Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સેન્સેક્સ ૨૦૫ પોઈન્ટ ગબડીને ૩૨૫૯૭

- રિઝર્વ બેંકે રેપો રેટ જાળવતાં બેંક શેરો પાછળ ફંડોનું ઓફલોડિંગ

- ડોલર ૧૪ પૈસા વધીને રૃ.૬૪.૫૨ : ક્રુડ ઓઈલ બ્રેન્ટ ઘટીને ૬૨.૧૧ ડોલર

- નિફટી સ્પોટ ૭૪ પોઈન્ટ તૂટીને ૧૦૦૪૪ : ઓટો, મેટલ, પાવર, સ્મોલ, મિડ કેપ શેરોમાં પ્રોફિટ બુકિંગ વધ્યું : FIIની કેશમાં રૃ.૧૨૧૭ કરોડ, ઈન્ડેક્સ ફયુચર્સમાં  રૃ.૪૪૬ કરોડની ચોખ્ખી વેચવાલી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ)    મુંબઈ, તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ધિરાણ નીતિની સમીક્ષામાં અપેક્ષા મુજબ ફુગાવા-મોંઘવારીમાં વધારો થવાના જોખમ પર ફોક્સ કરીને રેપો રેટ યથાવત રાખતાં ફંડોનું બપોર બાદ શેરોમાં સાર્વત્રિક ઓફલોડિંગ થયું હતું. રેપો રેટ જાળવી રાખવામાં આવ્યા સાથે આરબીઆઈએ ફુગાવામાં વધારો થવાનું જોખમ દર્શાવતાં અને બીજી તરફ વૈશ્વિક કોમોડિટીઝ બજારોમાં ચાઈનાની નબળી માંગના પરિણામે મેટલ સહિતના ભાવોમાં ઘટાડાની નેગેટીવ અસરે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં આરંભથી જ સાવચેતીમાં નરમાઈ જોવાઈ હતી.

ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ આજે વધુ ઘટીને બ્રેન્ટના બેરલ દીઠ ૬૨.૧૧ ડોલર રહ્યા હતા. રેટ કટ નહીં થતાં બેંકિંગ શેરો તેમ જ અન્ય વ્યાજ સંવેદનશીલ ક્ષેત્રોની કંપનીઓના શેરોમાં ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, પાવર-કેપિટલ ગુડઝ શેરો તેમ જ મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની વેચવાલી રહી હતી. નવેમ્બર મહિનાનો સર્વિસિઝ પીએમઆઈ ગઈકાલે ઘટીને આવતાં આઈટી શેરોમાં વેચવાલી બાદ આજે રૃપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૪ પૈસા વધીને રૃ.૬૪.૫૨ થઈ જતાં પોઝિટીવ અસરે આઈટી શેરોમાં ફંડોની પસંદગીની લેવાલી રહી હતી. બેંકિંગ શેરોમાં મોટી વેચવાલીએ અને મેટલ-માઈનીંગ, ઓટો શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ ૨૦૫.૨૬ પોઈન્ટ ગબડીને ૩૨૫૯૭.૧૮ અને નિફટી સ્પોટ ૭૪.૧૫ પોઈન્ટ તૂટીને ૧૦૦૪૪.૧૦ની આઠ સપ્તાહની નીચી સપાટીએ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ હવે ૩૨૦૦૦ની સપાટી ગુમાવવાની તૈયારીમાં : ઉપરમાં ૩૨૮૦૪ થી નીચામાં ૩૨૫૬૫ સુધી ગબડયો
ટ્રેડીંગની શરૃઆત આજે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની નિષ્કર્ષ પૂર્વે અપેક્ષિત સાવચેતીએ નરમાઈ સાથે થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૨૮૦૨.૪૪ સામે ૩૨૭૯૮.૫૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૨૮૦૪.૭૫ થઈ પાછો ફરીને બેંકિંગ શેરોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી લિમિટેડ, એચડીએફસી બેંક, એક્સીસ બેંક સહિતના બેંકિંગ શેરોમાં મોટું ઓફલોડિંગ થતાં અને ઓટોમોબાઈલ શેરોમાં બજાજ ઓટો, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હીરો મોટોકોર્પ સહિતમાં વેચવાલી અને ઓએનજીસી, લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, એશીયન પેઈન્ટસ, એનટીપીસી તેમ જ ફાર્મા શેરોમાં સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, સિપ્લા સહિતમાં ઓફલોડિંગે અને વિપ્રો, ટીસીએસ, અદાણી પોર્ટસની નરમાઈએ એક તબક્કે ઘટીને ૩૨૫૬૫.૧૬ સુધી આવી જઈ અંતે ૨૦૫.૨૬ પોઈન્ટ ઘટીને ૩૨૫૯૭.૧૮ બંધ રહ્યો હતો.

નિફટી સ્પોટ ૧૦,૦૦૦ની સપાટી ગુમાવવાની તૈયારીમાં : ૭૪ પોઈન્ટ ઘટીને ૧૦૦૪૪ની આઠ સપ્તાહની નીચી સપાટીએ
એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૦૧૧૮.૨૫ સામે ૧૦૦૮૮.૮૦ મથાળે ખુલીને આરંભમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, મારૃતી સુઝુકી, હિન્દુસ્તાન યુનિલિવર, ટેક મહિન્દ્રા, અંબુજા સિમેન્ટ, એચસીએલ ટેકનોલોજીમાં મજબૂતીએ ૧૦૧૦૪.૨૦ થઈ તુરત ઘટાડા તરફી થઈ જઈને ઓટો શેરોમાં બોશ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેમ જ બેંકિંગ શેરોમાં આરબીઆઈના રેપો રેટ યથાવત રાખવાના નિર્ણય બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક સહિતમાં વેચવાલી અને  મેટલ શેરોમાં હિન્દાલ્કો, વેદાન્તા, ટાટા સ્ટીલ સહિતમાં નરમાઈ અને ફાર્મા શેરોમાં સન ફાર્મા, ઓરોબિન્દો ફાર્મા સાથે ઈન્ફ્રાટેલ,  બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રોમાં વેચવાલીએ એક તબક્કે ઘટીને ૧૦૦૩૩.૩૫ સુધી આવી અંતે ૭૪.૧૫ પોઈન્ટ ઘટીને ૧૦૦૪૪.૧૦ બંધ રહ્યો હતો.

નિફટી ૧૦,૦૦૦નો પુટ ૯૦.૨૫ થી વધીને ૧૧૨ : નિફટી ૧૦,૩૦૦નો કોલ ૭૧.૩૫ થી તૂટીને ૫૧
ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ ફંડોની સાથે ખેલંદાઓએ તેજીનો વેપાર હળવો કર્યાની ચર્ચા હતી. નિફટી ૧૦,૩૦૦નો કોલ ૧,૮૦,૮૧૯ કોન્ટ્રેકટસમાં રૃ.૧૪,૦૪૨.૭૦ કરોડના કામકાજે ૭૧.૩૫ સામે ૬૨.૭૫ મથાળે ખુલીને ઉપરમાં ૬૫.૯૦ થઈ તૂટીને ૪૬.૬૦ સુધી આવી અંતે ૫૧ રહ્યો હતો. નિફટી ૧૦,૦૦૦નો પુટ ૧,૬૧,૮૯૯ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૨૭૨.૨૫ કરોડના કામકાજે ૯૦.૨૫ સામે ૧૦૭.૯૫ મથાળે ખુલીને નીચામાં ૯૪.૦૫ થઈ ઉછળીને ૧૧૯.૭૦ સુધી પહોંચી અંતે ૧૧૨ રહ્યો હતો. નિફટી ૧૦,૪૦૦નો કોલ ૧,૩૭,૫૨૩ કોન્ટ્રેકટસમાં રૃ.૧૦,૭૫૯.૪૧ કરોડના કામકાજે ૪૨.૦૫ સામે ૩૭.૧૦ મથાળે ખુલીને ઉપરમાં ૩૮.૫૦ થઈ તૂટીને ૨૬.૩૫ સુધી આવી અંતે ૨૯.૫૦ રહ્યો હતો. નિફટી ૧૦,૨૦૦નો કોલ ૧,૬૭,૦૮૦ કોન્ટ્રેકટસમાં રૃ.૧૨,૮૯૩.૧૮ કરોડના કામકાજે ૧૧૩.૮૫ સામે ૧૧૭.૯૦ મથાળે ખુલીને નીચામાં ૭૬.૨૦ સુધી ગબડી અંતે ૮૩.૧૫ રહ્યો હતો.

ડિસેમ્બર નિફટી ફયુચર ૧૦૧૪૬ થી ગબડીને ૧૦૦૭૪ : બેંક નિફટી ફયુચર ૨૫૨૪૦ થી તૂટીને ૨૪૮૮૫
નિફટી ડિસેમ્બર ફયુચર ૧,૩૧,૧૭૩ કોન્ટ્રેકટસમાં રૃ.૯૯૨૫.૭૧ કરોડના કામકાજે ૧૦૧૪૬.૭૦ સામે ૧૦૧૧૧.૪૦ મથાળે ખુલીને ઉપરમાં ૧૦૧૨૬.૮૫ થઈ તૂટીને ૧૦૦૫૨.૬૫ સુધી આવી અંતે ૧૦૦૭૪ રહ્યો હતો. બેંક નિફટી ડિસેમ્બર ફયુચર ૮૫,૮૫૧ કોન્ટ્રેકટસમાં રૃ.૮૫૯૬.૭૮ કરોડના કામકાજે ૨૫૨૨૫ સામે ૨૫૨૪૦ મથાળે ખુલીને નીચામાં ૨૪૮૮૫.૯૦ સુધી પટકાઈ અંતે ૨૪૯૪૨ રહ્યો હતો. નિફટી ૯૯૦૦નો પુટ ૧,૦૭,૮૨૩ કોન્ટ્રેકટસમાં રૃ.૮૦૬૭.૫૫ કરોડના કામકાજે ૬૪.૫૦  સામે ૭૫ મથાળે ખુલીને નીચામાં ૬૬ થઈ ઉછળીને ૮૬ સુધી જઈ અંતે ૭૯.૨૦ રહ્યો હતો. નિફટી ૯૮૦૦નો પુટ ૪૬.૪૦ સામે ૫૫.૭૫ મથાળે ખુલીને નીચામાં ૪૬.૩૦ થઈ વધીને ૬૧ સુધી પહોંચી અંતે ૫૭ રહ્યો હતો.

રિઝર્વ બેંકે પોલીસી રેટ જાળવતાં બેંકેક્સ ૩૪૮ પોઈન્ટ તૂટયો : સ્ટેટ બેંક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી શેરો ગબડયા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે બે દિવસીય ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગના અંતે અપેક્ષા મુજબ ફુગાવાના જોખમે રેપો રેટ જાળવી રાખવાનો નિર્ણય લેતાં બેંકિંગ શેરોમાં ફંડોએ મોટું ઓફલોડિંગ કર્યું હતું.  બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૪૮.૭૨ પોઈન્ટ ગબડીને ૨૮૧૧૦.૪૯ બંધ રહ્યો હતો. એચડીએફસી લિમિટેડ રૃ.૨૯.૮૦ ઘટીને રૃ.૧૬૪૮.૯૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૃ.૭.૦૫ ઘટીને રૃ.૩૧૨.૨૫, આઈસીઆઈસીઆઈ બેંક રૃ.૬ ઘટીને રૃ.૨૯૯.૪૦, એચડીએફસી બેંક રૃ.૨૦.૭૦ ઘટીને રૃ.૧૮૦૨.૩૫, એક્સીસ બેંક રૃ.૩.૯૫ ઘટીને રૃ.૫૨૯.૮૦, બેંક ઓફ બરોડા રૃ.૩.૮૫ ઘટીને રૃ.૧૬૫.૯૫, પીએનબી રૃ.૩.૯૫ ઘટીને રૃ.૧૭૨.૦૫, યશ બેંક રૃ.૨.૩૫ ઘટીને રૃ.૩૦૬.૨૦, ઈન્ડસઈન્ડ બેંક રૃ.૧૧.૪૫ ઘટીને રૃ.૧૬૫૩.૮૦, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૃ.૫.૮૦ ઘટીને રૃ.૧૫૫.૩૦, કેનેરા બેંક રૃ.૧૦.૩૦ ઘટીને રૃ.૩૬૩, ઓરિએન્ટલ બેંક રૃ.૨.૭૫ ઘટીને રૃ.૧૨૧.૧૫, અલ્હાબાદ બેંક રૃ.૧.૧૦ ઘટીને રૃ.૭૩.૯૦, ઈન્ડિયન બેંક રૃ.૭.૮૦ ઘટીને રૃ.૩૭૯.૭૫, સિન્ડિકેટ બેંક રૃ.૧.૭૫ ઘટીને રૃ.૮૫.૯૫ રહ્યા હતા.

બોશ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, ટાટા મોટર્સ, મહિન્દ્રા, મધરસન સુમી ઘટયા : મારૃતી સુઝુકી રૃ.૧૦૪ વધીને રૃ.૮૬૦૦
ઓટોમોબાઈલ શેરોમાં આજે સતત ત્રીજા દિવસે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોએ તેજીનો વેપાર હળવો કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૮૦.૦૪ પોઈન્ટ ગબડીને ૨૪૫૯૧ રહ્યો હતો. બોશ રૃ.૭૨૨.૩૫ તૂટીને રૃ.૧૯૨૧૯.૬૦, આઈશર મોટર્સ રૃ.૭૧૫.૩૦ તૂટીને રૃ.૨૮૨૦૪.૭૫, બજાજ ઓટો રૃ.૫૨.૨૫ ઘટીને રૃ.૩૧૦૮.૬૦, ટાટા મોટર્સ રૃ.૫.૫૫ ઘટીને રૃ.૩૯૬.૮૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃ.૧૯.૧૦ ઘટીને રૃ.૧૩૭૦.૩૫, મધરસન સુમી રૃ.૪.૮૫ ઘટીને રૃ.૩૫૬.૭૫, કયુમિન્સ ઈન્ડિયા રૃ.૮.૪૦ ઘટીને રૃ.૮૬૧, હીરો મોટોકોર્પ રૃ.૨૧.૮૦ ઘટીને રૃ.૩૫૦૦.૩૫, ટીવીએસ મોટર રૃ.૩.૨૦ ઘટીને રૃ.૭૩૪.૧૦, એમઆરએફ રૃ.૪૧.૨૦ ઘટીને રૃ.૬૬૭૯૪.૭૫ રહ્યા હતા. અલબત મારૃતી સુઝુકીનું નવેમ્બર ૨૦૧૭ મહિનામાં વાહનોનું વેચાણ ૮.૪ ટકા વધીને ૧.૫૫ લાખ વાહનોનું થતાં શેરમાં લેવાલીએ રૃ.૧૦૪.૪૦ વધીને રૃ.૮૬૦૦.૬૫ રહ્યો હતો.

ચાઈનાની માંગ નબળી પડતાં લંડન મેટલમાં સતત નરમાઈ : હિન્દ કોપર, હિન્દાલ્કો, જિન્દાલ સ્ટીલ, હિન્દ ઝિંક, સેઈલ ઘટયા
ચાઈનાની મેટલની માંગ મંદ પડી રહ્યાના આંકડા પાછળ વૈશ્વિક કોમોડિટીઝના ભાવોમાં નરમાઈ સાથે લંડન મેટલ એક્સચેન્જમાં કોપર સહિતના નોન-ફેરસ મેટલના ભાવો સતત તૂટતાં મેટલ-માઈનીંગ શેરોમાં વેચવાલી વધી હતી. જિન્દાલ સ્ટીલમાં એચડીએફસી બેંકની મોટી લોન એનપીએ બની હોવાના અહેવાલની સતત નેગેટીવ અસરે વેચવાલીએ રૃ.૬.૪૫ ઘટીને રૃ.૧૫૮.૬૫, હિન્દુસ્તાન કોપર રૃ.૪.૦૫ તૂટીને રૃ.૮૮.૨૫, હિન્દાલ્કો રૃ.૮.૧૦ ઘટીને રૃ.૨૩૧.૭૦, હિન્દુસ્તાન ઝિંક રૃ.૯.૧૫ ઘટીને રૃ.૨૮૬.૦૫, સેઈલ રૃ.૨.૩૫ ઘટીને રૃ.૭૫.૯૦, એનએમડીસી રૃ.૩.૭૦ ઘટીને રૃ.૧૨૮.૩૫, નાલ્કો રૃ.૨ ઘટીને રૃ.૭૬.૧૫, જેએસડબલ્યુ સ્ટીલ રૃ.૬.૨૦ ઘટીને રૃ.૨૪૨.૪૫, વેદાન્તા રૃ.૬.૫૦ ઘટીને રૃ.૨૮૧.૭૫, ટાટા સ્ટીલ રૃ.૭.૯૦ ઘટીને રૃ.૬૬૮.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૨૭૬.૮૭ પોઈન્ટ ગબડીને ૧૩૩૩૪.૨૮ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં મોરપેન લેબ., અજન્તા ફાર્મા, શિલ્પા મેડી, ફોર્ટિસ, ઈન્ડોકો રેમેડિઝ, સન ફાર્મા, સિન્જેન, ગ્લેનમાર્ક ગબડયા
ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો, ખેલંદાઓએ વ્યાપક વેચવાલી કરી હતી. મોરપેન લેબ રૃ.૧.૩૦ તૂટીને રૃ.૨૬.૨૫, અજન્તા ફાર્મા રૃ.૬૨.૮૦ તૂટીને રૃ.૧૨૭૯.૬૦, શિલ્પા મેડી રૃ.૨૫.૨૦ તૂટીને રૃ.૬૦૯.૯૫, ફોર્ટિસ હેલ્થકેર રૃ.૫.૧૦ ઘટીને રૃ.૧૪૪.૯૫, ઈન્ડોકો રેમેડીઝ રૃ.૮.૧૦ ઘટીને રૃ.૨૬૨.૨૫, ઓર્ચિડ ફાર્મા રૃ.૧૮.૨૦, સિન્જેન રૃ.૧૩.૮૦ ઘટીને રૃ.૫૩૯.૪૫, પેનેશિયા બાયોટેક રૃ.૬.૪૦ ઘટીને રૃ.૨૫૮.૪૫, સન ફાર્મા રૃ.૧૨.૧૦ ઘટીને રૃ.૫૧૧.૫૫, વીવીમેડ લેબ રૃ.૨.૫૦ ઘટીને રૃ.૧૧.૪૦, ગ્લેનમાર્ક રૃ.૯.૮૦ ઘટીને રૃ.૫૩૬.૫૫ રહ્યા હતા.

ખરાબ બજારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૃ.૧૬ વધીને રૃ.૯૨૭ : હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસીસ વધ્યા
ખરાબ બજારે આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના રિલાયન્સ જીઓની ફોરજી ડાટા સ્પિડ સૌથી વધુ હોવાના ટ્રાઈના અહેવાલની પોઝિટીવ અસરે શેરમાં લેવાલીએ રૃ.૧૬ વધીને રૃ.૯૨૭.૫૦ રહ્યો હતો.જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર રૃ.૧૩.૨૦ વધીને રૃ.૧૨૭૩.૮૫, ઈન્ફોસીસ રૃ.૬ વધીને રૃ.૯૯૦.૪૦ રહ્યા હતા.

ડોલર ૧૪ પૈસા વધીને રૃ.૬૪.૫૨ : એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, એમ્ફેસીસ વધ્યા
રૃપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૪ પૈસા વધીને રૃ.૬૪.૫૨ થઈ જતાં પોઝટીવ અસરે પસંદગીના આઈટી શેરોમાં આકર્ષણ રહ્યું હતું. એચસીએલ ટેકનોલોજી રૃ.૧૧.૫૫ વધીને રૃ.૮૫૭, ટેક મહિન્દ્રા રૃ.૫.૫૫ વધીને રૃ.૪૭૧.૫૫, એમ્ફેસીસ રૃ.૨.૩૫ વધીને રૃ.૭૨૫ રહ્યા હતા.

માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ : ૧૬૪૪ શેરો નેગેટીવ બંધ : ૨૦૩ શેરોમાં તેજીની સર્કિટ : ૧૭૭ શેરોમાં મંદીની સર્કિટ
સ્મોલ, મિડ કેપ, રોકડાના સંખ્યાબંધ શેરોમાં આજે પ્રોફિટ બુકિંગના પરિણામે માર્કેટબ્રેડથ સતત નેગેટીવ રહી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૯૯ સ્ક્રીપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૪ અને વધનારની સંખ્યા ૯૭૮ રહી હતી. આમ છતાં ૨૦૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. જ્યારે ૧૭૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી.

એફઆઈઆઈની કેશમાં રૃ.૧૨૧૭ કરોડની ચોખ્ખી વેચવાલી : ડીઆઈઆઈની રૃ.૯૯૫ કરોડની ચોખ્ખી ખરીદી
એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-બુધવારે કેશમાં રૃ.૧૨૧૭.૯૨ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૃ.૪૮૧૯.૨૯ કરોડની ખરીદી સામે કુલ રૃ.૬૦૩૭.૨૧ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૃ.૯૯૫.૧૧ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૃ.૩૪૧૬.૩૫ કરોડની ખરીદી સામે કુલ રૃ.૨૪૨૧.૨૪ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની ફયુચર્સમાં આજે ઈન્ડેક્સ ફયુચર્સમાં રૃ.૪૪૬.૩૮ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૃ.૫૧૮.૦૬ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી.

Post Comments