્ય પૂર્વ સહિતના દેશોમાં થાય છે. નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં દેશના ડેરી પ્રોડકટસનો નિકાસ આંક ૧૮.૫૫ કરોડ ડોલર રહ્યો હતો જે પાછલા વર્ષમાં ૧૩.૫૩ કરોડ ડોલર હતો.

Post Comments