Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પીએફમાં જમા રકમ પર મળી શકે છે 8.65 ટકા વ્યાજ

- સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝએ જમા રકમ પર 8.65 ટકા વ્યાજ માટે મંજૂરી આપી

- પેન્શનધારકો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજિસ્ટર કરાવવાની સમય મર્યાદા વધારવામાં આવી

નવી દિલ્હી, તા. 17 ફેબ્રુઆરી 2017, શુક્રવાર

વર્તમાન નાણાંકીય વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ (ઇપીએફ) જમા રકમ પર 8.65 ટકા વ્યાજ દર ટૂંક સમયમાં આપી શકે છે. શ્રમ મંત્રી બંડારુ દત્તાત્રેયે કહ્યુ હતુ કે ચાલુ નાણાંકીય વર્ષ માટે ઇપીએફ જમા રકમ પર 8.65 ટકા વ્યાજદરની ખાતરી નાણાંકીય મંત્રાલય ટૂંક સમયમાં જ કરશે અને તેના માટે કોઇ મતભેદ નથી. દત્તાત્રેયે કહ્યુ કે શ્રમ મંત્રાલય તથા નાંણાકીય મંત્રાલય એક છે. ઇપીએફ પર 8.65 ટકા વ્યાજ દર પર કોઇ મતભેદ નથી.

ઉલ્લેખનીય છે કે ઇપીએફઓના ટોચની સંસ્થા સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (સીબીટી)એ ચાલુ નાણાંકીય વર્ષ માટે ઈપીએફ જમા રકમ પર 8.65 ટકા વ્યાજ આપવા માટે પરવાનગી આપી દીધી છે. આ ચાર વર્ષમાં સૌથી ઓછું વ્યાજ છે. મંત્રીના આ આશ્વાસનને રાહત માનવામાં આવી રહી છે કારણ કે રિપોર્ટ અનુસાર નાણાં મંત્રાલય ઇચ્છે છે કે શ્રમ મંત્રાલય ઇપીએફ વ્યાજ દરને અન્ય લઘુ બચત યોજનાઓને અનુરૂપ બનાવે.

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઇપીએફઓ)એ પોતાના 50 લાખથી વધારે પેન્શનધારકો માટે ડિજિટલ જીવન પ્રમાણપત્ર રજિસ્ટર કરાવવાની સમય મર્યાદા વધારીને 31 માર્ચ 2017 કરી દીધી છે. ઇપીએફઓનું કહેવુ છે કે તેનાથી પેન્શનધારકોને પોતાના પેન્શન એકાઉન્ટના આધાર સાથે જોડવા માટે સમય મળશે. આ પહેલા ઇપીએફઓએ જીવન પ્રમાણપત્ર કાર્યક્રમ માટે 28 ફેબ્રુઆરી સુધી સમય આપવામાં આવ્યો હતો.

Post Comments