Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પેટ્રોલ ડિઝલનો ચક્રવ્યૂહ: હસ્તક્ષેપ કરવાથી અર્થતંત્ર પર ત્વરિત અસર

પેટ્રોલ, ડિઝલના ભાવ વૈશ્વિક સ્તરે ભડકે બળી રહ્યા છે ત્યારે  કેન્દ્ર સરકારે ભાવમાં હસ્તક્ષેપ ન કરવાની પોતાની જ નીતિની વિરુદ્ધ જઈ હાલમાં ઈંધણના ભાવ સ્થિર રાખવાનું પગલું ભર્યું છે. આ પગલાં  પાછળની ગણત્રી જે પણ હોય પણ તેનો બોજ છેવટે તો રાષ્ટ્રની તિજોરી પર પડયા વિના રહેશે નહીં.

ચૂંટણીને ધ્યાનમાં રાખી પેટ્રોલ ડિઝલના ભાવ ક્રૂડના વધતા ભાવ સાથે વધારવાને બદલે સ્થિર રાખવાનું પગલું ઘાતક બની શકે છે. અર્થશાસ્ત્ર અને રાજકારણની ભેળસેળ સ્ફોટક બની શકે છે જે સરકારની વિશ્વસનીયતાનું  બાષ્પીભવન કરી શકે છે. માર્કેટલિન્કડ પ્રાઈસિંગ યંત્રણા અપનાવવું સરકારનું મુખ્ય પગલું હતું અને તેમાં વારંવાર હસ્તક્ષેપ ન કરવો જોઈએ.

વિવિધ કારણોસર ક્રૂડ ઓઈલના ભાવ ૪ વર્ષની સર્વોચ્ચ સપાટીને આંબી ગયા છે. મેના બીજા સપ્તાહમાં બ્રેન્ટક્રૂડના ૭૫ ડોલર પ્રતિ બેરલ થયા હતા અને ત્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ ૮૨.૪૮ હતો જે છેલ્લા લગભગ ૧૫ દિવસથી સ્થિર રહ્યો હતો.  આ ભાવ ક્રૂડ ઓઈલનો  ભાવ ૬૩.૭૬ ડોલર હતો ત્યારે જાહેર કરાયો હતો. આંતરરાષ્ટ્રીય ભાવમાં પરિવર્તનને ધ્યાનમાં રાખીને સરકારી ઓઈલ કંપનીઓ રોજિંદા ધોરણે ફેરફાર કરતી હતી. રાજકીય કારણોસર સરકારી કંપનીઓનો નફો ઘટાડવામાં આવી રહ્યો છે.  જે ખેદજનક છે.

પહેલી એપ્રિલે સરેરાશ નફો પ્રતિ લિટર ૩.૫૦ રૃપિયા હતો જે પહેલી મે તારીખે ૪૫ ટકા તૂટીને ફક્ત ૧.૯૦ થયો હતો. યુપીએ સરકારે પણ અર્થતંત્રની ચિંતાઓને કોરાણે મૂકીને ૨૦૦૪થી ૨૦૧૪ના દસ વર્ષ દરમિયાન ક્રૂડનો ભાવવધારો ગ્રાહકોને 'પાસઓન' કર્યો ન હતો. યુપીએના આવા વણવિચાર્યા પગલાંથી ભારતમાં ઓઈલની શોધખોળ અને રિફાઈનરીની ક્ષમતા અથવા કાર્યક્ષમતા વધારવાનું ભંડોળ સરકારી ઓઈલ કંપનીઓ પાસે ભેગું ન થઈ શક્યું.

જાન્યુઆરી ૨૦૧૫માં ક્રૂડનો ભાવ ૨૭ બેરલ સુધી તૂટયો હતો અને લગભગ ચાર વર્ષ સુધી ક્રૂડના ભાવ નીચા સ્તરે રહ્યા હતા. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૧૭-૧૮માં ચાલુ ખાતાની ખાધ જીડીપીના ૧.૯ ટકા રહી હતી. હવેે ક્રૂડ જ્યારે સતત વધી રહ્યું છે ત્યારે કૃત્રિમ રીતે ભાવ દબાવી રાખવાથી ચાલુ ખાતાની ખાધ ભયજનક સ્તરે પહોંચી શકે છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધતા ગ્રાહકોને પાસઓન કરવાનું ચાલુ રાખવામાં આવે તો સરકારી ઓઈલ કંપનીઓની નફાકારકતા વધશે અન ેવેપારખાધ કાબુમાં રહી શકે છે.

૨૦૧૮ ડિસેમ્બર સુધી ક્રૂડ ઓઈલનો ભાવ સરેરાશ ૬૨ ડોલર પ્રતિ રહેવાનો નિ।્ણાતો દ્વારા અંદાજ મૂકવામાં આવે છે. ડોલર મજબૂત થઈ રહ્યો હોવાથી રૃપિયાનું મૂલ્ય ઘટી રહ્યું છે. આથી  ક્રૂડની  વધેલી  કિંમત અને રૃપિયાના ઘટતા મૂલ્યની બેવડી અસરથી આયાત બિલમાં જંગી વધારો થશે.

આયાત બિલ વધવાથી ન કેવળ કરંટ એકાઉન્ટ ડેફિસીટ વધશે પણ નિયંત્રણમાં રહેલો ફુગાવો માથું ઊંચકશે. પેટ્રોલ, ડિઝલને જીએસટી છત્ર હેઠળ આવરી લેવાનું લંબાયા કરે છે. હવે પછીના પંદર મહિનામાં વિવિધ રાજ્યો અને લોકસભાની ચૂંટણી ઝળુંબી રહી છે ત્યારે  સરકારે 'એક બાજુ ખાઈ' અને  બીજી બાજુ સાગર'ની પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનો રહેશે.

જો કે લોકશાહી ધરાવતાં દેશમાં પ્રચલિત કહેવત છે કે 'ગુડ ઈકોનોમિક્સ ડઝનોટ મેઈક ગુડ પોલિટીકસ' એટલે કે 'સારું અર્થકારણ  અને સારું રાજકારણ એકમેકના પર્યાય નહીં બની શકે. આશા રાખીએ કે સરકાર રાજકીય લાભ મેળવવાની ટૂંકી દ્રષ્ટિએ પેટ્રોલ ડિઝલના  ભાવમાં હસ્તક્ષેપ કરવાનું છોડી દે અને રોજિંદા ધોરણે ભાવ જાહેર કરવાની પારદર્શી નીતિનો અમલ ફરી શરૃ કરે.

ઉભી બજારે  દિલીપ શાહ

Post Comments