Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્તમાન નાણાં વર્ષના ૬ મહિનામાં ઈક્વિટી ફન્ડસમાં દૈનિક ૨૭૦૦૦ એકાઉન્ટસનો ઉમેરો

- એપ્રિલથી સપ્ટેમ્બરમાં રૃપિયા ૮૩૬૦૦ કરોડનો નેટ ઈન્ફલોઝ જોવાયો

મુંબઈ,ગુરૃવાર તા.12 ઓક્ટોબર 2017

વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડે દૈનિક  સરેરાશ ૨૭૦૦૦ નવા એકાઉન્ટસનો ઉમેરો કર્યો છે. ૨૦૦૮ બાદ ઈક્વિટી સેગમેન્ટમાં પ્રથમ જ વખત આટલો જંગી ઉમેરો જોવાયો છે.

એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં પચાસ લાખ નવા ઈક્વિટી ખાતા ખૂલ્યા છે. આ સાથે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં ખાતાની સંખ્યા ૪.૫૮ કરોડ રહી છે, એમ સેબીના આંકડા જણાવે છે.

આજ સમયગાળામાં સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)માં પણ ૩૦ લાખ નવા ખાતા ઉમેરાયા છે.
રિકરીંગ બેન્ક ડિપોઝિટસની જેમ એસઆઈપી  મ્યુચ્યુઅલ ફન્ડમાં દર મહિને અથવા ત્રણ મહિને નિયમિત રીતે ચોક્કસ રકમ ભરવાનું માધ્યમ છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં ખાતાની સંખ્યામાં નોંધપાત્ર ઉમેરો દેશમાં મ્યુચ્યુઅલ ફન્ડસની લોકપ્રિયતા વધવા સાથે વિસ્તરણ થઈ રહ્યાના પુરાવા પૂરા પાડે છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. આગામી કેટલાક વર્ષોમાં જંગી વિકાસ જોવા મળવાની પણ શકયતા રહેલી છે.

ઈક્વિટી સ્કીમ્સમાં તાજેતરના મહિનાઓમાં જંગી રિટેલ ઈન્ફલોઝ જોવાયો છે. એપ્રિલથી સપ્ટેમ્બર સુધીમાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડસમાં  રૃપિયા ૮૩૬૦૦ કરોડનો નેટ ઈન્ફલોઝ જોવાયો છે. ઈક્વિટી એસેટસ અન્ડર મેનેજમેન્ટ રૃપિયા સાત લાખ કરોડના આંકને પહોંચી છે.

મ્યુચ્યુઅલ ફન્ડ ક્ષેત્રે માળખાકીય બદલાવ આવી રહ્યો છે અને મોટાભાગના રોકાણકારો એકસાથે નાણાં રોકવાને બદલે એસઆઈપી મારફત રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે, જે એક હકારાત્મક ચિહ્ન છે.

ભારતમાં રિટેલ ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટસ હજુ પણ ઘણું નીચું હોવાનો એક ફન્ડ મેનેજરે દાવો કર્યો હતો.

Post Comments