Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૬૧ SME કંપનીઓએ IPO થકી રૃા. ૭૧૩ કરોડ ઊભા કર્યા

- ગત નાણાંકીય વર્ષમાં

- કુલ આઈપીઓ પૈકી ગુજરાતની ૫૧ કંપનીઓ : ૪૬ કંપનીઓ મેઈન બોર્ડમાં સમાવાઇ

મુંબઈ, તા. 14 એપ્રિલ 2018, શનિવાર

દેશના બેઉ શેરબજાર પર સ્મોલ એન્ડ મિડકેપ કંપનીઓના (એસએમઈ) અલાયદા પ્લેટફોર્મની શરૃઆત થયા બાદ એસએમઈ આઈપીઓની બોલબાલા વી ચે. તાજેતરમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષમાં ૬૧ એમએમઈ કંપનીઓએ આઈપીઓ થકી રૃા. ૭૧૩ કરોડ ઉભા કર્યા હતા.

એસએમઈ પ્લેટફોર્મ થકી અત્યાર સુીમાં ૩૭૦ આઈપીઓ આવ્યા છે. અને આ આઈપીઓ થકી રૃા. ૪૦૯૧ કરોડ ઊભા કરાયા છે. જેમનું માર્કેટ કેપ. રૃા. ૩૩,૮૮૫ કરોડ પહોંચ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે મુંબઈ શેરબજાર દ્વારા ૨૦૧૨માં એસએમઈ પ્લેટફોર્મ શરૃ કરાયું હતું. હાલ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર ૨૩૭ અને એનએસઈના એસએમઈ પ્લેટફોર્મ પર ૧૩૩ કંપનીઓ લિસ્ટેડ થઈ છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે બીએસઈ એનએસઈ પ્લેટફોર્મ પરથી અત્યાર સુીમાં ૪૬ કંપનીઓ મેઈન બોર્ડમાં સમાવાઈ છે. જ્યારે એનએસઈ ખાતે બે કંપનીઓ મેઈન બોર્ડમાં સમાવાઈ છે.એસએમઈ આઈપીઓ પૈકી ગુજરાતમાંથી સૌથી વધુ એસએમઈ આઈપીઓ આવ્યા છે. ૫૧ કંપનીઓ સાથે ગુજરાત આ યાદીમાં ટોચે છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી ૪૩, મધ્યપ્રદેશમાંથી ૧૩ અને દિલ્હીની ૧૦ એસએમઈ કંપનીના આઈપીઓ આવ્યા છે.

Post Comments