Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવિધ દેશો વચ્ચે થતા વેપારમાં મતભેદો સર્જાયાઃ કોર્ટ સુધી પહોંચેલો મામલો

તા.11 ફેબ્રુઆરી 2018, રવિવાર

વૈશ્વિક સ્તરે તાજેતરમાં વિવિધ દેશો વચ્ચેનો ક્રોસ બોર્ડર વેપાર વધ્યો છે ત્યારે બીજી તરફ વિવિધ દેશો વચ્ચે વેપાર વ્યવહારમાં  મતભેદો પણ વધ્યાના વાવડ વહેતા થયા છે. અને આવા ઘણા કિસ્સાઓમાં આવા વિવિધ દેશો એકમેક સામે આક્ષેપ પણ કરતા થયા છે ઉપરાંત આંતરરાષ્ટ્રીય કોર્ટો તથા વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના દરવાજા સુધી મામલાઓ પહોંચી રહ્યા છે. ભારતમાં તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં વિવિધ ચીજોની આયાત ઘટાડવા આવી ચીજો પર આયાત જકાત કસ્ટમ ડયુટીમાં ફેરફારો  કરાયા છે અને તેના પગલે  પણ આ ચીજો ભારતમાં નિકાસ કરતા દેશો નારાજ થયાના સમાચાર વહેતા થયા છે. વિશ્વ બજારના સમાચાર મુજબ ચીન તથા અમેરિકા વચ્ચે  પણ ઉભયપક્ષી વેપાર  વ્યવહારમાં મતભેદો સર્જાયા છે.

અમેરિકાની સરકારે તાજેતરમાં ચીનથી આયાત થતા સોલાર પેન્લ્સ તથા વોશિંગ મશીન્સ પરની ઈંમ્પોર્ટ ડયુટીમાં નોંધપાત્ર વૃદ્ધી કરીને અમેરિકામાં ચીનથી થતી આવી આયાતો પર અંકુશ મૂકવા પ્રયત્ન કર્યો છે. અમેરિકાના આ પગલાથી ચીનની સરકાર ગુસ્સે ભરાઈ છે અને આના પગલે ચીનમાં  અમેરિકાથી આયાત થતી ચીજો પર આયાત જકાત વધારવા ચીનમાં પ્રયત્નો શરૃ થયા છે. ચીનમાં અમેરિકાથી મોટા પ્રમાણમાં સોરઘમની આયાત કરવામાં આવે છે અને ચીને અમેરિકાથી આયાત થતા સોરઘમ પરની આયાત જકાતમાં વધારો કરવા  ઉપરાંત એન્ટી-સબસીડી ઈન્વેસ્ટીગેશન પણ શરૃ કર્યાના વાવડ મળ્યા છે. આમ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં આવા વેપાર વ્યવહારના કારણે તંગદીલી  વધી છે.

અમેરિકામાં સોરઘમનો નવો પાક માથે છે તથા ચીનના આ વળતા  પગલાથી અમેરિકામાં કાર્યરત સોરઘમની નિકાસકારો ચિંતીત બન્યા છે. ચીનમાં આ સોરઘમનો વપરાશ મુખ્યત્વે  પશુઆહાર તરીકે કરવામાં આવે છે. ચીનમાં અમેરિકા ખાતેથી સોરઘમ ઉપરાંત સોયાબીનની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. ચીન દ્વારા અમેરિકાથી આયાત કરાતી અન્ય ચીજો પર ડયુટી વધારાશે તથા એન્ટી સબસીડી તપાસ શરૃ કરાશે એવી ભીતિ વધતાં અમેરિકાના કૃષી ક્ષેત્રમાં હાલ ચિંતાની લાગણી ફેલાઈ છે. તાજેતરમાં બાયોડિઝલ પરની ડયુટીના પ્રશ્ને ઈન્ડોનેશિયા અને યુરોપ વચ્ચે તથા ઈન્ડોનેશિયા અને અમેરિકા વચ્ચે પણ આવા મતભેદો ઉભા થયા હતા અને આ મામલો  ઈન્ટરનેશનલ કોર્ટ સુધી  પહોંચ્યો હતો.

ભારતમાં તાજેતરમાં બજેટમાં વિવિધ ચીજો પર આયાત જકાત વધારવામાં આવી છે તથા તેના પગલે દેશમાં આયાતમાં આશરે ૬૫ અબજ ડોલર જેટલી આયાતો પર આવી ડયુટી વૃદ્ધીની અસર પડવાની શકયતા છે. આવી ડયુટી વૃદ્ધીના પગલે ભારતમાં આવી વિવિધ ચીજોની નિકાસ કરતા વિવિધ દેશો આ મામલો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યાના વાવડ મળ્યા  છે.

વેપાર-વ્યવહારના પ્રશ્ને આ પૂર્વે ઈરાન સામે અમેરિકા તથા યુરોપના દેશોએ ટ્રેડ પ્રતિબંધો લાગુ કર્યા હતા. ઈરાનમાં ચાલતા ન્યુકલીયર કાર્યક્રમના વિરોધમાં અમેરિકા તથા યુરોપના દેશોએ આવા અંકુશો લાદયા હતા. યુરોપ તથા અમેરિકામાં આ પૂર્વે ઈરાન ખાતે ખાસ કરીને ક્રૂડતેલની આયાત વિશેષ થતી હતી, ભારતમાં તાજેતરમાં મોબાઈલ ફોન્સ, ઓટોમોબાઈલ પાર્ટસ, ઈલેક્ટ્રોનિક્સ, કેપિટલ ગુડસ, એડીબલ ઓઈલ્સ, ફુટવેર, ઈમિટેશન જ્વેલરી, જ્યુસીસ વિ. સહિત વિવિધ ચીજોની આયાત પર ડયુટી વધારવામાં આવી છે. આમાંથી ઘણી ચીજોની  આયાત ભારતમાં ચીન ખાતેથી થાય છે. આમ બજેટમાં આવી ડયુટી વધતાં ચીન તથા ભારત વચ્ચે થતા વેપાર વ્યવહારમાં  મતભેદો વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા છે. હવે ભારતના આ પગલાનો ચીન   દ્વારા કેવો વળતો જવાબ આપવામાં આવે છે તેના પર બજારોની તથા ઉદ્યોગ જગતની નજર રહી છે.

ઈન્ફર્મેશન ટેકનોલોજી એગ્રીમેન્ટ મુજબ આ કરાર પર સહી કરનારા દેશો મોબાઈલ ફોન્સ સહિત વિવિધ આઈટી ઉત્પાદનો પર આયાત જકાત લાદી શકે નહીં. આ જોતાં ભારતમાં બજેટમાં મોબાઈલ ફોન્સ પર લાદવામાં આવેલી આયાત ડયુટીનો મામલો હવે પછી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં જવાની શક્યતા છે.

Post Comments