Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વેરાની આવકમાંથી રાજ્યોને ફાળવણી અંગેનો વિવાદ વધુ ભડકશે

- ન્યુ ઈન્ડિયા ૨૦૨૨ એટલે શું ? આ તો વડાપ્રધાનનું સ્લોગન છે, સરકારે કોઈ સ્લોગન નથી આપ્યું

- નાણાપંચનો કોઈ બોસ હોય તો તે માત્ર અને માત્ર બંધારણ છે :રાજ્યોને ફાળવણીમાં ખોટ જઈ રહી છે

- કેરળમાં બેઠક મળી હતી જેમાં કેટલાંક રાજ્યો ભાજપ સાથે સંબંધો બગાડવા તૈયાર ના હોઈ હાજર નહોતા રહ્યા...

મને ભય છે કે મેટરમાં નાણાં પંચની કેટલીક ચીજોને કારણે થયેલો ભડકો વધુ વ્યાપક ફલકથી પહોંચ્યો છે. આ ભડકાને શમાવી દેવા કોઈના પ્રયાસ કરાયા નથી. બંધારણના અનુચ્છેદ ૨૮૦માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ આ બાબત રાજ્ય સરકારોનો બંધારણીય અધિકાર છે. આ અધિકાર છે. વેરાની આવકમાંથી પોતાનો વાજબી હિસ્સો મેળવવાના નાણાં પંચ કોઈનું સેવક નથી. તે માત્ર બંધારણીય જોગવાઈથી બંધાયેલું છે. ૧૪મા નાણાપંચ મુજબ રાજ્ય સરકારોનો વર્તમાન હિસ્સો ૧૫મું નાણા પંચ ઘટાડો કરે તેવી કોઈને અપેક્ષા નથી.

રાજ્યોને મળતા બંધારણીય હકો (આર્ટીકલ ૨૮૦) ટેક્ષની ફાળવણી બાબતે છે :બંધારણમાં આવો પણ ઉલ્લેખ છે કે દરેક રાજ્યને યોગ્ય ફાળવણી થવી જોઈએ. નાણાપંચ કોઈનું ગુલામ ના હોઈ શકે. તેના બોસ માત્ર અને માત્ર બંધારણ છે. ૧૫મા નાણાપંચ પ્રમાણે હાલમાં રાજ્યોને થતી ફાળવણી ૪૨ ટકા છે. ૧૫મું નાણાપંચ આ ફાળવણીમાં કોઈ ઘટાડો કરે એવું કોઈને લાગતું નથી.

કોન્સોલીડેડેટ ફંડ ઓફ ઈન્ડિયાની રેવન્યુમાંથી નાણાપંચ આર્ટીકલ ૨૮૦ (૩) (બી) હેઠળ ફંડ આપવાની ભલામણ કરી શકે છે. જે રાજ્યોને સહાયની જરૃર હોય તેને આર્ટીકલ ૨૭૫ હેઠળ સંસદ પણ ગ્રાન્ટ ઈન એડ ફાળવી શકે છે. આમ બંધારણે રાજ્યોને ગ્રાન્ટ ફાળવવા પંચને જવાબદારી પણ આપી છે.

ગ્રાન્ટનો મુદ્દો
૧૫મા નાણાપંચની ટર્મસ ઓફ રેફરન્સના પેરેગ્રાફ ૨, ૩, ૪ અને પાંચ ખુબ મહત્વના છે. બે નંબરના પેરામાં 'આપવું જોઈએ' અને 'આપી શકાય' એ બંનેનું મિશ્રણ દેખાઈ આવે છે. 'આપી શકાય' એ શબ્દ ચિંતાજનક છે. આમ રાજ્યને ગ્રાન્ટ ફાળવવી કે કેમ તે અંગે પંચ વિચારી પણ શકે છે. ત્રણ નંબરના પેરામાં નાણાપંચ પેટા (૪)નો ઉલ્લેખ કરીને નોંધ્યું છે કે ન્યુ ઇન્ડિયા ૨૦૨૨ સહિતના વિકાસના કામો પર પણ ધ્યાન આપવું જોઈએ.

ચોથા પેરામાં ચૂંટણીપંચે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ લખ્યું છે જેમાં પોલીટીકલ તત્વ રહેલું છે. જેનો અર્થ થાય કે પ્રયાસ અને પ્રગતિમાં વસ્તી વધારા પર નિયંત્રણ પર પણ ધ્યાનમાં લેવું જોઈએ.

* પ્રોગ્રેસ પેડ... ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર દ્વારા બચતને પ્રોત્સાહન આપવું.
* ડીજીટલ ઈકોનોમીને પ્રોત્સાહન... લોકપ્રિય પગલા પર થતા ખર્ચ પર નિયંત્રણ રાખવું.
* પાંચમો પેરેગ્રાફ તો મૂળભૂત રીતે જ ભેદભાવ દર્શાવે છે. નાણાપંચે ફાળવણીની ભલામણ કરતી વખતે ૨૦૧૧ની વસ્તી ગણત્રીના આંકડાનો ખ્યાલ રાખવો જરૃરી છે.

રાજ્યોનો વિરોધ
જે રાજ્યોએ ધ્યાનથી નાણાપંચના ટર્મસ ઓફ રેફરન્સ વાંચ્યા નથી તે હવે બાંયો ચઢાવવા લાગ્યા છે. સૌ પ્રથમ દક્ષિણના રાજ્યોએ અવાજ ઉઠાવ્યો છે. કેરળમાં આ મુદ્દે બેઠક બોલાવાઈ હતી. પાંચ રાજ્યો પૈકી પુડેચેરી, તમિળનાડુ અને તેલંગાણા ગેરહાજર રહ્યા હતા. મને એમ લાગે છે કે તમિળનાડુ ગેરહાજર એટલા માટે રહ્યું કે તેને ભાજપનો ડર છે. જ્યારે તેલંગાણા એટલા માટે હાજર ના રહ્યું કે તે ભાજપ સાથે વિવાદ ઉભો કરવા નથી માગતું.

ટર્મસ ઓફ રેફરન્સ પરથી મેં કેટલાક પ્રશ્નો તારવ્યા છે. રાજ્ય સરકારોએ આ પ્રશ્નો કેન્દ્રને પૂછવા જોઈએ અને જવાબ પણ માગવા જોઈએ.

(૧) કેન્દ્રએ નાણાપંચને પૂછવું જોઈએ કે શું રેવન્યુ ગ્રાન્ટ આપવી જરૃરી છે ? આર્ટીકલ ૨૮૦ (૩) હેઠળ નાણાપંચે દરખાસ્ત પાછળના સિદ્ધાંત રજૂ કરવા જોઈએ. આર્ટીકલ ૨૭૫ હેઠળ ગ્રાન્ટની ફાળવણી માટે કાયદો તૈયાર કરવો જોઈએ. કેન્દ્ર સરકાર આવું કશું કરવા તૈયાર નથી... શું તે ગેરબંધારણીય નથી.

(૨) ન્યુ ઇન્ડિયા ૨૦૨૨ એટલે શું ? આ તબક્કે વિચારીએ તો તે માત્ર વડાપ્રધાનનું એક સ્લોગન છે. નેશનલ ડેવલોપમેન્ટ કાઉન્સીલ કે સંસદે એપ્રુવ કર્યું નથી. નાણાપંચે ૩૦ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ રીપોર્ટ સબમીટ કરવાનો છે. જ્યારે ચૂંટણી તે પહેલા એપ્રિલ-મે ૨૦૧૯માં આવશે. આશ્ચર્ય તો એ છે કે નાણા પંચ કેવી રીતે એક પક્ષના સ્લોગનને ફાળવણીનો મુદ્દો બનાવે ?

(૩) વસ્તી વધારાના આંકડા માટેનું વર્ષ બદલવામાં આવ્યું તેનાથી ક્યા રાજ્યને લાભ થયો ? આ આંકડા જુની સિસ્ટમ પ્રમાણે હોત તો કેટલો લાભ થાત તે પણ જોવું જોઈએ. રાજ્યોએ આરોગ્ય, શિક્ષણ અને ફેમીલી પ્લાનીંગ પર વધુ ખર્ચ કર્યો છે. પરંતુ તેમને ઓછી ફાળવણી થઈ છે.

(૪) ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર અને ડીજીટલ ઈકોનોમી એ બંને મુદ્દે સતત ચર્ચા થઈ રહી છે.

શું ગરીબોને અપાતા અનાજના બદલે કેશ તેમને ડાયરેક્ટ બેનીફીટ ટ્રાન્સફર હેઠળ આપવું યોગ્ય છે ? રાજ્યોમાં ડીજીટાઈઝેશન કેટલી ઝડપથી પ્રસર્યું છે ? આ પ્રશ્નો પોલીટીકલ ઈકોનોમી સાથે સંકળાયેલા છે. શું ચૂંટાયેલી સરકાર અને ચૂંટાયેલા વિધાન સભ્યો નાણાપંચને કોઈ ભલામણ ના કરી શકે ?

(૫) લોકપ્રિય પગલાં એટલે શું ? તમિળનાડુમાં જ્યારે કામરાજે લોકપ્રિય પગલાં સમાન શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના શરૃ કરી ત્યારે તે સસ્તી લોકપ્રિયતા માટે છે એમ કહીને ટીકા થઈ હતી. આજે આ યોજના નેશનલ પ્રોગ્રામ બની ગઈ છે.

(૬) ૧૯૭૧ની વસ્તી ગણત્રી હટાવવાથી રાજ્યોને શું નુકશાન થયું છે તે હકીકત છે. શ્રી વી. ભાષ્કરે (ઈપીડબલ્યુ ૧૦ માર્ચ) ગણત્રી કરી છે. ૨૦૧૧ની વસ્તી ગણત્રી ધ્યાનમાં લેવાઈ છે એટલે રાજ્યોને થયેલી લોસ નીચેના કોઠા પરથી જાણી શકાશે.
 

રાજ્ય

લોસ (કરોડોમાં)

આંધ્રપ્રદેશ અને તેલંગાણા

૨૪,૩૪૦

તમિળનાડુ

૨૨,૪૯૭

કેરળ

૨૦,૨૮૫

પશ્ચિમ બંગાળ

૨૦,૦૨૨

ઓડીસા

૧૮,૫૪૫

કર્ણાટક

૮૩૭૩

આસામ

૫૧૬૬


૧૫મા નાણાપંચના નિયમો હેઠળ રાજ્યોને લોસ ગઈ છે. લોકપ્રિય અને ગરીબ રાજ્યો જેવા મુદ્દા આગળ ધરીને દલીલો થઈ શકે નહીં. તેમજ આ આગ અટકાવી પણ ના શકાય. દરેક રાજ્યોમાં ગરીબાઈ અને વિકાસની અછત જોવા મળે છે. રાજ્યોને કોઈપણ ભેદભાવ વિના ફાળવણી કરવી જોઈએ.
 

Post Comments