Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમગ્ર બેન્કિંગ ક્ષેત્ર માટે વર્તમાન નાણાંકીય વર્ષ નિર્ણાયક બની રહેશે

- નોન પફોર્મિંગ એસેટ, કૌભાંડોની હારમાળા તથા બેન્કરપ્સી કોડનું અમલીકરણ જેવા અનેક પડકારો

બેન્કિંગ ક્ષેત્રની યાતનાઓનો અંત નજીકમાં  હોય એવું લાગતું નથી. છેલ્લા દોઢ વર્ષથી આ ક્ષેત્રમાં ભારે ઉથલપાથલોનો અનુભવ કર્યો છે. કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓએફ ઈન્ડિયા ઈચ્છે છે કે આ ક્ષેત્ર ફરી અગાઉના શિખરો સર કરે અને ગાડી પાટે ચડી જાય. આ ક્ષેત્રને નડતા પ્રશ્નોના નિરાકરણ માટે જે જે ઉપાયો સૂચવવામાં આવ્યા એ તમામ નિરર્થક નિવડયા છે. આ ક્ષેત્રના માર્ગમાં એક પછી એક વિધ્નો આવતા જ જાય છે.

એનપીએ અને લોન ડિફોલ્ટનો મામલો હજી શાંત  પડયો નથી ત્યાં આઈસીઆઈસીઆઈ  બેન્કના ચંદા કોચરનું નામ ઉછળતા આ ક્ષેત્ર નવેસરથી હચમચી ગયું. ફડચામાં ગયેલી ધિરાણની રકમની સમસ્યાનો ઉકેલ હજી ક્ષિતીજે પણ દેખાતો નથી. એવી આશા રાખવામાં આવતી હતી કે અસેટ ક્વોલિટીની સમીક્ષાની કામગીરી ગયા મહિનાનાં અંત સુધીમાં પુરી થઈ જશે. પરંતુ એપ્રિલ મહિનામાં ત્રણ અઠવાડિયા પસાર થઈ ચૂક્યા હોવા છતાં આરબીઆઈ દિશાશૂન્ય છે. એનપીએની રકમનો આંકડો ૧૦ ટકાની સપાટીની  નજીક છે જ્યારે સ્ટ્રેસ એસેટના ગુણોત્તરનો દર ૧૨ ટકાથી અધિક છે.

ઈન્સોલ્વન્સી અને બેન્કરપ્સી કોડ અમલમાં  આવી ચૂક્યો છે અને અમુક કેસો આ કોડના ૨૦૦ દિવસના ધારાધોરણની કલમ લાગુ પડશે.  બેન્કરપ્સી કોડ અમલમાં આવવાથી નોન પફોર્મિંગ એસેટના તમામ કેસોનો નિવેડો આવી જશે અને આ કોડ રામબાણ પૂરવાર થશે એવું માનવમાં ભૂલ થઈ ગઈ હતી એની સ્પષ્ટ પ્રતીતિ આરબીઆઈને થઈ છે.

એ સુવિદિત છે કે આ પ્રશ્નના નિરાકરણની સમસ્યા સંકુલ છે અને વિવાદાસ્પદ પણ ફડચામાં ગયેલી કંપનીના પ્રમોટરો પોતાની એસેટની પુનઃખરીદી લેવાનો  કારસો ઘડે છે. પ્રમોટરો વાતને ગૂંચવવા અને નિરાકરણ લંબાવવા માટે કાનૂની કેસોનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરે છે. જે વધુ એક અડચણ  છે. આ મોટાભાગની દેવાળિયા કંપનીઓ વેંચીને ઈચ્છિત નાણા પ્રાપ્તિ થાય એવી સંભાવના દૂર દૂર પણ દેખાતી નથી. અર્થાત, બેન્કોની બેલેન્સશીટમાં વધુ ઉંડા ગાબડા પડશે.  આન ી અસર આગામી નાણાંકીય વર્ષમાં પણ દેખાશે.

જાહેર ક્ષેત્રની બેન્કોને બેઠી કરવા માટે સરકાર અથાક પ્રયાસ કરી રહી છે. બજેટમાં  જેની જોગવાઈ કરવામાં આવી હતી એ રિકેપ બોન્ડ થકી અને પોતાની તિજોરીમાંથી સરકાર બેન્કોમાં મૂડી ઠાલવી રહી છે. પરંતુ અમુક બેંકોમાં  મૂડી ઠાલવવા માટે સરકારે જે એકાઉન્ટિંગ પ્રેકટિસની મદદ લીધી હતી એ  શંકાના દાયરામાં છે. જોકે જાહેર ક્ષેત્રની બેન્કોને નડતા એનપીએના પ્રશ્નનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી મૂડી ઠાલવાની માત્ર બે ફાયદા થશે.

આ બેન્કો તરતી રહી શકશે અને થોડુંક ફન્ડિંગ કરી શકશે.  પરંતુ અમુક હદથી વધુ એ કંપનીઓને  ધિરાણ આપી શકે અને વિકાસ સાધી શકે એ માટે સરકારે ભવિષ્યમાં  વધુ આર્થિક  મદદ કરવી પડશે. પરંતુ આમ  કરવા જતા કેન્દ્રની તિજોરી પર બોજ  આવશે. કેન્દ્રની તિજોરીમાં નાણાં લાવવા માટે અમુક જાહેર ક્ષેત્રની બેન્કોમાં સરકારી હિસ્સો વેચવાની વાત એક હદથી આગળ વધી શકી નથી.

સરકારી પ્રવકતાઓએ અનેક મંચ પર આ બાબતનો સ્વીકાર કર્યો છે. બેન્કોમાં સરકારનો  હિસ્સો ૫૧ ટકાથી નીચે જાય એ બાબત અમુક  વર્ગને ખૂંચે છે. જોકે એમની અવઢવ યોગ્ય છે   કારણ કે બેન્કોમાં સરકારનો હિસ્સો ૫૧ ટકાથી નીચે જાય તો પછી એને જાહેર ક્ષેત્રની બેન્ક કઈ રીતે ગણી શકાય. આ બેન્કો પાસેથી મળતા ડિવિડન્ડની રકમ પણ ઘટી જાય. જેની સીધી અસર સરકારથી તિજોરી પર પડે.  એક વર્ગ જાહેર ક્ષેત્રની  બેન્કોના થોડાક હિસ્સાનું  વેચાણ  ખાનગી બેન્કોને  કરવાની હિમાયત કરતો હતો. પરંતુ આમ કરવાથી રિસ્ટ્રકચરીંગની પ્રક્રિયાને   અસર પહોંચે.

જોકે સરકારની નબળાઈ તમામ શ્રેણીની બેન્કોમાં  છતી થઈ ગઈ છે હીરા-ઝવેરાતના ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓ દ્વારા આચરવામાં  આવેલી છેતરપિંડીના કિસ્સાઓથી  સમગ્ર સિસ્ટમમાં ઓડિટ કરવાની પ્રક્રિયા પર શંકાના વાદળ ઘેરાયા છે. ઓડિટ કરવાની પ્રક્રિયાના  મૂળના છીંડા  હોય તો  હજી વધુ બેન્કોના  કૌભાંડો બહાર આવશેે એવી ભીતિ સેવાઈ રહી છે.

હવે એવું બહાર આવ્યું છે કે અમુક ખાનગી ક્ષેત્રની બેન્કોએ પણ એનપીએનો ખરો આંકડો છુપાવ્યો છે. આનો અર્થ સમગ્ર સિસ્ટમની પ્રક્રિયા અને પ્રોસિજરને  નવેસરથી ધડવા પડશે. વિદેશ ભાગી ગયેલા કૌભાંડીઓને  દેશમાં લાવી શકાય કે નહીં ં એ જુદી વાત છે પરંતુ આ પ્રકારના બનાવો વિકલ્પમાં ન થાય એની તકેદારી રાખવાની ફરજ કેન્દ્ર સરકારની છે. બેન્ક ખાનગી હોય કે સરકારી, આ પ્રકારના  કૌભાંડોથી આરબીઆઈની શાખ ખરડાય છે અને ગરિમા ઘટે છે.

ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડના અમલીકરણ પછી અમુક બેન્કો ધિરાણ કરતા ડરે છે. અને હાલમાં  અનેક બેન્કોમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ ઉજાગર થયા પછી બેન્કિંગને લગતી  પ્રવૃત્તિઓ મંદ પડી છે. અમુક યોગ્ય કંપનીના માલિકોને ભય છે કે જો કંપની નાદારી જાહેર કરે અને એ કેસ બેન્કરપ્સી કોડના દાયરામાં  આવે તો એમની મુશ્કેલીઓ વધી જશે.  આને કારણે   નવા પ્રોજેકટમાં તેઓ રોકાણ કરતા કરે છે. દેશનાં અર્થતંત્ર માટે આ બાબત ગંભીર પુરવાર   થઈ શકે છે કારણ કે આનાથી  ખાનગી રોકાણની   માત્રા સારી એવી ઘટી જશે. 

આમેય ખાનગી રોકાણકારો દેશમાં રોકાણ કરતા ડરતા હતા અને હવે આ કાયદો અમલમાં આવવાથી રડયુખડયું  રોકાણ પણ નાબૂદ થઈ જશે.  બેન્કોને ત્રણ 'સી'નો ભય છે. સીબીઆઈ, સીએજી અને સીવીસી હવે ધિરાણની નવી માગ ઊભી થાય તો આ ત્રણ 'સી' મોટો અવરોધ  બનશે.  બેન્કિંગ ઈન્સોલ્વન્સી  કોડની ટીકા કરવાનો ઈરાદો મુદલ નથી પરંતુ એના અમલીકરણથી ભયનો ઓથાર ફરી વળે એ પણ યોગ્ય નથી.

રોજગાર વધારવા અને અર્થતંત્રને ધમકતું   કરવા નાના અને મધ્યમ કદનાં સાહસોેને ધિરાણ  આપવા માટેનું દબાણ બેન્કો પર છે. આનાથી  એનપીએનો નવો પડકાર બેન્કો સમક્ષ સર્જાશે. નોટબંધી અને જીએસટીને કારણે આ સાહસિકોને  મોટો ફટકો પડયો છે. જેને કારણે નાણા પરત કરવાની  એમની ક્ષમતા ઘટી છે. આ ક્ષેત્રનું  ફાઈનાન્સિયલ ઈન્કલુશન જરૃરી છે પરંતુ એમને આડેધડ ધિરાણ ન અપાય એ પણ જરૃરી છે.

Post Comments