Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

US ટ્રેડ વોર અનેક દેશોને નજીક લાવવાનું કારણ બની રહેશે

- વર્તમાન સંજોગોમાં મુકત વેપાર કરાર ભારત તથા યુરોપિયન યુનિયન માટે લાભકારક બની શકે

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરના ભણકારા વચ્ચે ફ્રાંસના પ્રમુખ એમેન્યુઅલ માર્કોનની  તાજેતરની ભારત મુલાકાત બાદ  ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે  અટકી પડેલી મુકત વેપાર કરાર પરની વાટાઘાટ ફરી શરૃ થવાની આશા જાગી છે.  અમેરિકા દ્વારા શરૃ થયેલી ટ્રેડ વોર અનેક દેશોને વ્યવસાયીક રીતે નજદીક લાવવામાં કારણભૂત બની રહેશે.

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ૨૦૧૫થી વેપાર વાટાઘાટો અટકી પડી છે, ત્યારે વિશ્વમાં વિકસિત દેશો દ્વારા અપનાવાઈ રહેલી સંરક્ષણવાદની નીતિને ધ્યાનમાં રાખી વેપાર વાટાઘાટ ફરી શરૃ થાય અને તે હકારાત્મક નિષ્કર્ષ પર આવે તે ભારત જેવા વિકાસસિલ દેશ માટે આવશ્યક છે. બ્રિટનને બાદ કરતા યુરોપિયન યુનિયન ભારતનું મોટું વેપાર ભાગીદાર છે. નાણાં વર્ષ ૨૦૧૭માં બન્ને વચ્ચેના દ્વીપક્ષી વેપારનો આંક ૭૭ અબજ ડોલર રહ્યો હતો. જે ભારતના કુલ આંતરરાષ્ટ્રીય વેપારના ૧૨ ટકા જેટલો હતો. ભારતની કુલ નિકાસમાં ૧૪ ટકા નિકાસ યુરોપમાં થઈ હતી અને કુલ આયાતમાંથી ૧૦ ટકા યુરોપ ખાતેથી થઈ હતી.

યુરોપના દેશો ખાતે ભારતની નિકાસમાં મુખ્યત્વે જેમ્સ એન્ડ જ્વેલરી, ટેકસટાઈલ, આયર્ન તથા સ્ટીલ, ફાર્માસ્યૂટિકલ્સ, ઓટોમોબાઈલ્સ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે આયાતમાં ઓર્ગેનિક કેમિકલ્સ, પ્લાસ્ટિક, મસીનરી વગેરેનો સમાવેશ થાય છે. માર્કોન અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બન્નેએ યુરોપ તથા ભારત વચ્ચે મુકત વેપાર માટે બ્રોડ-બેઝડ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ એગ્રીમેન્ટ માટે વાટાઘાટ ફરીથી શરૃ કરવા પોતે હકારાત્મક હોવાના સંકેત આપ્યા હતા. ભારતના નીતિ આયોગે પણ આમાં સૂર પુરાવીને પોતાના સાથસહકારની વાત કરી હતી.
૨૦૦૭થી શરૃ થયેલી વાટાઘાટ ૨૦૧૫ના ઓગસ્ટથી અટકી પડી છે.

ભારતની ૭૦૦ જેટલી ઔષધો પર યુરોપિયન યુનિયને પ્રતિબંધ મૂકતા વાટાઘાટમાં ખટરાગ ઊભો થયો હતો અને અટકી પડી હતી. દેશના જીડીપીમાં સેવા ક્ષેત્રનો હિસ્સો ૬૫ ટકા આસપાસ રહે છે અને સેવા ક્ષેત્રમાં રહેલા પોતાના જમા પાસાને ધ્યાનમાં રાખી ભારતે યુરોપિયન યુનિયનની સેવા ક્ષેત્રની બજારમાં પોતાના પ્રવેશને આડે આવતા અવરોધો દૂર કરવાની માગણી કરી છે. વર્ક પરમિટસ માટેના નિયમો હળવા કરવા ઉપરાંત ભારતે પોતાના વ્યવસાયીકો માટે યુરોપિયન દેશોમાં સમાન વેતન ધોરણની માગણી કરી છે. વિદેશી કર્મચારીઓ માટે યુરોપના દેશોમાં અલગઅલગ કાયદા પ્રવર્તી રહ્યા છે તેમાં સમાનતા પૂરી પાડવાનો પણ ભારતની રજુઆતમાં સમાવેશ થાય છે.

બીજી બાજુ યુરોપ ભારતના વીમા ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર, કાયદાકીય સેવા જેવા સર્વિસ ક્ષેત્રમાં વ્યાપક જોડાણ ઈચ્છી રહ્યું છે. એટલું જ નહીં યુરોપના દેશો ખાતેથી થતી વાઈન્સ, ડેરી પ્રોડકટસ  અને ઓટોમોબાઈલ્સ પરની ઈમ્પોર્ટ ડયૂટી ઘટાડવા માટે પણ દબાણ થઈ રહ્યું છે. ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ, કૃષિ અને ખાધાખોરાકીની ચીજવસ્તુના વેપાર મુદ્દે બન્ને દેશો વચ્ચે મતભેદો જોવા મળી રહ્યા છે.

કૃષિ પેદાશોને સંબંધ છે ત્યાંસુધી ભારત અને યુરોપિયન યુનિયન બન્ને બાજુએ ઈમ્પોર્ટ ડયૂટીમાં વ્યાપક તફાવત જોવા મળે છે. યુરોપમાં કૃષિ જણસો પર ઈમ્પોર્ટ ડયૂટીનો દર સરેરાશ ૧૧  ટકા છે જ્યારે ભારતમાં આ આંક ૩૨ ટકા જેટલો છે. કેટલાક ડેરી પ્રોડકટસ પર યુરોપમાં ૯૫ ટકા સુધી જ્યારે ફળો તથા શાકભાજી પર દોઢસો ટકા સુધી ઈમ્પોર્ટ ડયૂટી વસૂલવામાં આવે છે.

યુરોપમાં ડેરી ક્ષેત્રને ઘણી જ રાહતો આપવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં જો ભારત ડેરી પ્રોડકટસ પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરે તો ભારતમાં યુરોપના માલનો ભરાવો થતા વાર નહીં લાગે એવો ભારતને ભય સતાવી રહ્યો છે. કૃષિ ક્ષેત્રને અપાતી રાહતોમાં યુરોપિયન યુનિયન કાપ મૂકે એમ ભારત ઈચ્છી રહ્યું છે. આમ ભારત અને યુરોપ વચ્ચે તેમના મુખ્ય ઉત્પાદનો સંદર્ભમાં  જ ડયૂટીને લઈને મતભેદો ઊભા થયેલા છે. ડયૂટીમાં કોઈપણ પ્રકારનો ઘટાડો બન્નેના સ્થાનિક વેપાર માટે ખતરાને આમંત્રણ આપવા જેવો સાબિત થઈ શકે છે.

કેટલાક દેશો સાથે ભારતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (એફટીએ)ના  અનુભવની વાત કરીએ તો ઉદાર ધોરણોને કારણે, ભારતના મોટા એફટીએ ભાગીદાર દેશો ખાતેથી આયાતમાં જંગી વધારો થયો છે અને નિકાસ તે પ્રમાણે નહી વધતા જે તે દેશ સાથેની આપણી  વેપાર ખાધ  ઊૅચે ગઈ છે. એફટીએના અમલ બાદ વર્ષો જતા આપણા ટેરિફ ઘટતા ગયા જેને કારણે આપણા વેપાર ભાગીદાર દેશોને ભારતમાં નિકાસ વધારવા ખુલ્લું મેદાન મળી ગયું હતું. 

વેપાર ભાગીદાર દેશોમાં નીચા ટેરિફનો ભારતના નિકાસકારો  અપેક્ષિત લાભ ઉઠાવી શકયા નથી. માલસામાનની ગુણવત્તા, સ્પર્ધાત્મક દરો, બિનકાર્યક્ષમતા અને માળખાકીય સુવિધાનો અભાવ આ માટે કારણભૂત રહ્યા છે. ટેરિફમાં ઘટાડાને કારણે ભારતની માલસામાનની આયાત વધી ગઈ જ્યારે સેવા ક્ષેત્રની નિકાસ વધશે અને આયાતમાં વધારો ભરપાઈ કરી શકાશે એવી અપેક્ષા  પણ ફળીભૂત નહીં થતા ભારતને  સહન કરવાનું આવ્યું  છે. જો કે મુકત વેપાર કરારને કારણે  દેશના તૈયાર કપડાની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.

ભારત-એશિયન  વેપાર કરારને  કારણે નીચા ડયૂટી દરથી આયાત ખર્ચ નીચો આવતા લાભ થયાનો કાચા માલના અનેક આયાતકારો દાવો કરી રહ્યા છે. આમ વેપાર કરારમાં  સિક્કાની બન્ને બાજુ જોવા મળી રહી છે ત્યારે ભારતે એફટીએ વગર રહેવું જોઈએ  કે અથવા એફટીએ વગર આપણે વિશ્વ વેપારમાં ટકી શકીએ ખરા એવો સવાલ થયા વગર રહેતો નથી.

ભાગીદાર  દેશો સાથે દેશની નબળી વેપાર કામગીરીના ઘેરા  પ્રત્યાઘાત અવારનવાર જોવા મળે છે ત્યારે કયા એફટીએમાં ભારત પાછળ રહ્યું છે અથવા તો કયા ભાગીદારો સાથે આપણે ખોટનો ધંધો કર્યો છે તે ઓળખી કાઢવાની  કવાયત હાથ ધરવાની જરૃર છે. હાલના તબક્કે ભારતે ઘરેલું ઉત્પાદનોની સ્પર્ધામાં ટકી રહેવાની બિનકાર્યક્ષમતા પાછળના કારણો શોધી કાઢી તેને દૂર કરવાનો અને બીજુ ભાગીદાર દેશોમાં બજારમાં પ્રવેશને આડે આવતી અડચણો ઓળખી કાઢી તે નાબુદ કરવાના પ્રયાસ હાથ ધરવાના રહે છે. અનુભવને નજરમાં રાખી યુરોપિયન યુનિયન સાથેના એફટીએ લાભદાયી બનાવવા હશે તો તેની જોગવાઈઓ નિશ્ચિત કરવામાં સજાગ રહીને આપણા ઉત્પાદનના સ્તરને મજબૂત બનાવવાનું રહેશે.

કર્મચારીઓની હેરફેર માટે યુરોપના દેશો એક સિંગલ માર્કેટ ધરાવતા નથી. વર્ક પરમિટ તથા વિઝાને લઈને સમાન નિયમો લાગુ કરવાના યુરોપના દેશો વચ્ચે પ્રયાસો થયા પરંતુ તેમાં ભાગ્યેજ સફળતા મળી છે. કોઈપણ વેપાર કરાર એક હાથે લઈને બીજા હાથે આપવાની નીતિ સાથેના હોય છે. અમેરિકા આજે જ્યારે વિશ્વભરમાં ટ્રેડ વોરના બીજ વાવી રહ્યું છે ત્યારે સ્થિતિને પારખીને ભારત તથા યુરોપિયન યુનિયન વચ્ચે મુકત વેપાર કરાર થાય તે આજના સમયની માગ છે.

Post Comments