Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખોટ કરતી ભારતીય કંપનીઓ માટે ૨૦૧૭-૧૮નું નાણાં વર્ષ એકદમ નબળું

- ૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ કોર્પોરેટ અર્નિંગ્સમાં ક્યારેય સંપૂર્ણ સુધારો જોવા મળ્યો નથી

મુંબઈ, તા. 12 જૂન 2018, મંગળવાર

ખોટ કરતી કંપનીઓને કારણે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતીય કંપનીઓની કામગીરીનું એકંદર ચિત્ર નબળું જોવા મળ્યું છે. ગયા નાણાં વર્ષમાં ૧૭૯૪ લિસ્ટેડ કંપનીઓએ સંયુકત રીતે રૃપિયા ૪.૪૨ ટ્રિલિયનનો નેટ પ્રોફિટ હાંસલ કર્યો હતો આની સામે ૩૪૪ કંપનીઓએ રૃપિયા ૧.૮૦ ટ્રિલિયનની ખોટ કરી હતી જે નાણાં વર્ષ ૨૦૧૬-૧૭ની સરખામણીએ બમણાથી પણ વધુ રહી છે. આ ખોટ છેલ્લા એત વર્ષમાં સૌથી વધુ હોવાનું પણ એક એનાલિસ્ટે જણાવ્યું હતું.

૨૦૧૭-૧૮માં થયેલા કોર્પોરેટ નુકસાનમાં લિસ્ટેડ જાહેર ક્ષેત્રની બેન્કોની ખોટનો આંક પચાસ ટકાથી પણ ઓછો છે. લિસ્ટેડ બેન્કોએ રૃપિયા ૮૫૦ અબજની ખોટ કરી છે. નોન બેન્કિંગ કંપનીઓની ખોટનો આંક રૃપિયા ૯૪૬.૧૦ અબજ રહ્યો છે. જે નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં રૃપિયા ૬૫૦ અબજ રહ્યો હતો.
વિશ્લેષણમાં આવરી લેવાયેલી કંપનીઓની કુલ આવકમાં નુકસાન કરતી કંપનીઓનો આવક હિસ્સો ૧૪ ટકા રહ્યો હતો.

વિવિધ ક્ષેત્રની ૧૭૯૪ કંપનીઓના છેલ્લા ૧૦ વર્ષના નાણાંકીય ડેટાને આધારે આ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.  ે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં  ૧૭૯૪ કંપનીઓનો નેટ પ્રોફિટ ૨૦૧૬-૧૭ની સરખામણીએ પાંચ ટકા ઓછો રહ્યો છે. ૨૦૧૬-૧૭માં આ કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ રૃપિયા ૪.૫૬ ટ્રિલિયન રહ્યો હતો.

છેલ્લા ચાર વર્ષમાંથી ત્રણ વર્ષમાં ભારતીય કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ ઘટયો છે. ૨૦૧૭-૧૮માં જે કંપનીઓએ મોટી ખોટ કરી હતી તેમાં આરકોમ, પીએનબી, આઈડીબીઆઈ બેન્ક, આઈડીયા સેલ્યુલર વગેરેનો સમાવેશ થતો હતો.

અનેક કંપનીઓ જે ઈન્સોલવેન્સીમાં ગઈ છે તેમણે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ના તેમના પરિણામ જાહેર કરવાના બાકી છે. ગયું નાણાં વર્ષ કંપનીઓ માટે છેલ્લા દાયકામાં અર્નિંગ્સ ગ્રોથની દ્રષ્ટિએ ઘણું જ નબળું રહ્યું હોવાનું એનાલિસ્ટે ઉમેર્યું હતું.

૨૦૦૮ની વૈશ્વિક નાણાંકીય કટોકટી બાદ કોર્પોરેટ અર્નિંગ્સમાં ક્યારેય સંપૂર્ણ સુધારો જોવા મળ્યો નથી. ૨૦૦૮થી ભારતના વિદેશ વેપારમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ડીમોનિટાઈઝેશન અને જીએસટીને કારણે પણ કંપનીઓની કામગીરી પર અસર પડી હતી.

Post Comments