Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટ્રેડ વોર, વ્યાજદર વધારાની કોર્પોરેટ ક્ષેત્ર પર ગંભીર અસર

ચીનમાં ડિફોલ્ટર્સનું પ્રમાણ વધ્યું : ભારતમાં ડેટ ડિફોલ્ટની શક્યતા

વૈશ્વિક સ્તરે ઉદ્ભવતી રહેલ વિવિધ ગતિવિધિઓની વિવિધ ક્ષેત્ર પર સારી તેમજ નરસી અસર પડતી હોય છે. વૈશ્વિક સ્તરે હાલ બે મુદ્દા પ્રબળ બનીને ઉતારી રહ્યા છે. જેમાં પ્રથમ મુદ્દો છે ટ્રેડવોર અને બીજો મુદ્દો છે વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદરમાં વધારો કરવાના પગલા. આ બે મુદ્દાના કારણે હાલ વૈશ્વિક સ્તરે કોર્પોરેટ ક્ષેત્ર ભારે પ્રતિકૂળતાઓનો સામનો કરી રહ્યું છે. આ બંને મુદ્દાઓના કારણે આગામી સમયમાં કોર્પોરેટ ક્ષેત્રને ભારે સહન કરવાનો વારો આવશે તેમ નિષ્ણાતોનું માનવું છે.

અમેરિકાના અર્થતંત્રને મજબૂત કરવા ટ્રમ્પ ટેરિફ વૃદ્ધિનું હથિયાર ઉગામવાના વૈશ્વિક સ્તરે ટ્રેડ વોરનો માહોલ પ્રબળ બની રહ્યો છે. જેના કારણે વિવિધ દેશોના અર્થતંત્ર પર અસર થવાની સાથે ત્યાંના કોર્પોરેટ ક્ષેત્ર પર પણ પ્રતિકૂળ અસર થવા પામી છે.

બીજી તરફ વિશ્વના આગેવાન દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા પોતાના અર્થતંત્રને વેરામાં હેતુસર વ્યાજ દરમાં વધારાના પગલા ભરાઈ રહ્યા છે. આ પગલાની બીજી તરફ કોર્પોરેટ ક્ષેત્રના ભારણમાં વધારો થવા પામ્યો છે.
અમેરિકાના ટેરિફ વૃદ્ધિના પગલા બાદ ચીન- અમેરિકા વચ્ચે ટ્રેડવોરનો માહોલ પ્રબળ બનતા ત્યાંના કોર્પોરેટ ક્ષેત્ર પર પ્રતિકૂળતાઓના ઘેરા વાદળ છવાઈ જવા પામ્યા છે. ઉદ્ભવેલ આ પ્રતિકૂળ સ્થિતિના કારણે ચાઇનીઝ કંપનીઓના દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. જેના પગલે બેંક પાસેથી લોન લેવાના પ્રમાણમાં પણ તોતિંગ વધારો થવા પામ્યો છે. બીજી તરફ સર્જાયેલા પ્રતિકૂળ માહોલના પગલે અગાઉ જે કંપનીઓએ લોન લીધી છે તેઓ તેને ભરપાઈ કરવામાં અસક્ષમ નીવડતા ચીનમાં ડિફોલ્ટરોના પ્રમાણમાં પણ જબરજસ્ત વધારો થવા પામ્યો છે.

વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદર વધારાના પગલા ભર્યા બાદ ભારત, બ્રાઝિલ સહિતના અન્ય કેટલાક દેશોની કંપનીઓ પર કોર્પોરેટ ડેટનો ખતરો ઉભો થયો છે. આગામી સમયમાં વ્યાજ દર વધારાનું ચક્ર આગળ વધશે તો આ જોખમમાં પણ નોંધપાત્ર વધારો થશે.

ભારતના કોર્પોરેટ ક્ષેત્રની વાત કરીએ તો, નીચા ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો સાથે ઇશ્યુ કરવામાં આવેલા કોર્પોરેટ બોન્ડસમાં ડિફોલ્ટની શક્યતા ઊંચી છે. આમ, જો ભારતમાં વ્યાજના દરમાં બે ટકા જેટલો વધારો થાય તો ડિફોલ્ટનું જોખમ ધરાવતા બોન્ડનો હિસ્સો હાલ જે ૧૮ ટકા આસપાસ છે તેમાં બીજા દસેક ટકાનો વધારો થવાની શક્યતા છે. તેમ એક રિસર્ચ અહેવાલમાં જણાવાયું છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે, ભારતમાં નોન- ફાયનાન્સીયલ કોર્પોરેટ બોન્ડ આઉટ સ્ટેન્ડિંગ ૨૦૧૭માં વધીને ૧૧૩ અબજ ડોલર પહોંચ્યું હતું જે જીડીપીના ચાર ટકા જેટલું છે.

આમ, વૈશ્વિક સ્તરે ટ્રેડ વોર અને મધ્યસ્થ બેંકો દ્વારા વ્યાજદર વધારાની કવાયત કોર્પોરેટ ક્ષેત્ર પર ગંભીર અસર થવાની શરૃઆત થઈ ચૂકી છે.

 

Post Comments