Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'અખાત્રીજ' સોના માટે ટર્નિંગ પોઇન્ટ પૂરવાર થાય તેવી શક્યતા

- નીરવ મોદી કૌભાંડની જેમ્સ- જ્વેલરી ક્ષેત્ર પર ભારે પ્રતિકુળ અસર

- સ્થાનિક તેમજ વૈશ્વિક પરિબળોના પગલે સોનામાં વોલેટાલિટી વધતા તેની માંગમાં થયેલો ઘટાડો

આગામી તા. ૧૮ એપ્રિલે અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયા પર્વ છે. અખા ત્રીજ વખતે માત્ર ગુજરાત જ નહિ બલ્કે મહારાષ્ટ્ર રાજસ્થાન સહિતના અન્ય રાજ્યના લોકો સોનાની ખરીદી કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ, ચાલુ વર્ષે આ ટ્રેન્ડમાં રૃકાવટ આવે તેમ જણાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી લોકોનો સોના પ્રત્યેનો મોહ ઓછો થઈ રહ્યો છે.

આ મોહ ઓછો થવા પાછળનું મુખ્ય કારણ છે સોનાના ભાવમાં પ્રવર્તતી વોલેટાલિટી. આ ઉપરાંત અન્ય કારણો પણ સોના પ્રત્યેનું માનસ બદલવા પાછળ કારણભૂત છે. આમ, વિવિધ પ્રતિકૂળતાના પગલે સોનાની માંગમાં ઘટાડો થવાના પગલે સોનાની માંગમાં સોનાની આયાતમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

જો કે, આમ પણ વિતેલા માર્ચ માસ દરમિયાન પણ સોનાની આયાતમાં ગત વર્ષની તુલનાએ અડધો અડધ ઘટાડો થવા પામ્યો છે. ગત વર્ષે માર્ચ માસમાં સોનાની આયાત ૧૦૩ ટન રહી હતી. ગત વર્ષે અખાત્રીજ ૨૮ એપ્રિલે હતી જો કે, ગત વર્ષે સોનામાં સાનુકૂળ વલણ પ્રવર્તતું હોઈ તેની માંગ પણ સાનુકૂળ રહી હતી. તે વેળાએ સોનાના ભાવ પણ ઊંચા હતા.

જો કે ત્યાર બાદ વૈશ્વિક સ્તરની વિવિધ પ્રતિકૂળતાના પગલે માત્ર ભારતમાં જ નહી બલ્કે વૈશ્વિક સ્તરે સોનાની માંગમાં સતત ઘટાડો જોવા મળ્યો છે જેના પગલે ચાલુ વર્ષેેે માર્ચ માસમાં માત્ર ૫૨.૫ ટનની જ સોનાની આયાત થઈ હતી. આંકડા પુરવાર કરે છ કે અખાત્રીજનો પવિત્ર તહેવાર માથે હોવા છતાં લોકો સોનાની ખરીદીથી સતત દૂર થઈ રહ્યા છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન સોનાના ભાવમાં પણ ભારે વોલેટાલિટી જોવા મળી છે જેના કારણે લોકો સોનાની ખરીદીથી દૂર થઈ ગયા હતા અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતમાં શહેરી વિસ્તારની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ સોનાની મોટા પાયે ખરીદી કરતા હોય છે. પરંતુ ગત વર્ષ દરમિયાન કૃષિ ક્ષેત્રે ઉદ્ભવેલ પ્રતિકૂળતાના કારણે ગ્રામ્ય વિસ્તારની સોનાની માંગ પર પ્રતિકૂળ અસર થવા પામી હતી જેની ઓવરઓલ સોનાના ટ્રેન્ડ પર નેગેટિવ અસર થવા પામી હતી.

જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ સોનાના ભાવમાં ઉદ્ભવેલ ભારે વોલેટાલિટી પાછળ મુખ્યત્વે અસર કરનારા પરિબળોમાં ટ્રેડ વોરનો માહોલ, યુ.એસ. ફેડરલ દ્વારા વ્યાજદરમાં કરાયેલો વધારો તેમજ ચાલુ વર્ષે હજી વધુ બેથી ત્રણ વખત વ્યાજદરમાં વધારાની શક્યતા તેમજ અન્ય વૈશ્વિક ઘટનાઓનો સમાવેશ થાય છે. આ ત્રણ પ્રતિકૂળતાઓ સતત હાવી રહેવાના કારણે સોનાની આયાતથી માંડીને સોનાની જ્વેલરીના રિટેલ વેચાણ પર પ્રતિકૂળ અસર જોવા મળી છે.

આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ રિટેલમાં સોનાની જ્વેલરીના વેચાણમાં જાન્યુઆરીથી માર્ચ ત્રિમાસિકમાં ૨૦થી ૨૫ ટકાનો ઘટાડો થયો હતો. નીરવ મોદી- પીએનબીના રૃા. ૧૩,૭૦૦ કરોડના કૌભાંડ બાદ ગ્રાહકોએ જેમ્સ એન્ડ જ્વેલરીમાંથી ભરોસો ગુમાવી દીધો છે. તેના કારણે પણ વેચાણને ગંભીર અસર થઈ છે. નીરવ મોદીના કૌભાંડ પછી બેન્કોએ પણ ગોલ્ડ લોનની લિમિટ ઘટાડી દીધી છે તેના કારણે સોનાની આયાતને અસર થઈ છે.

આમ, વૈશ્વિક સ્તરની વિવિધ ગતિવિધિઓના પગલે સોનામાં ૨૦૧૭ના વર્ષમાં ખાસ હલચલ ન હતી એકાદ બે દિવસ માટે ભાવમાં ૧૧ ટકા ઉછાળો નોંધાયો હતો પણ સમગ્ર વર્ષનું વળતર લગભગ ૬- ૭ ટકા રહ્યું છે. તેની સામે ઇક્વિટીનું રીટર્ન ઘણું ઉંચુ રહ્યું હતું તેને લીધે પણ સોનાનું આકર્ષણ ઘટયું હતું.

રોકાણકારોએ સોનું વેચી શેરોમાં રોકાણની નીતિ અપનાવી હતી. જો કે, છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા- ચીનની ટ્રેડવોરને કારણે સ્થિતિ બદલાઈ છે તેની સાથોસાથ જ્વેલર્સો પણ હવે અખાત્રીજ તરફ મીટ માંડીને બેઠા છે જ્વેલર્સો એવું માની રહ્યા છે કે, આગામી અખાત્રીજ જ પર્વને અનુલક્ષીને સોનામાં હલચલ વધવાની શક્યતા છે.

ભારતમાં અક્ષય તૃતિયાના દિવસે સોનાની ખરીદી શુકનિયાળ મનાય છે અને એટલે લોકો પીળી ધાતુની નોંધપાત્ર ખરીદી કરે છે. અક્ષય તૃતિયા આસપાસ લોકો જૂનું સોનું વેચી સામે નવાં ઘરેણાં ખરીદશે એવી આશા છે. જો કે, પ્રથમ ત્રિમાસિકમાં જૂના સોનાના વેચાણ સાથે જ્વેલરીના વેચાણમાં પણ ઘટાડો નોંધાયો છે.

જવલર્સોના મત મુજબ આગામી અખાત્રીજ વેળા ગ્રામ્ય વિસ્તારની નવી માંગ પણ નીકળે તેવી સંભાવના છે. આ ઉપરાંત લગ્નગાળાની માંગ પણ સારી રહે તેવી સંભાવના છે. આમ, દેશભરના જ્વેલર્સો આગામી અખાત્રીજ પર્વને વેપાર વૃદ્ધિ માટે ટર્નિંગ પોઇન્ટ તરીકે નિહાળી રહ્યા છે....

ટ્રેડ વોર વકરશે તો સોનાના ભાવ ઉંચકાશે
એનાલીસ્ટોના મંતવ્ય મુજબ અમેરિકા- ચીન વચ્ચે ટ્રેડ વોર વકરશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઝડપથી ઉંચકાશે. પ્રવર્તમાન ગતિવિધિને ધ્યાનમાં રાખીને જોઈએ તો આગામી સમયમાં વૈશ્વિક સ્તરે સોનું વધીને ૧૪૦૦ ડોલર સુધી પહોંચે તેવી સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઉંચકાશે તે સાથે ઘરઆંગણે પણ સોનાના ભાવ વધશે.
 

Post Comments