Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખાંડમાં સરકારના વિવિધ પગલાં વચ્ચે ભાવ આંચકા પચાવી બાઉન્સ બેક થયા

તા. 11 ફેબ્રુઆરી 2018, રવિવાર

દેશમાં ખાંડ બજારમાં તાજેતરની મંદી બાદ હવે પ્રવાહ પલ્ટાઈ રહ્યાના વાવડ મળ્યા છે. તાજેતરમાં ખાંડના ભાવ સતત દબાણ હેઠળ રહ્યા હતા તે હવે ઉંચકાવા માંડયા છે. નવી મુંબઈ ખાંડ બજારમાં તાજેતરમાં હાજર ડિલીવરી તથા નાકા ડિલીવરીના ભાવ ઘટી કિવ.ના  રૃ.૩૦૦૦ની અંદર ઉતરી  ગયા હતા તે હવે ફરી રૃ.૩૦૦૦ની ઉપર બોલાવા માંડયા છે. હાજર બજારમાં જથ્થાબંધ સ્તરે ખાંડના ભાવ હવે કિવ.ના રૃ.૩૦૫૨થી ૩૧૪૦ તથા  સારા માલોના રૃ.૩૧૬૦થી ૩૩૪૦ આસપાસ બોલાઈ રહ્યા છે જ્યારે   નાકા ડિલીવરીના ભાવ નવી મુંબઈ બજારમાં  રૃ.૩૦૪૦થી ૩૧૫૦ તથા સારાના  રૃ.૩૧૦૦થી  ૩૨૪૫ આસપાસ રહ્યા છે. 

મિલ ડિલીવરીમાં પણ આંચકા પચાવી ભાવ ફરી વધી  આવ્યાના સમાચારો મળી રહ્યા છે.  તાજેતરમાં કેન્દ્ર સરકારે દેશમાં આયાત થતી ખાંડ પરની આયાત જકાત કસ્ટમ ડયુટીમાં   વધારો કર્યો છે અને તેની અસર બજાર ભાવ પર દેખાઈ છે. જોકે આ ડયુટી વધારો આવે એ અગાઉથી જ ખાંડના ભાવ નીચા મથાળેથી વધવા માંડયા હતા અને સરકાર ડયુટી વધારશે એવી  હવા અગાઉથી  જ બજારમાં  ફેલાઈ હતી અને ત્યારબાદ બજારની અપેક્ષા મુજબ જ ડયુટીમાં  વૃદ્ધી થઈ હોવાનું  બજારના સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ ખાંડ પર આવી આયાત જકાત ૫૦ ટકા હતી તે બમણી કરીને સરકારે ૧૦૦ ટકા કરી દીધી છે.  આ પૂર્વે બજારમાં ખાંડના ભાવ  નોંધપાત્ર ઘટી ગયા હતા તે બજારને  હવે નીચા મથાળે ટેકો મળી ગયો છે.

આના પગલે શેરડી ઉગાડતા ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાણકારો  બતાવી રહ્યા છે સરકારે નિર્ણય કર્યાના ખાંડ મિલો તાજેતરમાં દબાણ હેઠળ રહી હતી જેને હવે રાહત  મળી છે. ખાંડ મિલો દ્વારા શેરડી ઉગાડતા ખેડૂતોન ે થતા પેમેન્ટમાં પણ હવે ગતી આવી છે. દેશમાં ૨૦૧૭-૧૮ની ખાંડ મોસમમાં ઉત્પાદન  આશરે ૬૦ લાખ ટન જેટલું વધુ આવવાનો અંદાજ  બતાવાઈ રહ્યો હતો અને તેના પગલે  બજાર ભાવ દબાણ હેઠળ રહ્યા હતા. જોકે છૂટક વેચાણના સ્તરે ભાવ કિલોના ૪૦થી ૪૨ જેવાં ઉંચા રહ્યા હતા.તાજેતરમાં એક તબક્કે તો મિલો પર ભાવ ગબડીને ઉત્પાદન ખર્ચની  સપાટીથી  પણ નીચા જતા રહ્યા હતા જે હવે બાઉન્સ બેક થયા છે. ધી નેશનલ ફેડરેશન ઓફ કો-ઓપરેટીવ સુગર ફેકટરીઝ દ્વારા તથા ઈન્ડિયન સુગર મિલ્સ એસોસીયેશન  દ્વારા કેન્દ્ર  સરકાર સમક્ષ રજૂઆત કરવામાં  આવી હતી.

દેશમાં ખાંડનું ઉત્પાદન ૨૦૧૬-૧૭ની ખાંડ મોસમમાં આશરે ૨૦૩ લાખ ટન થયું હતું.  તે હવે ૨૦૧૭-૧૮ની  વર્તમાન ખાંડ મોસમમાં વધીને આશરે ૨૬૧ લાખ ટન જેટલું થવાનો અંદાજ મિલ વર્તુળો બતાવી રહ્યા છે.  દેશમાં ખાંડની કુલ વાર્ષિક માગ આશરે ૨૫૦ લાખ ટન જેટલી રહી છે.  દેશમાં  દરિયાપારથી  આયાતો પણ થઈ રહી છે. જોકે બજારના સૂત્રોના જણાવ્યા મુજબ  તાજેતરમાં પાકિસ્તાનની  સરકારે ત્યાંથી ખાંડની નિકાસ વધારવા  ત્યાંના ખાંડ નિકાસકારોને નોંધપાત્ર  નિકાસ સબસીડી  આપવાનો  નિર્ણય કર્યો છે અને આના પગલે  ભારત સરકારે ખાંડની આયાત જકાત  વધારી દઈ  પાણી પહેલા પાળ બાંધી દેવાની નીતિ અપનાવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભારતે ડયુટી વધારતાં   વિશ્વ બજારમાં  ભાવ દબાણ હેઠળ આવ્યા છે. ખાંડમા મિલો દ્વારા બજારમાં કેટલો માલ મૂકવો એ પ્રમાણ પર મર્યાદા બાંધવા પણ  વાવડ મળ્યા છે. 

ખાંડમાં હાલ સ્ટોક મર્યાદા   બાંધવામાં આવી છે  અને તેના પગલે મિલો દ્વારા  વધારાનું વેંચાણ બજારમાં   કરી દેવામાં આવે છે  અને આ પરિસ્થિતિમાં હવે સરકાર બદલાવ લાવી છેે. સપ્ટેમ્બર ૨૦૧૬માં સરકારે  ખાંડ મિલો પર  સ્ટોક મર્યાદા બાંધી હતી. આ પૂર્વે જ્યારે કવોટા  પધ્ધતી હતી એ વખતે પણ ઘણી મિલો કોર્ટનો ઓર્ડર મેળવી ક્વોટાથી વધુ ખાંડ બજારમાં  રિલીઝ કરતી હતી. હવે હાલની સ્થિતિમાં  જો સરકાર ખાંડ મિલો દ્વારા થતા વેંચાણ પર મર્યાદા બાંધશે તો ફરી મિલો દ્વારા કોર્ટના ઓર્ડરો  મેળવતા  થવાની શક્યતા પણ બજારમાં  ચર્ચાઈ રહી છે.

એકંદરે ખાંડ બજાર તથા ઉદ્યોગમાં  સમીકરણો  ઝડપથી   બદલાઈ રહ્યાં છે   સરકાર ખેડૂતોને  રાજી કરવા  પ્રયત્નો કરી રહી છે. ડુંગળી-કાંદાની નિકાસ પરના બંધનો તાજેતરમાં સરકારે દૂર કર્યા છે ઉપરાંત ચણાની આયાત જકાત પણ વધારી દેવામાં  આવી છે.  ખેડૂતોને લક્ષમાં રાખી સરકાર એક પછી એક વિવિધ મુદ્દાઓ હાલ હાથમાં લઈ રહી છે.

Post Comments