Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો : ટૂંક સમયમાં વધુ રાહત મળવાની આશા ધૂંધળી

ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતનો મુદ્દો  હાલમાં બંને કેન્દ્ર અને રાજ્ય સરકારોને પ્રતિકૂળ રીતે  સ્પર્શી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધતા જરૃર અટકયા છે પણ ઘટાડો થવામાં વિલંબ  થઈ રહ્યો છે.  પેટ્રોલ ડીઝલના ઊંચા  ભાવના પગલે મોંઘવારી ફરી માથું ઊંચકી રહી છે તેવા મથાળા અખબારોમાં પહેલે પાને ચમકી રહ્યો છે.  પેટ્રો ઉત્પાદનો પર એક્સાઈઝ ડયુટી ઘટાડવાનું કેન્દ્ર પર  જનતા અને રાજ્યોનું  દબાણ વધી રહ્યાં છે. 

તાજેતરમાં સાઉદી અરેબિયા અને રશિયાએ ક્રૂડ ઉત્પાદન વધારવાના સંકેત આપ્યા હતા તે પછી બ્રેન્ટ-કૂડ ૪.૩૫ ટકા જેટલું તૂટયું છે પણ ભારતના ક્રૂડ ઓઈલ બાસ્કેટમાં ફક્ત ૧.૯ ટકાનો ઘટાડો થયો છે.  દેશની ઓઈલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલો ૧ પૈસાનો (બુધવારે) અને પછી ૭ પૈસાનો (ગુરૃવારે) ઘટાડાના દેશભરમાં તીવ્ર પ્રત્યાઘાત પડયા હતા. જો કે ભારત સરકારના હાથ બંધાયેલા છે અને દેશવાસીઓને પેટ્રોલ, ડીઝલમાં મોટી રાહત આપી શકે તેવી સંભાવના  નથી.

આયાત કરવામાં આવતો ચીજવસ્તુઓની કિંમત પર કોઈ પણ દેશ નિયંત્રણ રાખી શકે નહીં તે સ્વાભાવિક છે. બીજી બાજુ એકસાઈઝ ડયુટી ઘટાડવાથી  અથવા રાજ્યો વેટ અને અન્ય  વેરા ઘટાડે  તે પણ યોગ્ય ઉકેલ નથી. કેન્દ્ર અને રાજ્યોને આવકમાં ગાબડા પોષાય નહીં. નાણાંકીય ખાધ વધે તેવા પગલાંથી દેશની પ્રતિષ્ઠા જોખમમાં મૂકાય અને વૈશ્વિક એજન્સીઓ ઓછા વ્યાજનું  નવું ધીરાણ આપવાનું ટાળે જેનો વિકાસકાર્યો પર ફટકો પડી શકે છે. જે રીતે વરસાદ પર ખેડૂતો નિર્ભર છે  તે જ રીતે આયાતકર્તા દેશોનું  આર્થિક આરોગ્ય ક્રૂડની  વધઘટ પર આધાર રાખે છે.

છેલ્લા ૧૦ મહિનામાં  બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત ૬૦ ટકાથી પણ વધુ થઈ છે. ૨૦૧૫ અને ૨૦૧૭ દરમ્યાન બ્રેન્ટક્રૂડની કિંમતમાં તીવ્ર  ઘટાડો થયો હતો અને એક તબક્કે તો ભાવ ૩૦ ડોલર પ્રતિ બેરલથી પણ નીચેની સપાટીએ પહોંચ્યા હતા.

પેટ્રોલ પંપ પર મળતા પેટ્રોલની સરેરાશ વાસ્તવિક કિંમત ચૂકવવામાં આવતા નાણાંની  સરખામણીમાં ૪૦ ટકા જેટલી જ હોય છે. બાકીનો ૬૦ ટકા રકમમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ,  કેન્દ્ર સરકારની એકસાઈઝ ડયુટી, રાજ્ય સરકારનો વેલ્યુ એડેડ ટેક્સ  અને ડીલરનું કમિશન વિગેરેનો હિસ્સો  હોય છે.  નવેમ્બર ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ દરમ્યાન કેન્દ્ર સરકારે  એક્સાઈઝ ડયુટી નવવાર વધારી હતી.  વર્ષ ૨૦૧૪-૧૫થી ડિસેમ્બર ૨૦૧૭ સુધીમાં  એકસાઈઝ ડયુટી વધારી સરકારે ૬.૮ લાખ  કરોડ રૃપિયા મેળવ્યા હતા. ૨૨મી જૂને  ઓપેક રાષ્ટ્રોની  વિયેનામાં  બેઠક થઈ રહી છે. ત્યાં પ્રોડકશન વધારવા અંગેની અને તે પછી મોટો ભાવઘટાડો થઈ શકે છે.

ગ્રાહકોને ચૂકવવી પડતી કિંમતમાં રાજ્ય સરકાર શું કરી શકે છે તેનો દિશા નિર્દેશ કેરળે બુધવારે ત્રીસમી તારીખે દર્શાવ્યો. એક  રૃપિયો ભાવ ઘટાડી કેરળે અન્ય રાજ્યોને અને કેન્દ્રને ગ્રાહકોને રાહત  આપવા માટેનો સંદેશ આપ્યો. જોકે કેન્દ્ર અથવા અન્ય રાજ્યો માટે ઘટાડાનો અવકાશ સીમિત છે. ભારતના આયાત બિલમાં  ક્રૂડ ઓઈલનો હિસ્સો મોટો છે. કારણ કે ભારત ક્રૂડ ઓઈલના કુલ જથ્થામાંથી ૮૦ ટકાથી વધુ આયાત કરે છે.

બીજી બાજુ આ વર્ષે રૃપિયો ડોલર સામે ૬ ટકા જેટલો તૂટયો છે આથી રૃપિયાની નબળાઈ પણ પેટ્રોલ ડિઝલના ભાવ વધારવા પાછળ જવાબદાર છે. ક્રૂડ ઓઈલની કિંમતમાં પ્રતિ બેરલ ૧૦ ડોલરની  વૃદ્ધિથી જીડીપી ૦.૨થી ૦.૩ ટકા પોઈન્ટ અને ફુગાવો ૧.૭ ટકા પોઈન્ટ ઘટે છે જ્યારે  ચાલુ ખાતાની ખાધમાં ૯-૧૦ અબજ ડોલર જેટલો વધારો થાય છે  તેવો ઉલ્લેખ ઈકોનોમિક સર્વે ૨૦૧૮માં કરવામાં આવ્યો હતો. 

ક્રૂડ ઓઈલના વધારાથી, રૃપિયાની નબળાઈથી અને અન્ય કારણોથી આગામી  દિવસોમાં વ્હાઈટ કન્ઝયુમર ગુડસ (એ.સી., રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન્સ, માઈક્રોવેવ અન્ય)ની  કિંમત લગભગ બેથી પાંચ ટકા વધે તેવું જાણવા મળ્યું છે.  આગામી દિવસોમાં  જીવન જરૃરિયાતની બધી ચીજવસ્તુઓ મોંઘી થશે તે ચિંતાનો વિષય છે. પેટ્રોલ, ડીઝલનો સીધો ઉપયોગ નહીં કરનારા પરિવારો પણ મોંઘવારીના દુષ્કર્મનો શિકાર બનવાથી બચી શકશે નહીં.
ઉભી બજારે

Post Comments